Tuesday, December 3, 2024
More
    હોમપેજદુનિયાશિક્ષણ સંસ્થાઓમાં ભારતીય તિરંગાનું અપમાન, હિંદુ મહિલા પત્રકારને ‘ભારતની એજન્ટ’ કહીને ઘેરી,...

    શિક્ષણ સંસ્થાઓમાં ભારતીય તિરંગાનું અપમાન, હિંદુ મહિલા પત્રકારને ‘ભારતની એજન્ટ’ કહીને ઘેરી, ઇન્ડો-બાંગ્લા પેસેન્જર બસ પર હુમલો: બાંગ્લાદેશમાં ઇસ્લામી કટ્ટરપંથીઓનો ઉત્પાત  

    છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આવી અનેક તસવીરો સામે આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે, જમીન પર ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવીને તેના પર વિદ્યાર્થીઓને ચલાવવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોની સાથે જ ભારત પ્રત્યે નફરતનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ રસ્તાઓ પર ભારતીયોને નિશાન બનાવી રહ્યા છે, પ્રશાસન દ્વારા હિંદુ સંતો અને મહંતોને પકડવામાં આવી રહ્યા છે. પોલીસ હિંદુ પત્રકારોનો અવાજ દબાવી રહી છે અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં ખુલ્લેઆમ તિરંગાનું અપમાન કરી રહ્યા છે.

    તિરંગાનું અપમાન

    છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આવી અનેક તસવીરો સામે આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે, જમીન પર ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવીને તેના પર વિદ્યાર્થીઓને ચલાવવામાં આવી રહ્યા છે. તેમને તિરંગાને લાત મારીને ચાલવાની સૂચના આપવામાં આવી રહી છે. સાથે જ ઇસ્કોનના પ્રતીક અને ઇઝરાયલી ધ્વજનું પણ અપમાન થઇ રહ્યું છે.

    અહેવાલો અનુસાર, આ તસવીરો મુખ્યત્વે બોગુરા પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ, બાંગ્લાદેશ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (બીયુઇટી), ઢાકા યુનિવર્સિટી (ગણિત ભવન) અને નોઆખલી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીથી સામે આવી છે.

    - Advertisement -

    ખુદ પ્રોફેસરોએ કબૂલ્યું છે કે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ભારતને અપમાનિત કરવા માટે આવી હરકતો કરી રહ્યા છે. આ તસવીરો જોયા બાદ ભારતીયોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શનિવારે (30 નવેમ્બર) કોલકાતાના ટોચના ડૉક્ટરે આવી તસવીર જોઈ હતી અને જાહેર કર્યું હતું કે જો આ બધું બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે તો પછી તેઓ પણ બાંગ્લાદેશી નાગરિકોની સારવાર નહીં કરે.

    બાંગ્લાદેશમાં હિંદુ પત્રકારની ધરપકડ

    મહત્વનું છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પડી ભાંગ્યા બાદથી હિંદુઓ પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે. આ વર્ષે ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના કથિત વિરોધ પ્રદર્શન દરમિયાન 17 વર્ષના એક કિશોરની હત્યા કરવામાં આવી હતી. હવે એ કેસમાં બાંગ્લાદેશ પોલીસે હિંદુ પત્રકાર મુન્ની સાહાની અટકાયત કરી છે. તેમને ભારતીય એજન્ટ ગણાવીને ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેમને જનતા ટાવર સ્થિત તેમની ઓફિસની બહાર ઘેરી લીધાં હતાં અને બાદમાં પોલીસને ફોન કરીને તેમની અટકાયત કરાવી દેવામાં આવી હતી. તેમના પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    બસ પર બાંગ્લાદેશીઓનો હુમલો

    એ જ રીતે બાંગ્લાદેશના ઈસ્લામિક કટ્ટરપંથીઓએ હિંદુઓ અને ભારતીયો સામે ઘૃણા દર્શાવીને એક બસને નિશાન બનાવી છે. આ ઘટના બાંગ્લાદેશના બ્રાહ્મણબારિયા જિલ્લાના બિસ્વા રોડ પર બની હતી.

    ઘટનામાં કોલકાતાથી બાંગ્લાદેશ થઈને ત્રિપુરા જઈ રહેલી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્રિપુરાના પરિવહન મંત્રી સુશાંત ચૌધરીએ આ મામલે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ પેસેન્જર બસ ત્રિપુરાથી કોલકાતા જઇ રહી હતી. આ દરમિયાન બિસ્વા રોડની એક તરફ ચાલી રહેલી બસને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી હતી. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો, જેના કારણે મુસાફરોમાં ભય ફેલાઈ ગયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં