આખા દેશમાં બહુચર્ચિત બનેલા દુમકા હત્યાકાંડમાં બાંગ્લાદેશી સંગઠનનો હાથ હોવાની આશંકાઓ તપાસ એજન્સીઓ દ્વારા સેવાઈ રહી છે. હત્યાકાંડના બીજા આરોપી નઈમના મોબાઈલ રેકોર્ડમાંથી માહિતી મળી હતી કે તે બાંગ્લાદેશી સંગઠન અંસાર-ઉલ-બાંગ્લાથી પ્રભાવિત હતો, અને તે સતત આ પ્રતિબંધિત સંગઠનોના વિડીયો જોતો રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. જે બાદ પોલીસ અને તપાસ એજન્સીઓને શંકા છે કે હત્યાકાંડમાં બાંગ્લાદેશી સંગઠનનો હાથ હોઈ શકે છે.
#Ankita murder case: Accused Naeem influenced by banned #Bangladesh Islamic org – Ansar-ul-Bangla. Main objective of the org is to incite Islamic men to trap non-Islamic women in love affairs & force them to convert to Islam.#AnkitaDemandsJustice https://t.co/305cC8OrMm
— Chandra Moger (@Cm_hjs) September 2, 2022
અહેવાલો અનુસાર આ સંસ્થા બિન-મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કરીને તેમને ઈસ્લામમાં પરિવર્તિત કરવાના હેતુથી કામ કરે છે. આ સંગઠન સાથે જોડાયેલા લોકો સરહદી વિસ્તારમાં સક્રિય છે. દૈનિક ભાસ્કરના એક રીપોર્ટ અનુસાર આ ઘટના પ્રકાશમાં આવ્યાં બાદ દુમકાના ડંગાલપાડા, સાનીડંગાલ, ઝરુવાડીહ, અને બંદરજોડી ખાતે એવી ઘણી યુવતીઓ મળી આવી જેમની વ્યથા સાંભળવા વાળું કોઈ જ નથી. આ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી અને ફોસલાવીને નિકાહ કરીને ધર્માંતરણ કરાવી દેવામાં આવ્યું છે. આ પ્રકારની જ પરિસ્થિતિઓ પાકુડ, ગોડ્ડા, સાહેબગંજ, અને જામતાડામાં પણ નિર્માણ પામી છે. આ રીતે દુમકા હત્યાકાંડમાં બાંગ્લાદેશી સંગઠનનો હાથ હોવાની વાત અવગણી શકાય તેમ નથી.
બાંગ્લાદેશથી સાંતાલમાં ઝડપી ઘૂસણખોરી
એક મીડિયા અહેવાલ અનુસાર અગાઉ રાજ્યના ગૃહ વિભાગે રિપોર્ટ આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે સાંતાલ પરગણાના સાહિબગંજ અને પાકુરમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરનારાઓને મતદાર આઈડી, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ પણ મળી ગયા છે. અહીં જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ અને પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા અને અંસાર-ઉલ-બાંગ્લા જેવા પ્રતિબંધિત સંગઠનોની પકડ વધી રહી છે. સાહિબગંજ, પાકુર સહિત અનેક જિલ્લાઓમાં JMB આતંકવાદીઓની ગતિવિધિઓ ચાલી રહી છે.
પ્રદેશના વસ્તીવિષયક આંકડા ઝડપથી બદલાઈ રહ્યા છે. પાકુરમાં મુસ્લિમ વસ્તી 2001માં 33.11 ટકા હતી, જે 2011માં વધીને 35.87 ટકા થઈ ગઈ. ગેરકાયદેસર વસાહતીઓના આ વિસ્તારોમાં હિંદુ આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે.
શું હતી આખી ઘટના?
ઝારખંડના દુમકામાં અંકિતા નામની એક સગીર વયની યુવતીને પડોશમાં રહેતા કટ્ટરવાદી મુસ્લિમ શાહરૂખે એકતરફી પ્રેમમાં પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. ગંભીર રીતે દાજી ગયેલી પીડિતાએ ત્રણ દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડયા છે. માસુમ સગીરાની હત્યા બાદ દુમકામાં ભારે તણાવ યુક્ત વાતાવરણ જોવા મળ્યું હતું. સ્થાનિક પ્રશાસને ધારા 144 લગાવીને સામુહિક એકત્રિકરણ પર પ્રતિબંધ પણ મુકવો પડ્યો હતો.