Saturday, October 5, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં પોલીસે હિંદુ યુવકની 'ઇશનિંદા' માટે કરી ધરપકડ: પાર્થને ટોળાને સોંપવાની માંગ...

    બાંગ્લાદેશમાં પોલીસે હિંદુ યુવકની ‘ઇશનિંદા’ માટે કરી ધરપકડ: પાર્થને ટોળાને સોંપવાની માંગ સાથે મુસ્લિમોએ પોલીસ સ્ટેશન, આર્મી વાહન પર કર્યો હુમલો, ગત મહિને ઉત્સબને કર્યો હતો ઘાયલ

    આ ઘટનાની વાત ફેલાતાં જ સ્થળ પર મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. તથા હિંદુ છોકરાને તેમને સોંપવાની માગણી કરી હતી. 3000-5000 લોકોના ટોળાએ કાર્યાલયને ઘેરી લીધું હતું અને તાત્કાલિક ન્યાયની માંગ કરી હતી.

    - Advertisement -

    સોમવાર, 30 મી સપ્ટેમ્બરના રોજ કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ (Radical Islamist Mob) બાંગ્લાદેશમાં (Bangladesh Violence) ચિત્તાગોંગ જિલ્લાના પાટિયા પોલીસ સ્ટેશન પર ઘેરો ઘાલીને હુમલો કર્યો હતો. તથા એવી માગણી કરી હતી કે પોલીસ પ્રોફેટ મુહમ્મદનું ‘અપમાન’ (Blasphemy) કરવાના આરોપમાં પકડેલા એક હિંદુ યુવકને ટોળાને સોંપી દેય.

    બાંગ્લાદેશમાં ઘટેલી આ ઘટનામાં મુસ્લિમ ટોળામાં મોટે ભાગે સ્થાનિક મદરેસાના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. આ ટોળાએ લશ્કરના વાહનમાં સામાન્ય કપડામાં યુવાન છોકરાને જોઈને અને તેને હિંદુ પીડિત માનીને લશ્કરના વાહન પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સેનાનો એક અધિકારી ઘાયલ થયો હતો.

    પાર્થ બિસ્વાસ પિન્ટુ નામના 22 વર્ષીય હિંદુ યુવકની સોમવારે ‘ઇશનિંદા’ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલા જ કમરૂલ ઈસ્લામે પિન્ટુ પર ફેસબુક પર પ્રોફેટ મુહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    હિંદુ યુવકની ધરપકડની જાણ થતાં, કટ્ટરપંથી મુસ્લિમોનું ટોળું પાટિયા પોલીસ સ્ટેશનની બહાર ભેગું થયું હતું. ટોળાએ પાર્થ બિસ્વાસ પિન્ટુને સોંપવાની માંગણી કરી જેથી તેઓ ઉત્સબ મંડલની જેમ તેનું પણ લીન્ચિંગ કરી શકે.

    જોકે, પોલીસે તેમની માંગણી માનવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ મદરેસાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક મુસ્લિમોએ પોલીસ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં તોડફોડ કરી હતી. તેઓએ બાંગ્લાદેશ આર્મીની એક કાર પર પણ હુમલો કર્યો હતો અને આ હોબાળામાં એક અધિકારીને ઘાયલ કર્યો હતો.

    ટોળાની હિંસાના ડરામણા દ્રશ્યો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. તે હવે સામે આવ્યું છે કે મુસ્લિમ ટોળાએ કુલ 2 સૈન્ય વાહનો પર હુમલો કર્યો હતો. જોકે, તેઓ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ અને સેનાના જવાનોની મોટી ટીમ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય.

    હિન્દુ યુવક પાર્થ બિસ્વાસ પિન્ટુની ધરપકડ (ફોટો: OpIndia English)

    આ બાબત વિશે વાત કરતી વખતે, પાટિયા સર્કલના એસપી અરિફુલ ઈસ્લામે કહ્યું કે, “ફેસબુક પોસ્ટને કારણે પોલીસ સ્ટેશનની બહાર ભીડ એકઠી થઈ ગઈ. અમે વહેલી સવારે આરોપીની ધરપકડ કરી. કાયદાકીય પ્રક્રિયાને સમજ્યા વિના ટોળું ઉશ્કેરાયું હતું. બાદમાં વધારાની પોલીસ અને સૈન્ય દળોને તૈનાત કરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.”

    આ દરમિયાન હિંદુ યુવકને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ માટે તેના રિમાન્ડની માંગણી કરી હતી. ટોળા દ્વારા કરાયેલ હુમલામાં એક સૈન્ય અધિકારીને હાથમાં ઈજા થઈ હતી અને તેને પાટિયા ઉપજિલ્લા આરોગ્ય સંકુલના ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

    ઉત્સબ મંડલ પર હુમલો

    હાલમાં ઘટેલી ઘટના ગયા મહિને ઉત્સબ મંડલ નામના હિંદુ યુવક પર મુસ્લિમ ટોળા દ્વારા ‘ઇશનિંદા’નો આરોપ મૂક્યા બાદ તેના પર થયેલા હુમલાની યાદ અપાવે છે. ખુલનાની આઝમ ખાન ગવર્મેન્ટ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ તેને 4 સપ્ટેમ્બરની સાંજે ખુલના મેટ્રોપોલિટન ડેપ્યુટી કમિશનરની (દક્ષિણ) ઓફિસે લઈ ગયા હતા.

    આ ઘટનાની વાત ફેલાતાં જ સ્થળ પર મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. તથા હિંદુ છોકરાને તેમને સોંપવાની માગણી કરી હતી. 3000-5000 લોકોના ટોળાએ કાર્યાલયને ઘેરી લીધું હતું અને તાત્કાલિક ન્યાયની માંગ કરી હતી.

    ડેપ્યુટી પોલીસ કમિશનર તાઝુલે જણાવ્યું હતું કે પોલીસે ટોળાને ખાતરી આપી હતી કે ઉત્સબ સામે કેસ દાખલ કરવામાં આવશે અને તેમને કાયદાકીય માધ્યમથી ન્યાય અપાવવામાં આવશે. પરંતુ ટોળું સંમત ન થયું, અને તેના પર હુમલો કર્યો. હુમલામાં ઉત્સબને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને નેવીના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

    પોલીસ, સેના અને નૌકાદળના દળોની હાજરી હોવા છતાં, ટોળું ડીસીપી ઓફિસમાં ઘૂસવામાં સફળ થયું અને પોલીસ દ્વારા પકડાયેલા ઉત્સબ મંડલ પર હુમલો કર્યો. એવું માનવામાં આવે છે કે ક્રૂર હુમલા પછી તેનું મૃત્યુ થયું હતું. જોકે, ISPRએ બાદમાં પુષ્ટિ કરી હતી કે મંડલ જીવિત છે અને ખતરાની બહાર છે.

    બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો

    બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શેખ હસીનાની હકાલપટ્ટી પછી હિંદુ મંદિરો, દુકાનો અને વ્યવસાયો પર ઓછામાં ઓછા 205 હુમલા થયા છે. OpIndia એ અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે ઉત્સબ મંડલ નામના હિંદુ છોકરાને ખુલના શહેરના સોનાડાંગા રહેણાંક વિસ્તારમાં ‘ઇશનિંદા’ના આરોપમાં મુસ્લિમ ટોળાએ તેનું લીન્ચિંગ કર્યું હતું.

    અમે અગાઉ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે મુસ્લિમ વિદ્યાર્થીઓએ 60 જેટલા હિંદુ શિક્ષકો, પ્રોફેસરો અને સરકારી અધિકારીઓને તેમના પદ પરથી રાજીનામું આપવા દબાણ કર્યું હતું. માનવાધિકાર કાર્યકર્તા અને દેશનિકાલ કરાયેલ બાંગ્લાદેશી બ્લોગર અસદ નૂરે તાજેતરમાં જ ઘટસ્ફોટ કર્યો છે કે લઘુમતી હિંદુ સમુદાયને હવે ‘જમાત-એ-ઈસ્લામી’માં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

    6ઠ્ઠી સપ્ટેમ્બરે બાંગ્લાદેશના ચટગાંવ શહેરમાં કદમ મુબારક વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિ લઈને નીકળેલા હિંદુ ભક્તોના સરઘસ પર હુમલો થયો હતો. આ ઉપરાંત બાંગ્લાદેશી કટ્ટરપંથીઓએ દુર્ગાપૂજાની રજાઓ રદ કરવા માંગ કરતા પ્રદર્શનો કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં