બાંગ્લાદેશમાં સત્તાવિરોધી આંદોલન (Bangladesh Violence) શેખ હસીનાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડવાની સાથે જ ખતમ થવું જોઈતું હતું. પરંતુ આખરે તે આંદોલને હિંદુવિરોધી રમખાણોનું ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. હિંદુ કાઉન્સિલર અને પત્રકારની હત્યા કરવામાં આવી, ISKCON અને કાળી માતાના મંદિરો સહિત અનેક હિંદુઓ પર પણ હુમલા કરવામાં આવ્યા અને ભયાનક જાનહાનિ પણ સર્જાઈ છે. બાંગ્લાદેશમાં ફેલાઈ રહેલી હિંદુવિરોધી હિંસા વચ્ચે ઇસ્લામી કટ્ટરપંથીઓએ જશૂર શહેરમાં એક હોટલમાં આગ લગાવી દીધી છે, જેમાં 24 લોકોએ જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. જે હોટલમાં આગ લગાવાઈ તેના માલિક શેખ હસીનાની પાર્ટીના એક નેતા હતા.
બાંગ્લાદેશી મીડિયા ‘ઢાકા ટ્રિબ્યુન’ના એક અહેવાલ અનુસાર, જશૂર (Jessore) શહેરના જબીર હોટેલમાં ઇસ્લામી હુમલાખોરોએ આગ લગાવી દીધી હતી. આ એક ફાઇવ સ્ટાર હોટેલ હતી. તેના માલિક આવામી લીગના નેતા શાહીન ચકલાદર છે. તેઓ જશૂરમાં પાર્ટીના મહાસચિવ પણ છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ હોટેલમાં ઘૂસ્યા અને પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી હતી. આ ઘટના સાંજના સમયે લગભગ 4 કલાકના આસપાસ બની હતી. ઇસ્લામી કટ્ટરપંથીઓએ હોટેલના નીચેના ભાગમાં ઘૂસી જઈને ભારે હોબાળો કર્યો હતો. તોડફોડની સાથે લૂંટપાટ પણ કરવામાં આવી હતી.
🇧🇩Islamist mobsters in Jashore of Bangladesh set fire to Zabeer hotel located in Southwestern Bangladesh. They have burned down a 5-star International Hotel.
— Culture War (@CultureWar2020) August 7, 2024
25 people killed and more than 150 hospitalized#Bangladesh #Jashore #BangladeshViolence #BangladeshCrisis https://t.co/TXXQ7936Bj pic.twitter.com/PQppSdNRpG
ત્યારબાદ કટ્ટરવાદીઓએ પેટ્રોલ છાંટીને હોટેલમાં આગ લગાવી દીધી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ દરમિયાન હોટેલમાં ઘણા લોકો હાજર હતા. હોટેલમાં આગ લાગવાને કારણે 24 લોકો જીવતા હોમાય ગયા હતા. સળગીને મરનારા લોકોમાં એક પીડિત ઇન્ડોનેશિયન નાગરિક પણ હતો. આ ઘટનાથી 150થી વધુ લોકો ગંભીર ઘાયલ થયા હતા. હાલ તે તમામ લોકોની સારવાર ચાલી રહી છે. આ સાથે જ બાંગ્લાદેશમાં હિંદુ મંદિરોને પણ સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
હિંદુ શરણાર્થીઓનો પહેલો સંઘ ભારત સરહદે, 205ને લવાયા દિલ્હી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ આજે આખી દુનિયા જોઈ રહી છે. જે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના અત્યાચારથી બચાવીને આ લોકોને નવો દેશ આપ્યો હતો, તે જ ઇન્દિરા ગાંધીની યાદમાં બનેલા મેમોરિયલને પણ બાંગ્લાદેશી મુસ્લિમોએ સળગાવી દીધું છે. હિંદુઓને શોધી-શોધીને મારવામાં આવી રહ્યા છે. હિંદુ મંદિરો પર સતત હુમલા ચાલુ છે, કટ્ટરવાદી જેહાદીઓના ‘વિદ્યાર્થી આંદોલન’માં હિંદુ દેવતાઓની પ્રતિમાઓ પણ તોડવામાં આવી રહી છે. ઢાકામાં રહેતા પ્રસિદ્ધ હિંદુ સંગીતકાર રાહુલ આનંદાના ઘરને પણ સળગાવી દેવામાં આવ્યું છે, તેમના હજારો સંગીત વાદ્યો પણ તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત હુમલો પણ કર્યો છે. હિંદુઓને પોતાના જ ઘરમાંથી કાઢીને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ પ્રતાડિત હિંદુ શરણાર્થીઓનો પહેલો સંઘ ભારતીય સરહદ પર પહોંચી ગયો છે.
પૉલેન્ડના મીડિયા સંસ્થાન ‘Visegrad 24’એ તેનો એક વિડીયો પણ શેર કર્યો છે. મીડિયા સંસ્થાને વિડીયો પોસ્ટ કરીને લખ્યું છે કે, “બાંગ્લાદેશથી પહેલા હિંદુ શરણાર્થીઓ ઉત્તરી બાંગ્લાદેશમાં ભારતની સરહદ પર પહોંચ્યા. ઇસ્લામવાદીઓ દ્વારા હિંસાથી પ્રભાવિત હજારો હિંદુઓને પોતાના ગામોમાંથી ભગડવામાં આવ્યા બાદ તેઓ ભારત તરફ આગળ વધી રહ્યા છે.” ISKCONના પ્રવક્તા રાધારમણ દાસે પણ હિંદુઓને લઈને અવાજ ઉઠાવ્યો છે. લેફ્ટ-લિબરલો અને દુનિયાના કટ્ટરપંથી ઇસ્લામીઓના અઢળક પ્રયાસો છતાં પણ સત્ય આખી દુનિયાની સામે આવીને ઊભું રહી ગયું છે.
BREAKING:
— Visegrád 24 (@visegrad24) August 6, 2024
The first Hindu refugees from Bangladesh reach the border with India in northern Bangladesh.
Thousands of Hindus are heading toward India after Islamists force them out of their villages in a campaign of violence on a scale Bangladeshi Hindus haven’t seen since 1971 pic.twitter.com/hhTFvZl4fx
આ સાથે જ જાણવા મળી રહ્યું છે કે, ભારત સરકાર દ્વારા બુધવારે (7 ઑગસ્ટ) સવારે 205 લોકોને બાંગ્લાદેશમાંથી દિલ્હી લવાયા છે. એર ઇન્ડિયાએ ઢાકાથી એક વિશેષ પ્લેનનું સંચાલન કર્યું હતું, જેમાં 6 બાળકો સહિત 205 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. આ અંગે જાણકારી આપતા એક અધિકારીએ કહ્યું છે કે, A321 નિયો વિમાનથી સંચાલિત આ ચાર્ટર્ડ પ્લેન મંગળવારે રાત્રે ઢાકાથી રવાના થયું હતું. આ વિમાન દ્વારા 6 બાળકો સહિત 205 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. એર ઇન્ડિયાએ ઢાકામાં એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રકચર જેવા અનેક પડકારોનો સામનો કર્યો હતો, તેમ છતાં ઘણા ઓછા સમયમાં વિશેષ ઑપરેશનથી લોકોને ભારત લવાયા છે.
નોંધનીય છે કે, નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમણે મંગળવારે સરકારનું નેતૃત્વ કરવા માટેની પોતાની તૈયારી દર્શાવી છે. હાલ તેઓ પેરિસમાં રહે છે. શેખ હસીનાએ દેશ છોડી દીધો હોવા છતાં બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. હવે હિંસા વધુ થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે અને હિંદુઓ પર વારંવાર હુમલા કરીને હત્યા કરવામાં આવી રહી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.