જોધપુરમાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મનું સ્ટેટસ પોસ્ટ કરવા પર એક યુવક સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. તેમજ યુવકનું ગળું કાપી નાખવાની ધમકી આપી હતી. હુમલાનો ભોગ બનેલો યુવાન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સાથે સંકળાયેલો છે. VHP અને બજરંગ દળના કાર્યકરોએ રવિવારે બપોરે ઉદય મંદિર પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો. VHP કાર્યકરોએ હુમલામાં સામેલ લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી.
દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર પીડિત અભિષેક રાજુ સરગરાએ જણાવ્યું કે તે શુક્રવારે સિનેમા હોલમાં કેરાલા સ્ટોરી ફિલ્મ જોઈને આવ્યો હતો. તેણે પોતાના વોટ્સએપ પર ફિલ્મના પોસ્ટરને લઈને એક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે ‘આ ફિલ્મ ઘણી સારી છે. વિશ્વની તમામ છોકરીઓ માટે આ જોવાનું આવશ્યક છે. જેથી છોકરીઓ ધર્મ પરિવર્તન ટાળે અને સુરક્ષિત રહે.’
અભિષેકે જણાવ્યું એ મુજબ તે શનિવારે રાત્રે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે પોતાના ઘરે જઈ રહ્યો હતો. જ્યારે કાલી ટાંકી પાસે મુખ્ય માર્ગ પર મેરતી ગેટ પહોચ્યો ત્યારે પિન્ટુ, અમન અને અલીએ રસ્તો બ્લોક કર્યો હતો. તેને કહ્યું કે “તે કેરાલા સ્ટોરી પર શું સ્ટેટસ મૂક્યું છે? તું અમારા ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.”
જે બાદ અભિષેકે તેમને પોતાનો ફોન બંતાવ્યો કે તેણે કોઈના ધર્મ માટે કાઇ પણ અપમાનજનક નથી લખ્યું. તો એ લોકોએ વોટ્સએપમાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મનું સ્ટેટસ જોઈને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. સાથે જ ગળું કાપવાની શંકી પણ આપી હતી.
યુવકે કહ્યું કે તેના સ્ટેટસમાં આવું કંઈ નથી. તેનો ઈરાદો કોઈ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેના સ્ટેટસમાં એક જ વાત લખવામાં આવી હતી કે દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ.
વીએચપી અને બજરંગ દળે પોલીસ સ્ટેશનમાં કર્યો હંગામો
ઘટના પછી, VHP અને બજરંગ દળ સાથે સંકળાયેલા કાર્યકરો રવિવારે બપોરે ઉદય મંદિર પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા અને પોલીસને આરોપીઓની ધરપકડ કરવા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
VHP કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે મૂવી જોવી એ કોઈપણ વ્યક્તિનો અધિકાર છે અને સ્ટેટસ પોસ્ટ કરવા માટે લોકોને માર મારવો તે વ્યાજબી નથી.
યુવક સાથે ઉદય મંદિર પોલીસ સ્ટેશન પહોંચેલા VHPના જિલ્લા મંત્રી (પૂર્વ) જિતેન્દ્ર શર્માએ કહ્યું- “અમારા એક મિત્રને કોઈ કામના બહાને ઘરની બહાર બોલાવ્યો અને મારપીટ કરી. તે કોઈક રીતે ભાગીને પોતાના ઘરે દોડી ગયો હતો. યુવકે સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. આ કેરાલા સ્ટોરી ફિલ્મનું સ્ટેટસ હતું. સ્ટેટસમાં કોઈપણ જાતિ ધર્મ વિશે વાંધાજનક કંઈ નહોતું. આવા લોકોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.”
ACP દેરાવર સિંહે જણાવ્યું કે, “આજે એક યુવકે રસ્તામાં રોકીને હુમલો કરવા બદલ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવકે ફિલ્મનું સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. કેસ નોંધી તપાસ હાથ ધરી છે. પીડિત યુવક કપડાની દુકાનમાં સેલ્સમેન છે.”