Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમઅમદાવાદમાં આઝમખાન પઠાણ અને કૈફખાન પઠાણની 49 લાખના MD ડ્રગ સાથે ધરપકડ:...

    અમદાવાદમાં આઝમખાન પઠાણ અને કૈફખાન પઠાણની 49 લાખના MD ડ્રગ સાથે ધરપકડ: આ પહેલા મોહમ્મદ તોફીક અને મોહમ્મદ સુફિયન પણ પકડાયા હતા

    હાલમાં પોલીસ આરોપીઓની પુછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ ઉત્તર પ્રદેશથી છેક અમદાવાદ સુધી આ ડ્રગ્સ કઈ રીતે લાવતા હતા અને આ કેટલા સમયથી ચાલી રહ્યું હતું.

    - Advertisement -

    ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા અમુક વર્ષોમાં MD ડ્રગ્સનું વેચાણ ખુબ વધી રહ્યું છે. વારંવાર પોલીસ દ્વારા આવા ડ્રગ્સ વેચી રહેલા આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ડ્રગ્સનો કબજો લેવામાં આવે છે. હવે અમદાવાદના અસલાલીમાં 2 ડ્રગ્સ પેડલર પાસેથી 49 લાખનું ડ્રગ્સ પકડવાનો કિસ્સો સામે આવ્યો છે.

    ન્યુઝ18ના અહેવાલ મુજબ અસલાલી હાથીજણ રોડ પરથી ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા છે. પકડાયેલા શખ્સમાં એક રાજ્ય બહારના શખ્સનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે.

    ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના અસલાલી વિસ્તારમાંથી 495 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં રખિયાલના આઝમખાન પઠાણ અને યુપીના કૈફખાન પઠાણની ધરપકડ થઇ છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો યુપીના આઝાદ નામના શખ્સ પાસેથી લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ ડ્રગ્સ લઈને તેનું છૂટ્ટક વેચાણ કરી રહ્યા હતા.

    - Advertisement -

    500 ગ્રામ ડ્રગ, કિંમત 49 લાખ

    ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આ બંને આરોપીઓ પાસેથી 500 ગ્રામ (495 ગ્રામ) ડ્રગ્સ પકડાયું છે, જેની કિંમત 49 લાખ જેટલી થાય છે. MD ડ્રગ્સનું આ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચે પાર પડ્યું હતું.

    હાલમાં પોલીસ આરોપીઓની પુછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ ઉત્તર પ્રદેશથી છેક અમદાવાદ સુધી આ ડ્રગ્સ કઈ રીતે લાવતા હતા અને આ કેટલા સમયથી ચાલી રહ્યું હતું.

    SOGએ કરી હતી મોહમ્મદ તોફીક અને મોહમ્મદ સુફિયાનની ધરપકડ

    નોંધનીય છે કે માત્ર 4 દિવસ પહેલા અમદાવાદ SOGએ બાતમીના આધારે અમદાવાદના ગુપ્તાનગર પાસેથી મોહમ્મદ તોફીક અને સુફિયાન નામના બે આરોપીઓની 5 લાખના 50 ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

    SOGને બાતમી મળી હતી કે બહારના રાજ્યોમાંથી ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આ ડ્રગ્સ ઘૂસાડવાનો કારસો ચાલી રહ્યો છે. ગુજરાત પોલીસ હવે આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

    વેલેન્ટાઈન ડે પર ક્રાઇમ બ્રાન્ચે વટવાથી 23 લાખના ડ્રગ્સ સાથે મહફુઝને પકડ્યો હતો

    14મી ફેબ્રુઆરીએ વટવામાં બાતમીદારે ક્રાઇમ બ્રાંચને ઈશારો કરતા શંકાસ્પદ યુવકને કોર્ડન કરી લીધો હતો અને તેનુ નામઠામ પૂછીને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. યુવકનુ નામ મહફુઝ ઉર્ફે મુન્ના હતુ અને તે વટવાનો રહેવાસી હતો. ક્રાઇમ બ્રાંચે મહફુઝની અંગઝડતી કરતા તેની પાસેથી વ્હાઇટ ચીકણો પદાર્થ મળી આવ્યો હતો.

    આ અંગે ક્રાઇમ બ્રાંચે તરત જ એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી જેથી એફએસએલની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને ચીકણા પદાર્થનું પરિક્ષણ કર્યુ હતું. ચીકણો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપતા ક્રાઇમ બ્રાંચે તરતજ મહફુઝની ધરપકડ કરી લીધી હતી.

    મહફુઝ પાસેથી 222.94 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે જેની કિંમત 22.29 લાખ રૂપિયા થાય છે. મહફુઝને ક્રાઇમ બ્રાંચની કચેરીમાં લાવવામાં આવ્યો હતો જ્યા તેની કડકાઈથી પૂછપરછ થઇ હતી જેમાં તેણે કબુલાત કરી હતી કે એમડી ડ્રગ્સનો જથ્થો તે તેના મિત્ર ફિરોઝખાન અયુબખાન પઠાણ પાસેથી લાવ્યો હતો. પોલીસ હાલ ફિરોઝખાન પઠાણની શોધ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં