તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બુધવારે (25 સપ્ટેમ્બર 2024) સિંગલ જજ સામે નિંદનીય દલીલો કરવા બદલ શાહી ઈદગાહ પ્રબંધન સમિતિને (Shahi Idgah Committee) ફટકાર લગાવી અને તેને માફી માંગવા કહ્યું હતું. આ પછી દેશમાં જાણે ધમાસાણ મચી ગયું. મહારાષ્ટ્રના સંત રામગીરી મહારાજના તથાકથિત નિવેદનને લઈને કટ્ટરપંથી ટોળાને રસ્તા પર ઉતારી મુકવાના પ્રયત્નો તો ચાલી જ રહ્યા હતા, ત્યારે હવે વક્ફના નામે કરોડો મુસ્લિમોને દિલ્હી કુચ કરવા ઉશ્કેરવામાં આવી રહ્યા છે. કટ્ટરપંથી મૌલાના તૌકીરે જાહેરમાં મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ઔરંગાબાદનો (Aurangabad) હોવાનું સામે આવ્યું છે. એક મઝહબી સભામાં મૌલાના તૌકીર (Maulana Tauqeer) દેશના મુસ્લિમોને ઉશ્કેરતા જોવા મળી રહ્યા છે. તે કહી રહ્યો છે કે, “આપણે 20 કરોડ છીએ કે 30 કરોડ છીએ તે ચર્ચામાં નથી જઈ રહ્યો, પણ જેટલા પણ છીએ એના 1% પણ ઘરેથી નીકળી ગયા, દિલ્હી કૂચ કરીને જવાનું એલાન કર્યું… નરેન્દ્ર મોદી જ્યાં સુધી રાજુનામું નહીં આપે ત્યાં સુધી ધરણા ખતમ નહીં કરવામાં આવે. કહો બરાબર કે નહીં (તેના જવાબમાં હાજર મુસ્લિમો ઇન્શાહલ્લાહનો નારો લગાવે છે) તેની જ સરપરસ્તીમાં (નેતૃત્વમાં) આ બધી બેઈમાની થઇ રહી છે.”
નરેન્દ્ર મોદી મુસલમાનોના દુશ્મન, દેશ વેચી નાખ્યો, હવે વક્ફ પર નજર- મૌલાના તારિક
આ જ વિડીયોમાં તેણે આગળ કહ્યું છે કે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) દેશને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આગળ તે એમ પણ કહે છે કે વડાપ્રધાને આખો દેશ વેચી નાખ્યો. તેણે કહ્યું, “નરેદ્ર મોદીએ આખો દેશ વેચી નાખ્યો અને હવે તેની પાસે વેચવા કશું નથી બચ્યુ તો તેની નજર વક્ફ પર આવી ગઈ.” આનાથી આગળ તે વડાપ્રધાન મોદીને મુસ્લિમોના દુશ્મન હોવાનું ઉલ્લેખીને કહે છે કે, “નરેન્દ્ર મોદીથી અમને એના માટે નફરત નથી કે તે મુસલમાનોના દુશ્મન છે, પણ અમને નફરત એટલા માટે છે કે તે દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. જે વાતને સાચો મુસલમાન કોઈ કિંમત સહન ન કરી શકે.”
Even if 1% of us (Muslims) March towards Delhi, Modi will be forced to run away – In his speech over #WaqfBoardBill, Maulana Taukir openly incites Muslims for a civil war
— Mr Sinha (@MrSinha_) September 26, 2024
Hate speech anyone? Or its reserved for Hindus only? pic.twitter.com/vND7YkOiqJ
મુસ્લિમોને મોબ લીન્ચિંગ કરવા ઉશ્કેરણી
નોંધનીય છે કે મૌલાના તૌકીર આટલે જ નથી અટકતો, તેણે એક વાત એવી કરી કે જેનાથી દેશમાં હિંસા ફેલાઈ શકે. તેમણે મુસ્લિમ સમુદાયને મોબ લીન્ચિંગ કરવા માટે પણ ઉશ્કેર્યું. તેણે કહ્યું કે, “જો તમારા પર કોઈ હુમલો કરે, તો કશું ન કરી શકો, તો માત્ર એકને પકડી લો. બધા તમને મારતા રહે, તમે એ એક ને ત્યાં સુધી મારો કે જ્યાં સુધી તે મરી ન જાય.” (આ દરમિયાન હાજર મુસ્લિમો નારે-તકબીર, અલ્લાહુ અકબરના નારા પણ લગાવે છે.) તેમનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વર્તમાન સમયના કયા મુદ્દા જેને લઈને કટ્ટરપંથી મુસ્લિમો કરી રહ્યા છે હોબાળો
અહીં પ્રશ્ન ઉભો એ થાય કે આખરે દેશમાં આટલો અજંપા ભર્યો માહોલ છે શા માટે? અહીં સ્પષ્ટ છે કે જ્યારથી કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડ અધિનિયમમાં સંશોધન લાવવાની તૈયારી કરી છે ત્યારથી આ બધું શરૂ થયું છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના હિંદુ સંત રામગીરી મહારાજે બાંગ્લાદેશી હિંદુઓના હિતમાં જે વાત કરી, તેને મહોમ્મદ પૈગંબરના અપમાનમાં ખપાવીને હજારો મુસ્લિમોના ટોળા મુંબઈમાં રસ્તા પર ઉતરી આવ્યા. આટલું જ નહીં, પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા માટે જે રીતે માહોલ ઉભો કરવાનો પ્રયત્ન થયો અને અખા દેશમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ, તેવું જ કંઇક અહીંયા પણ થઈ રહ્યું છે. હિંદુ સંત વિરુદ્ધ સર તન સે જુદાના નારા લાગી રહ્યા છે. તેમને મોતની સજા ફટકારવાની માંગ કરવામાં આવી રહી છે. અહીં નોંધવું જોઈએ કે રામગીરી મહારાજે તમામ આરોપો નકારી દીધા છે અને પડકાર ફેંક્યો છે કે તેમનો વિડીયો કોર્ટમાં લઈ જઈ તેમાં ઈશનિંદા સાબિત કરી બતાવે તેઓ કોર્ટ કેસ લડવા તૈયાર છે.
બીજી તરફ દિલ્હીમાં જ તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે બુધવારે (25 સપ્ટેમ્બર 2024) સિંગલ જજ સામે નિંદનીય દલીલો કરવા બદલ શાહી ઈદગાહ પ્રબંધન સમિતિને ફટકાર લગાવી અને તેને માફી માંગવા કહ્યું. તો ત્યાં પણ હોબાળો કરી દેવામાં આવ્યો. કેસની સુનાવણી દરમિયાન કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચે વિવાદને સાંપ્રદાયિક રંગ આપવા બદલ મસ્જિદ સમિતિની ટીકા કરી હતી.
દિલ્હી મસ્જિદ વિવાદ બાદ પણ મુસ્લિમ કટ્ટરપંથીઓ હરકતમાં
વાસ્તવમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ને શાહી ઈદગાહ પાર્કમાં લક્ષ્મીબાઈની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, મસ્જિદ સમિતિએ આ જમીન પર પોતાનો દાવો કર્યો છે, જ્યારે બીજી તરફ કોર્ટે તેને DDAની જમીન જાહેર કરી છે. વક્ફના (Waqf Board) દાવા બાદ ત્યાં ઝાંસીની રાણીની પ્રતિમા લગાવવા મુદ્દે પણ મસ્જિદ સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો. સિંગલ જજે શહેરના સદર બજાર વિસ્તારમાં શાહી ઈદગાહ પાર્કની જગ્યાને DDAની જાહેર કરી હતી અને ‘ઝાંસીની રાણી’ની (Jhansi Ki Rani) પ્રતિમા સ્થાપિત કરવા વિરુદ્ધની ઈદગાહ સમિતિની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે મસ્જિદ કમિટીને આ ઘટનાને લઈને માફી માંગવા પણ કહ્યું છે અને સાથે જ રાણી લક્ષ્મીબાઈને રાષ્ટ્રીય નાયક પણ કહ્યા હતા.
તેના પર મસ્જિદ સમિતિએ કહ્યું હતું કે જો મસ્જિદ સમિતિના વકીલે દલીલ કરી હતી કે, શાહી ઈદગાહની સામે ઝાંસીની રાણીની પ્રતિમા સ્થાપિત કરવાથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. તેમણે કહ્યું કે, દિલ્હી લઘુમતી સમિતિએ યથાસ્થિતિનો આદેશ આપ્યો હતો. તેથી મૂર્તિની સ્થાપના કરી શકાતી નથી. તેમણે કહ્યું કે લઘુમતી સમિતિના આ આદેશને સિંગલ જજ સમક્ષ પડકારવામાં આવ્યો ન હતો. તેથી આ હુકમ હજુ પણ લાગુ રહેશે.