Monday, July 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગેરકાયદેસર મસ્જિદ હટાવવા પહોંચેલા અધિકારીઓ પર હુમલો: બુલડોઝર પર પણ...

    જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગેરકાયદેસર મસ્જિદ હટાવવા પહોંચેલા અધિકારીઓ પર હુમલો: બુલડોઝર પર પણ પથ્થરમારો, DSP સહિત 6 પોલીસકર્મીઓ ઘાયલ

    એકઠા થયેલા સ્થાનિકોએ અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે DSP રેન્કના એક પોલીસ અધિકારી સહિત 6 પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા. આ દરમિયાન મસ્જિદને હટાવવા માટે લાવવામાં આવેલા બુલડોઝરને પણ લોકોએ તોડી પાડ્યું હતું.

    - Advertisement -

    કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આવેલા કઠુઆ જિલ્લામાં સરકારી અધિકારીઓ પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, અહીં ગેરકાયદેસર મસ્જિદ તોડવા પહોંચેલી વહીવટીતંત્રની ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં એક DSP સહિત 6 પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા છે. માત્ર એટલું જ નહીં, પરંતુ કટ્ટરપંથી ટોળાંઓએ બુલડોઝર પણ તોડી પાડ્યું હતું. હિંસક ટોળાંને નિયંત્રણમાં લેવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પણ પડી હતી.

    માહિતી અનુસાર, આ ઘટના જમ્મુ-કાશ્મીરમાં સ્થિત કઠુઆ જિલ્લાના નાગરી તાલુકામાં આવેલા કલ્યાણપુર પાદરી વિસ્તારની છે. અહીં શનિવારે (29 જૂન 2024) સવારે સરકારી અધિકારીઓ ગેરકાયદેસર મસ્જિદ તોડી પાડવા માટે બુલડોઝર લઈને પહોંચ્યા હતા. તેમની સાથે સુરક્ષાદળોની ટીમો પણ હતી. સ્થાનિક વિસ્તારમાં મસ્જિદ તોડવાની વાતો આગની જેમ ફેલાઈ ગઈ હતી. જેના કારણે સ્થાનિકો ત્યાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોમાં ખાસ કરીને ગુજ્જર બકરવાલ સમુદાયના લોકો હોવાનું કહેવાય છે.

    એકઠા થયેલા સ્થાનિકોએ અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે DSP રેન્કના એક પોલીસ અધિકારી સહિત 6 પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા. આ દરમિયાન મસ્જિદને હટાવવા માટે લાવવામાં આવેલા બુલડોઝરને પણ લોકોએ તોડી પાડ્યું હતું. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા છે.

    - Advertisement -

    જાણવા મળી રહ્યું છે કે, તે મસ્જિદ સરકારી જમીન પર બનાવવામાં આવેલી છે. અતિક્રમણ વિરોધી અભિયાનમાં સામેલ એક અધિકારીએ આ ઘટના વિશે જાણકારી પણ આપી હતી. તેમણે કહ્યું કે, “જ્યારે અમે અમારું અભિયાન શરૂ કર્યું, તો એક ‘વિશેષ સમુદાય’ના લોકોએ અમારા પર હુમલો કરી દીધો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ચેતવણી તરીકે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.” આ ઘટનામાં ઘાયલ થયેલા અધિકારીઓને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલ ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.

    તે વિસ્તારમાં માહોલ તણાવપૂર્ણ છે. તેથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, “અતિરિક્ત પોલીસદળોને તૈનાત કરવાનો હેતુ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવાનો અને તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.” અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, “અધિકારીઓ આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખીને આ મુદ્દાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં