Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆખરે અતિક અહમદ જીવતો ઉત્તર પ્રદેશ પહોંચ્યો: 1300 કિલોમીટરની સફર કાપીને પ્રયાગરાજ...

    આખરે અતિક અહમદ જીવતો ઉત્તર પ્રદેશ પહોંચ્યો: 1300 કિલોમીટરની સફર કાપીને પ્રયાગરાજ પહોંચી યુપી પોલીસ, નૈની સેન્ટ્રલ જેલમાં લઇ જવાયો

    તેની સાથે તેના ભાઈ અશરફને પણ આ જ જેલમાં રાખવામાં આવશે. અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. 

    - Advertisement -

    માફિયા-ગેંગસ્ટર અતિક અહમદ (Atiq Ahmed) આખરે જીવિત હાલતમાં ઉત્તર પ્રદેશ પહોંચી ગયો છે. ગઈકાલે સાંજે યુપી પોલીસ તેને લઈને અમદાવાદથી નીકળી હતી. 1300 કિલોમીટરની સફર પૂરી કરીને અતિક અહમદનો કાફલો પ્રયાગરાજ પહોંચ્યો હતો. જ્યાં તેને નૈની સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યો છે.

    સોમવારે (27 માર્ચ, 2023) સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં યુપી પોલીસની ટીમ અતિક અહમદને લઈને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી હતી. અહીં તેને નૈની જેલમાં રાખવામાં આવશે. તેની સાથે તેના ભાઈ અશરફને પણ આ જ જેલમાં રાખવામાં આવશે. અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. 

    યુપી પોલીસ STFની એક ટીમ રવિવારે સવારે અમદાવાદ પહોંચી હતી. તેમણે સાબરમતી જેલમાં બંધ અતિક અહમદની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ ટ્રાન્સફર વોરન્ટ રજૂ કરીને તેને હિરાસતમાં લઇ લીધો હતો. જોકે, અતિક અહમદે એનકાઉન્ટરના ડરે યુપી પોલીસ સાથે જવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તે જેલમાં જ સુરક્ષિત છે. 

    - Advertisement -

    રવિવારે સાંજે અતિક અહમદને લઈને નીકળેલા કાફલાને ઉત્તર પ્રદેશ પહોંચતાં 24 કલાકનો સમય લાગ્યો હતો. આ કાફલો ગુજરાત અને ત્યાંથી રાજસ્થાન થઈને પસાર થયો હતો. આ દરમિયાન મીડિયાની ગાડીઓએ પણ સતત પીછો કર્યો હતો.

    અતિક અહમદને લઈને યુપી પોલીસની ગાડીઓ આવી રહી હતી ત્યારે શિવપુરી ખાતે અચાનક અતિકની ગાડી સાથે એક ગાય ટકરાઈ હતી, જેના કારણે ગાડી પલટતાં-પલટતાં રહી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં ગાયનું મૃત્યુ થયું હતું. તે સિવાય કાફલામાં કોઈને કંઈ નુકસાન પહોંચ્યું ન હતું અને થોડી વાર પછી ગાડીઓ આગળ વધી હતી. 

    વાસ્તવમાં, મંગળવારે (28 માર્ચ, 2023) પ્રયાગરાજની કોર્ટ એક અપહરણના કેસમાં ચુકાદો આપવા જઈ રહી છે, જેમાં અતિક અહમદ પણ આરોપી છે. જેના કારણે તેને કોર્ટમાં રજૂ કરવાનો હોઈ પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. આ કેસ ઉમેશ પાલના અપહરણ મામલેનો છે, જેમની તાજેતરમાં હત્યા કરી નાંખવામાં આવી હતી અને જેમાં પણ અતિક અહમદનું નામ સામે આવ્યું હતું. 

    ફેબ્રુઆરી, 2006માં અતિક અહમદે રાજુ પાલ હત્યાકાંડના સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરાવી લીધું હતું અને તેની એક ઓફિસમાં લઇ જઈને આખી રાત મારપીટ કરીને એક લેખિત સોગંદનામા પર હસ્તાક્ષર કરાવી લીધા હતા. બીજા દિવસે અતિકના માણસોએ ઉમેશ પાલને કોર્ટમાં રજૂ કરીને જુબાની અપાવી હતી. ઉમેશ પાલે એવું નિવેદન આપ્યું હતું કે તે સ્થળ પર હાજર ન હતા કે ન તેમણે કોઈને જોયા હતા. જોકે, બહુજન સમાજવાદી પાર્ટીની સરકાર આવતાં જ 2007માં ઉમેશ પાલે અતિક અહમદ અને તેના ગુંડાઓ વિરુદ્ધ એક પોલીસ સ્ટેશને અપહરણનો કેસ દાખલ કરાવ્યો હતો. આ કેસમાં મંગળવારે ચુકાદો આવનાર છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં