Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતિક અહમદનો યુપી પોલીસ સાથે જવાનો ઈનકાર, કહ્યું- હું જેલમાં સુરક્ષિત છું:...

    અતિક અહમદનો યુપી પોલીસ સાથે જવાનો ઈનકાર, કહ્યું- હું જેલમાં સુરક્ષિત છું: અખિલેશ યાદવનો ‘ગાડી પલટવા’ તરફ ઈશારો, મંત્રીએ કહ્યું- અસંતુલન સર્જાય તો પલટી પણ શકે

    અતિક અહમદને લઇ જવા માટે ઉત્તર પ્રદેશ પોલીસના 30થી વધુ જવાનો અને અધિકારીઓની એક ટીમ સવારે સાબરમતી જેલ પહોંચી હતી.

    - Advertisement -

    અમદાવાદની સાબરમતી જેલમાં બંધ માફિયા અતિક અહમદને લેવા માટે આજે ઉત્તર પ્રદેશ પોલીસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની એક ટીમ ગુજરાત પહોંચી હતી. હાલ જેલમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે પૂર્ણ થયા બાદ તેને લઈને યુપી માટે પોલીસ રવાના થશે. બીજી તરફ, અતિક અહમદને ડર લાગી રહ્યો છે. તેણે પોલીસ સાથે જવાનો ઈનકાર કરી દીધો છે.

    એક રિપોર્ટ અનુસાર, અતિક અહમદ યુપી પોલીસ સાથે જવા માટે તૈયાર નથી. તેણે સાબરમતી જેલમાં પોતે સુરક્ષિત હોવાનું કહીને યુપી જવા માટે ઈનકાર કરી દીધો છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને આ બાબત વિશે જાણકારી આપવામાં આવી છે. 

    અતિક અહમદને લઇ જવા માટે ઉત્તર પ્રદેશ પોલીસના 30થી વધુ જવાનો અને અધિકારીઓની એક ટીમ સવારે સાબરમતી જેલ પહોંચી હતી. તેમણે અહીં અતિકનું ટ્રાન્સફર વોરન્ટ રજૂ કરીને અન્ય જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી હતી. ઉપરાંત, અમદાવાદથી રવાના થવા પહેલાં અતિક અહમદનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે.

    - Advertisement -

    કાફલામાં બે આઇશર પ્રિઝનર વાન અને 2 બોલેરો કાર સામેલ છે. આ મુસાફરી પૂરી કરતાં 36 કલાકનો સમય લાગશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. તેઓ મધ્ય પ્રદેશના ઝાંસી થઈને ઉત્તર પ્રદેશ જશે. 

    અપહરણના એક કેસમાં ચુકાદો આવનાર છે 

    ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું કે 28 માર્ચે અપહરણના એક કેસમાં અતિક અહમદ સહિતના આરોપીઓને રજૂ કરવામાં આવનાર હોઈ તેને પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્માએ જણાવ્યું કે, અપહરણના એક કેસમાં કોર્ટે ચુકાદાની તારીખ 28 માર્ચ નક્કી કરી છે. કોર્ટના આદેશ મુજબ આરોપીઓને જેલથી લાવીને રજૂ કરીને પરત જેલમાં મોકલવામાં આવે છે. આ જ પ્રક્રિયા હેઠળ આ કેસ સબંધિત તમામ આરોપીઓને કોર્ટ સામે રજૂ કરવામાં આવનાર છે. આદેશાનુસાર આ કેસના આરોપી માફિયા અતિક અહમદને નક્કી કરેલ તારીખે કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસની એક ટીમને સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવી છે. 

    યુપી પોલીસે વધુમાં જણાવ્યું કે માફિયા અતિક અહમદને હાઈ-સિક્યુરિટી બેરેકમાં આઇસોલેશનમાં રાખવામાં આવશે અને તેના સેલમાં સીસીટીવી પણ હશે. જેલના સ્ટાફને પણ બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે તેમજ પ્રયાગરાજ જેલ ઓફિસ અને જેલહેડ ક્વાર્ટર રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. 

    અખિલેશ યાદવે કહ્યું- મુખ્યમંત્રીએ કહી રાખ્યું હશે કે ગાડી ક્યાં પલટશે

    એક તરફ અતિક અહમદને યુપી લાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ગાડી પલટવાની ચર્ચા પણ શરૂ થઇ ગઈ છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા અખિલેશ યાદવે પણ એક નિવેદન આપ્યું છે. તેમણે યુપી સરકારના એક નિવેદન પર કહ્યું કે, મુખ્યમંત્રીએ તેમને કહી રાખ્યું હશે કે ગાડી ક્યાં અને કઈ રીતે પલટશે, જેથી તેઓ આવું નિવેદન આપી રહ્યા છે. 

    અખિલેશના નિવેદન બાદ યોગી સરકારના મંત્રી જેપીએસ રાઠોડે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, જ્યાં સુધી ગાડી પલટવાનો સવાલ છે તો મેં માત્ર એટલું કહ્યું કે પોલીસના હાથે પકડાયા બાદ ગુનેગારે ગાડીમાં શાંતિથી બેસવું જોઈએ, તો જ તે જેલમાં સુરક્ષિત રીતે પહોંચી શકે. જો તે ગાડીમાંથી ભાગવા જાય તો અસંતુલન થઇ જાય અને ગાડી પલટી પણ શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં