સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓ અંગે અભદ્ર ટિપ્પણી (Abuse Hindu God) કરવાના અને તેમનું અપમાન કરવાના ઘણા મામલા સામે આવ્યા છે. ત્યારે તાજેતરમાં જ એક આવો જ મામલો સામે આવ્યો હતો. જેમાં હીબા કે હબીબા ખાતૂન (Habiba Khatoon) નામક ઇસ્લામિક કટ્ટરપંથી મહિલાએ હિંદુઓના દેવીઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જોકે આ પહેલાં પણ તે હિંદુઓ પ્રત્યે ઘૃણા ફેલાવતી પોસ્ટ કરેલી હતી. તેણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટનો ભારે વિરોધ થયો અને તેની ધરપકડ કરવા માટેની માંગ ઉઠી હતી.
તેણે કરેલી કમેન્ટ્સ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વાયરલ સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે હીબા ખાતૂને કોમેન્ટમાં મા કાલી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે લખ્યું હતું- ‘કાલી અને દુર્ગા નગ્ન છે, તેનો અર્થ એ છે કે તે નગ્ન જ રહેવા માંગે છે.’
Dear @cacharpolice @assampolice
— Aruhi Rathod (@aruhirathod200) May 31, 2025
A woman named "Hiba" allegedly made vulgar comments on Hindu deities on Instagram, hurting religious sentiments.
Please take immediate action.
Cc: @himantabiswa ,@dccachar pic.twitter.com/GbyWlbyPXG
તેણે આગળ લખ્યું હતું કે, “અમારે કોઈના ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. અમે સામેથી કોઈને ગાળો નથી આપતા, પરંતુ જો તમે અમને છેડશો તો અમે ચોક્કસ જવાબ આપીશું.”
આ પોસ્ટને લઈને અન્ય એક યુઝરે પોલીસને હીબાની ધરપકડની માંગ કરતા લખ્યું હતું કે, “‘હિબા’ નામની એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ છે, જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાય છે. કૃપા કરીને તાત્કાલિક પગલાં લો.” આ પોસ્ટમાં CM હિમંતા બિસ્વા સરમાને પણ ટેગ કરવામાં આવ્યા હતા.
A video recently emerged on social media in which Habiba Khatun of Tukergram, Silchar, was seen making derogatory & indecent remarks against Goddess Maa Kali, prompting arrested her & forwarded to the Hon’ble Court.@himantabiswa @HardiSpeaks @KangkanJSaikia @assampolice
— Cachar Police (@cacharpolice) June 1, 2025
તેના સ્ક્રીનશોટ વાયરલ થયા પછી, કછાર પોલીસે તેની ધરપકડ કરી હતી. કછાર પોલીસે 1 જૂને પોસ્ટ કર્યું હતું કે, “હીબા ખાતુનની ધરપકડ કરવામાં આવી છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.” પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વિડીયો આવ્યો હતો જેમાં સિલચરના ટુકેગ્રામની હીબા ખાતુન મા કાલી પર અશ્લીલ ટિપ્પણી કરતી જોવા મળી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ હીબા વિરુદ્ધ ફરિયાદ નોંધાતાની સાથે જ તેની એક પોસ્ટ આવી જેમાં તેણે લખ્યું હતું કે – “આજથી હું ભડકાઉ વિડીયો અને હિંદુઓ અને મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવતી કોઈપણ કન્ટેન્ટ બનાવીશ નહીં અને આવી બાબતો પર ટિપ્પણી પણ નહીં કરું.” આ ઉપરાંત, 19 હજાર ફોલોઅર્સ ધરાવતી હીબાની બધી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દેવામાં આવી છે.
આવા કિસ્સાઓ પહેલાં પણ ઘણી વખત સામે આવ્યા છે. થોડા સમય પહેલા, પ્રિયંકા પોલ, જે પોતાને નારીવાદી માને છે, તેનું આઈડી વાયરલ થયું હતું જેમાં તેણે માત્ર હિંદુઓ વિશે જ નહીં પરંતુ હિંદુ દેવી-દેવતાઓ વિશે પણ અશ્લીલ વાતો કહી હતી. પોસ્ટ વાયરલ થયા બાદ, તેની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.