Thursday, October 31, 2024
More
    હોમપેજરાજકારણ‘રાહુલ ગાંધીના સુરક્ષાકર્મીના ઇશારે કોંગ્રેસમાં અપાય છે પદ’: કોંગ્રેસની જ નજીકના 'પત્રકાર'નો...

    ‘રાહુલ ગાંધીના સુરક્ષાકર્મીના ઇશારે કોંગ્રેસમાં અપાય છે પદ’: કોંગ્રેસની જ નજીકના ‘પત્રકાર’નો સ્ફોટક દાવો, કેસી વેણુગોપાલ પર લગાવ્યા ‘મહિલા મિત્રો’ને ટિકિટ અપાવવાના આરોપ

    એક વિડીયોમાં તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીની સિક્યુરિટી જોતા 'બૈજુ'ના ઈશારે કોંગ્રેસ પાર્ટી હોદ્દાઓ અને પદની લ્હાણી કરે છે. અન્ય એક વિડીયો એવો છે, કે જેમાં એક પત્રકારને આપેલા સાક્ષાત્કારમાં તેઓ કોંગ્રેસના જ એક મોટા નેતા પર 'ઐયાશી'નો આરોપ લગાવી રહ્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસ પ્રત્યેના પોતાના ઝુકાવ માટે જાણીતા ‘પત્રકાર’ અને રાજકીય વિશ્લેષક અશોક વાનખેડેના (Ashok Wankhede) અમુક વિડીયો છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેણે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. વિડીયોમાં તેઓ હરિયાણામાં કોંગ્રેસની (Congress) કારમી હારથી વ્યથિત હોય તેમ જણાય રહ્યું છે. આ વિડીયો યુ-ટ્યુબ ચેનલો ચલાવતા અમુક તેમની જ વિચારધારાના પત્રકારો સાથેની વાતચીતના છે, જેમાં તેઓ કોંગ્રેસ નેતૃત્વને દોષ આપતા નજરે પડે છે. વિશેષ કરીને કેસી વેણુગોપાલ (KC Venugopal) વિશે કરેલી તેમની ટિપ્પણીઓ ચર્ચાનો વિષય બની છે.

    મહત્વનું છે કે તેમના આ વિડીયોમાં તેઓ કોંગ્રસ પાર્ટીના નેતૃત્વ પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. એક વિડીયોમાં તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીની સિક્યુરિટી જોતા ‘બૈજુ’ના ઈશારે કોંગ્રેસ પાર્ટી હોદ્દાઓ અને પદની લ્હાણી કરે છે. અન્ય એક વિડીયો એવો છે, કે જેમાં એક પત્રકારને આપેલા સાક્ષાત્કારમાં તેઓ કોંગ્રેસના જ એક મોટા નેતા પર ‘ઐયાશી’નો આરોપ લગાવી રહ્યા છે. તેમના આ વિડીયો સામે આવ્યા બાદથી જ સોશિયલ મીડિયામાં ચર્ચાઓનો નવો દોર ચાલુ થયો છે.

    રાહુલ ગાંધીના સુરક્ષાકર્મી પાર્ટીના કર્તાહર્તા; વાનખેડે

    તાજેતરમાં જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, તેમાં વાનખેડે કોંગ્રેસ પ્રત્યે ખૂબ જ આક્રોશિત જણાઈ રહ્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે રાહુલ ગાંધીના સુરક્ષાકર્મી નક્કી કરે છે કે પાર્ટીમાં કઈ વ્યક્તિની નિયુક્તિ કરવાની છે. ભાજપ નેતા શલભમણિ ત્રિપાઠીએ એક વિડીયો ક્લિપ શૅર કરી છે, જેમાં વાનખેડે પત્રકારને કહેતા સંભળાય છે કે, “ભાજપ જુઓ, ભાજપમાં જો ઉમેદવાર હારવાનો હોય તો નરેન્દ્ર મોદીના નામ આપ્યા બાદ પણ અમિત શાહ ક્લિયર નહીં કરે. જો અમિત શાહ પણ ક્લિયર કરે તો લોકો કહેશે કે આ હારી રહ્યો છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ચિત્રા જીતી રહી હતી. ચૂંટણી પહેલાં જ સ્પષ્ટ હતું. શા માટે તેમની ટિકિટ કાપવાને લઈને ઈજ્જતનો ઈશ્યુ બનાવવામાં આવ્યો? જ્યારે આવા નેતા ઈશ્યુ ઉભો કરે ત્યારે હાઈકમાન્ડ પોતાની જ ચિંતા કેમ કરે છે?” તેઓ હરિયાણા ચૂંટણીની વાત કરી રહ્યા હતા.

    - Advertisement -

    આગળ તેઓ કહે છે, “તમે કહ્યું કે ભૂલ કોની છે? અહીં ભૂલ વેણુગોપાલની નથી, હુડ્ડા કે અન્ય કોઈની નહીં. અહીં ભૂલ માત્ર રાહુલ ગાંધીની છે. રાહુલ ગાંધી આ યુદ્ધ સેનાપતિ હતા. શું રાહુલ ગાંધીના નાક નીચે આ નહોતું થઈ રહ્યું? રાહુલ ગાંધીની સિક્યુરીટી જુએ છે, બૈજુ. સંગઠનમાં તેને પૂછીને નિર્ણય થશે? ટેકનિકલ કામ કરનાર નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે? જો એમ જ હોય તો તેને પાર્ટીનો પ્રેસિડેન્ટ બનાવી દેવો જોઈએ. ખડગેજીની જગ્યાએ મૂકી દેવા જોઈએ. તમારી જ પાર્ટી છે. હમણાં જ આ લોકોએ 70 લોકોને અપોઈન્ટ કર્યા. સંગઠનમાં કોને લેવાના હોય? જેને સંગઠન પ્રત્યે આસ્થા હોય, નહીં કે ટિકિટની લાલચ. 70માંથી હું 37 નામ આપી શકું છું કે જેઓ માત્ર ટિકિટની લાલચે જ આવ્યા છે.”

    કેસી વેણુગોપાલ પર લગાવ્યા હતા મહિલા મિત્રોને ટિકિટ આપવાના આરોપ

    નોંધવું જોઈએ કે અશોક વાનખેડેના વર્તમાનમાં 2 વિડીયો વાયરલ થઇ રહ્યા છે. પહેલા વિડીયોમાં તેમણે પાર્ટી પર મોટો આક્ષેપ તો કર્યો જ છે. આ સિવાય થોડા દિવસ અગાઉ તેમણે ‘પત્રકાર’ પ્રજ્ઞા મિશ્રાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કેસી વેણુગોપાલ પર ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે જે નિવેદન આપ્યું હતું તેને પૂર્વ કોંગ્રેસ નેત્રી રાધિકા ખેડાએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર મૂક્યું છે. તેમણે લખ્યું છે કે, “કોંગ્રેસની આ ગંદી હરકત માત્ર હરિયાણા સુધી સીમિત નથી, દરેક પ્રદેશમાં તે પ્રસરી ચૂકી છે. Casting Couch કોંગ્રેસની બેશરમ હકીકત છે, જે માત્ર એક નેતા સુધી સીમિત નથી રહી. આ દુષણ NSUI-IYC સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસ અંદરનો સડો અને નૈતિક પતન હવે ખૂલીને બહાર આવી રહ્યાં છે.”

    નોંધવું જોઈએ કે એક સમયે પ્રખર કોંગ્રેસી મહિલા નેતા અને ત્યારબાદ પાર્ટી દેનાર રાધિકાના આ લખાણ પાછળનું કારણ તેમણે શેર કરેલા વિડીયોમાં જ છે. જેમાં અશોક વાનખેડે કેસી વેણુગોપાલ પર આરોપ લગાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, “કેસી વેણુગોપાલ સંગઠનના જનરલ સેક્રેટરી છે, તેમણે તે સુદ્ધાં ન જોયું કે હરિયાણામાં સંગઠન ઠીક નથી. તેમને વધુ ચિંતા પોતાની મહિલા મિત્રોની હતી કે તેને કઈ રીતે ટિકિટ અપાવી શકાય… શું હરિયાણા પ્રદેશ તમારી ઐયાશીનો અડ્ડો બની ગયું છે?”

    નોંધવું જોઈએ કે આ પહેલાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ મહિલા MLAએ પણ જાહેરમાં આવું જ એક નિવેદન આપ્યું હતું. પોતાની ટિકિટ કપાવા પર શારદા રાઠોડે કહ્યું હતું કે, “મને નથી ખબર કે મારી ટિકિટ શા માટે કાપવામાં આવી, મને નથી ખબર કે મારો વાંક શું હતો. પણ કહેવાય છે ને, કે ચમડી અને દમડીમાં બહુ દમ હોય છે. મેં તો ઈમાનદારીની રાજનીતિ કરી હતી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં