Wednesday, April 24, 2024
More
    હોમપેજદેશઆફતાબે કરેલી શ્રદ્ધાની હત્યા કોંગ્રેસ નેતા અશોક ગેહલોત માટે ફક્ત ‘દુર્ઘટના’, કહ્યું-...

    આફતાબે કરેલી શ્રદ્ધાની હત્યા કોંગ્રેસ નેતા અશોક ગેહલોત માટે ફક્ત ‘દુર્ઘટના’, કહ્યું- એક ખાસ કોમને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે

    આ તો નામ આપી દેવામાં આવ્યાં છે. ‘જુમલા’ બનાવી દેવામાં આવ્યા છે. આ કોઈ નવી વાત નથી. સદીઓથી આંતરજાતીય, આંતર ધર્મમાં લગ્ન થાય જ છે: અશોક ગેહલોત

    - Advertisement -

    દિલ્હીમાં હિંદુ યુવતી શ્રદ્ધાની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ આમીન પૂનાવાલાએ હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ તેના 35 ટુકડા કરીને દરરોજ દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં ફેંકતો રહ્યો હતો. એક તરફ આ ઘટનાને લઈને આખા દેશમાં આક્રોશ છે ત્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસ આગેવાન અશોક ગેહલોત શ્રદ્ધાની હત્યાને ‘દુર્ઘટના’ ગણાવતા જોવા મળ્યા છે અને કહ્યું કે, એક ધર્મ અને કોમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. 

    ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન લવ જેહાદ વિશે પૂછવામાં આવતાં અશોક ગેહલોત કહે છે કે, “આ ઘટના (શ્રદ્ધાની હત્યા) દુર્ઘટના છે. આ તો નામ આપી દેવામાં આવ્યાં છે. ‘જુમલા’ બનાવી દેવામાં આવ્યા છે. આ કોઈ નવી વાત નથી. સદીઓથી આંતરજાતીય, આંતર ધર્મમાં લગ્ન થાય જ છે. પરંતુ એક કોમ અને ધર્મને ટાર્ગેટ બનાવી દેવામાં આવ્યા છે, જેના આધારે દેશમાં રાજનીતિ ચાલી રહી છે. જેનો ફાયદો તેમને મળી રહ્યો છે.” 

    આગળ અશોક ગેહલોત કહે છે કે, “ધર્મના નામે કે જાતિના નામે લોકો એકઠા કરવાના હોય, ટોળું એકઠું કરવાનું હોય તો ઘણું સરળ કામ છે. આગળ લગાવવાનું સરળ છે, બુઝાવવામાં સમય લાગે છે. ઇમારત બનાવવામાં સમય લાગે છે, પાડવામાં સમય નથી લાગતો.”

    - Advertisement -

    શ્રદ્ધા હત્યા કેસ 

    આફતાબ આમીન પૂનાવાલા નામના ઈસમે હિંદુ યુવતી શ્રદ્ધાને પહેલાં ગળું દબાવીને મારી નાંખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. જેને પાણી વડે ધોઈને સાફ કરીને ભરવા માટે એક ફ્રિજ પણ લાવ્યો હતો. ત્યારબાદ તે દરરોજ રાત્રે 2 વાગ્યે નીકળીને ટુકડાઓ નજીકમાં આવેલા જંગલ અને આસપાસના વિસ્તારોમાં ફેંકી આવતો હતો. 

    શ્રદ્ધા અને આફતાબ બંને એકલાં જ રહેતાં હતાં. ઘણા સમયથી યુવતીએ સંપર્ક ન કરતાં તેના પિતા તપાસ કરતા દિલ્હી આવી પહોંચ્યા હતા. જ્યાં પણ ફ્લેટ પર તાળું લાગેલું જોતાં તેમણે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. 

    આખરે છ મહિના બાદ પોલીસ આફતાબ સુધી પહોંચી શકી હતી અને સમગ્ર કેસની વિગતો બહાર આવી હતી. હાલ આફતાબ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 

    જેમ-જેમ આ કેસની તપાસ આગળ ચાલી રહી છે તેમ નવા અને ચોંકાવનારા ખુલાસા પણ થઇ રહ્યા છે. જેમાં આફતાબ શ્રદ્ધાની હત્યા બાદ પણ અનેક યુવતીઓને તેના ફ્લેટ પર લાવ્યો હોવાનું અને શ્રદ્ધા સાથે અગાઉ પણ મારપીટ કરી ચૂક્યો હોવા સહિત અનેક મોટા ખુલાસા થયા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં