Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રદ્ધાને બળજબરીથી નોનવેજ ખવડાવતો હતો આફતાબ, ના પાડવા પર કરતો હતો મારપીટ:...

    શ્રદ્ધાને બળજબરીથી નોનવેજ ખવડાવતો હતો આફતાબ, ના પાડવા પર કરતો હતો મારપીટ: પાડોશીએ કર્યો ખુલાસો, કહ્યું- ત્રણ વાર મદદ માંગવા માટે આવી હતી શ્રદ્ધા

    જ્યારે પણ આફતાબ શ્રદ્ધા સાથે મારપીટ કરતો ત્યારે તેના અમ્મી-અબ્બુ આવીને સમજાવતાં હતાં: પાડોશી

    - Advertisement -

    શ્રદ્ધા હત્યા કેસ મામલે જેમ-જેમ પોલીસ તપાસ ચાલી રહી છે તેમ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે આફતાબ શ્રદ્ધાને માંસ ખાવા માટે પણ દબાણ કરતો હતો અને તે ના પાડતી ત્યારે તેની સાથે મારપીટ કરતો હતો. આફતાબના પાડોશીએ આ બાબત જણાવી હતી. તેમણે કહ્યું કે, આફતાબે મારપીટ કર્યા બાદ શ્રદ્ધા તેમની મદદ માટે પણ આવી હતી. 

    શ્રદ્ધાના પાડોશી પૂનમ બિરલાએ મીડિયા ચેનલ ઇન્ડિયા ટૂડે સાથે વાત કરતાં કહ્યું કે, આફતાબે મારપીટ કર્યા બાદ શ્રદ્ધા તેમની પાસે આવી હતી અને આપવીતી જણાવી હતી. જોકે, આફતાબના અમ્મી-અબ્બુએ આવીને સમજાવતાં તે માની ગઈ હતી. 

    તેમણે કહ્યું કે, “તે આવી ત્યારે ડરેલી હતી અને રડી રહી હતી. લાગતું હતું કે કોઈએ તેને બહુ મારી હોય. મેં તેને પૂછ્યું કે શું થયું. તેને ઈજાઓ પહોંચી હતી. તે દિવસે નોનવેજ ખાવા માટે તેમનો ઝઘડો થયો હતો. તેણે જણાવ્યું કે, તે એક છોકરા સાથે લિવ-ઈનમાં રહે છે અને તેણે તેને મારી છે. તે કહેતી કે જ્યારે તેને ગુસ્સો આવે તો મને બહુ મારે છે અને બીજા દિવસે ઘરે જતો રહે છે અને ફરી બીજા દિવસે આવે છે.”

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું કે, “મેં તેને કહ્યું કે માત-પિતાને જણાવી દે અથવા મારી પાસે રહે. તેને પોલીસ ફરિયાદ કરવા માટે પણ સલાહ આપી હતી. પરંતુ તેણે તે દિવસે હા પાડી પરંતુ બીજા દિવસે ન આવી અને પછી કહ્યું કે આફતાબના અમ્મી-અબ્બુએ આવીને તેને સમજાવીને એક તક આપવા માટે કહ્યું છે. 

    પાડોશીએ જણાવ્યું કે, જ્યારે પણ આફતાબ શ્રદ્ધા સાથે મારપીટ કરતો ત્યારે તેના અમ્મી-અબ્બુ આવીને સમજાવતાં હતાં. શ્રદ્ધા તેમની પાસે મારપીટ બાદ ત્રણેય વખત આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

    બીજી તરફ, મીડિયા અહેવાલો જણાવે છે કે શ્રદ્ધા હત્યા કેસની તપાસ કરતી દિલ્હી પોલીસને જંગલમાંથી અલગ-અલગ 17 ટુકડા મળી ચૂક્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ હાડકાં માણસનાં હોવાનું તો સાબિત થઇ ચૂક્યું છે, પરંતુ તે શ્રદ્ધાના શરીરનાં જ છે કે કેમ તે એક મોટો પડકાર છે. જે માટે DNA ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. 

    પોલીસને એ પણ જાણકારી મળી છે કે આફતાબે છતરપુર એન્કલેવ સ્થિત તળાવમાં શ્રદ્ધાનું માથું ફેંક્યું હતું. હવે આ તળાવ ખાલી કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં