Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણAAP સુપ્રિમો કેજરીવાલે 'શીશમહેલ'માં પ્લમ્બિંગ માટે અરશદ-અહેમદ સહિતનાને આપ્યો હતો અધધ ₹29...

    AAP સુપ્રિમો કેજરીવાલે ‘શીશમહેલ’માં પ્લમ્બિંગ માટે અરશદ-અહેમદ સહિતનાને આપ્યો હતો અધધ ₹29 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ: RTIમાં થયો ખુલાસો

    આ પહેલાં પણ અરવિંદ કેજરીવાલ દ્વારા વર્ષ 2023ના એપ્રિલ મહિનામાં પોતાના નિવાસસ્થાનના બ્યુટીફીકેશન માટે ₹45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. બ્યુટીફીકેશન માટે છેક વિયતનામથી માર્બલ અને અંદાજે ₹8 લાખ રૂપિયાની કિંમતના પડદા મંગાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના સરકારી નિવાસસ્થાનમાં પ્લમ્બિંગ જેવા નાના-મોટા કાર્યો માટે વર્ષ 2015થી લઇ 2022 સુધી અંદાજે ₹29 કરોડનો અધધ ખર્ચો કરી નાખ્યો છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે આ બાબતે એક RTI કરવામાં આવી. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી આ મામલે અરવિંદ કેજરીવાલ સામે વાંધો ઉઠાવી રહી છે.

    આ અંગે સોશિયલ મીડિયા X પર સુમિત જોશી નામના વ્યક્તિએ RTIનો ફોટો શેર કર્યો છે. જેમાં RTI અંતર્ગત પૂછવામાં આવ્યું હતું કે, ‘કેજરીવાલના દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાં વર્ષ 2015થી લઇ વર્ષ 2022 સુધીમાં સિવિલ કામો (ઇલેક્ટ્રિક વાયરીંગ, પ્લમ્બિંગ અને લાકડાનું કામ) પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, અને આ માટેની કામગીરી (કોન્ટ્રાક્ટ) કોને સોપવામાં આવી છે.’

    જેના જવાબમાં દિલ્હીના જાહેર બાંધકામ વિભાગ (PWD)એ જણાવ્યું કે, 31 માર્ચ 2015થી લઇ 27 ડિસેમ્બર 2022 સુધીમાં અરવિંદ કેજરીવાલના સરકારી મકાનમાં પ્લમ્બિંગ, વીજળીના કામો અને લાકડાને લગતા કામોમાં અંદાજે ₹29.56 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે.

    - Advertisement -

    આ ઉપરાંત દિલ્હીના PWD વિભાગે આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર વિશે પણ જણાવ્યું હતું. જેમાંથી મુનજરીન અહમદને ₹21.89 લાખ, મોહમ્મદ અરશદને ₹17.21 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. આ સાથે જ મેસર્સ AK બિલ્ડર્સને ₹29.08 કરોડ અને મેસર્સ MA બિલ્ડર્સને ₹8.7 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

    આ મામલે હવે ભારતીય જનતા પાર્ટીએ વિરોધ નોંધાવતા અરવિંદ કેજરીવાલ દ્વારા સરકારી નિવાસસ્થાન પર કરવામાં આવેલ ખર્ચા ઉપર વાંધો ઉઠાવ્યો છે. ભાજપે આને કેજરીવાલનો ‘નવાબી ઠાઠ’ ગણાવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આ અંગે પ્રશ્નો કર્યા હતા. તેમણે આ ઘટનાને નાગરિકોના પૈસે પોતાનો વિકાસ કરવા જેવી બાબત ગણાવી હતી. આ ઉપરાંત પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કેજરીવાલને ‘દિલ્હીનો ઠગ’ ગણાવ્યા હતા.

    ત્યારે હવે RTIમાં સરકારી મકાનમાં થયેલા ₹29 કરોડના ખર્ચનો ઘટસ્ફોટ થયા બાદ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ પહેલાં પણ અરવિંદ કેજરીવાલ દ્વારા વર્ષ 2023ના એપ્રિલ મહિનામાં પોતાના નિવાસસ્થાનના બ્યુટીફીકેશન માટે ₹45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. બ્યુટીફીકેશન માટે છેક વિયતનામથી માર્બલ અને અંદાજે ₹8 લાખ રૂપિયાની કિંમતના પડદા મંગાવવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં