અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા એક મોટી કાર્યવાહી કરીને 50 જેટલાં બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi infiltrators) ઝડપી પાડ્યા છે. આ લોકો લોકો શહેરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ગઢ બની ચુકેલા દાણીલીમડાના (Danilimda) ચંડોળા તળાવ પાસે (Chandola Lake) રહી રહ્યા હતા. આ મામલે ગંભીર બાબત તે છે કે તેમની પાસેથી ભારતીય પૂરાવા પણ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દાણીલીમડા-ચંડોળાના સ્થાનિક મુસ્લિમો તેમને અહીં વસવા માટે મદદ કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચ આ ધરપકડ ઉપરાંત 200થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક અધિકારીને બાતમી મળી હતી કે ચંડોળા તળાવ આસપાસ અનેક બાંગ્લાદેશી મુસ્લિમો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે. માહિતી તેવી પણ હતી કે તેમની પાસે ભારતીય ઓળખ માટે બનાવટી દસ્તાવેજો પણ છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી, ધીમે ધીમે આ આંકડો 50એ પહોંચી ગયો. અતિ સંવેદનશીલ મુદ્દાને લઈને ચલાવવામાં આવેલી અત્યાર સુધીની તપાસમાં તેમની પાસેથી બનાવટી દસ્તાવેજો ઉભા કરીને મેળવવામાં આવેલા ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખપત્રો પણ મળી આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Gujarat | Crime Branch has detained 50 Bangladeshi nationals living illegally in Ahmedabad, more than 200 people are being questioned: Crime Branch Ahmedabad
— ANI (@ANI) October 25, 2024
મહત્વનું છે કે ક્રાઈમ બ્રાંચ અને પોલીસને શંકા છે કે આ બાંગ્લાદેશી ઘૂસણખોરોને કેટલાક સ્થાનિક લોકો અહીં વસવાટ કરવા તેમજ બનાવટી ઓળખપત્રો બનાવવા માટે મદદ કરી રહ્યા છે. એજન્સી તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ તમામ લોકો કેટલા સમયથી અહીં રહી રહ્યા છે અને તેઓ કોની મદદથી બાંગ્લાદેશથી અહીં આવ્યા અને કોણ મદદથી અહીં વસ્યા.
અમદાવાદ:
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) October 25, 2024
ગેરકાયદે બાંગ્લાદેશીઓના વસવાટ પર 'દાદા' ની સરકારનું મોટું ઓપરેશન…#Ahmedabad #Bangladesh #CrimeBranch #Gujarat
#NewsCapitalGujarat #JaneCheGujarat @CMOGuj @Bhupendrapbjp pic.twitter.com/H21ZLppyRW
નોંધનીય છે કે એક તરફ હિંદુઓનો મહાપર્વ દિવાળીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો આડા છે અને આવા સમયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી ગેરકાયદે વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ અમદાવાદના ક્રાઈમ બ્રાંચ ડીસીપી અજીત રાજિયને આ મામલે જણાવ્યું કે આ કેસમાં હાલ 200થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પહેલા પણ ઝડપાઈ ચૂક્યા છે અનેક બાંગ્લાદેશી
નોંધવું જોઈએ કે અમદાવાદમાં આ કોઈ પ્રથમ ઘટના નથી કે જેમાં ગેરકાયદેસર ઘૂસણખોરો ઝડપાયા હોય. આ પહેલા પણ અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જેમાં બાંગ્લાદેશી નાગરિકો પકડાયા હોય. ખાસ કરીને ચંડોળા તળાવ પાસેથી જ અનેક દશકાઓથી વસેલા બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ ચૂક્યા છે.
આટલું જ નહીં, અમદાવાદમાં ઝડપાયેલા કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોરો આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવી ચુક્યું છે. ઝડપાયેલા લોકો આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. તાજેતરમાં જ અમદાવાદ પૂર્વના નરોડા વિસ્તારથી એક બાંગ્લાદેશી ઝડપાયો હતો. તેણે કબુલ્યું હતું કે તે ₹3000 દલાલી આપીને ભારતમાં ઘૂસ્યો હતો. મહત્વનું છે કે તેને છોડાવવા કેટલાક લોકલ નાગરિકો પણ નરોડા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. જોકે હિંદુ સંગઠનોની સતર્કતાના કારણે તેમને વીલા મોઢે પાછું ફરવું પડ્યું હતું.