ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની હારથી લિબરલ ટોળકીમાં એક અલગ ખુશી દેખાય રહી છે. એવો નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ભાજપે અહીં મંદિરનું રાજકારણ કર્યું, પણ હિંદુઓએ તેમને નકારી દીધા. જે દેખીતી રીતે કારણ નથી. બીજાં ઘણાં પરિબળો હાવી થઈ ગયાં એટલે ભાજપની હાર થઈ. પરંતુ લેફ્ટ-લિબરલ ગેંગ અને તેમના પત્રકારો માત્ર એક જ બાબત પર ધ્યાન આપી રહ્યા છે કે અયોધ્યામાં ભાજપની હાર થઈ. એમાં લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’નાં ‘પત્રકાર’ આરફા ખાનમ શેરવાની પણ સામેલ છે.
આરફાએ 4 જૂનની રાત્રે એક ટ્વિટ કર્યું અને લખ્યું- ‘જય શ્રીરામ.’ સાથે એક ‘ધ વાયર’ના લેખનો સ્ક્રીનશૉટ હતો, જેમાં રામ મંદિરની જમીન પર ભાજપની હાર- એ મુજબનું શીર્ષક લખવામાં આવ્યું હતું. આરફાએ અહીં કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો, પણ ઈન્ટરનેટ યુઝરોએ તેમને બહુ ગંભીરતાથી ન લીધાં. લોકોએ કહ્યું કે જેઓ અત્યાર સુધી ‘જય શ્રીરામ’ જેવા પવિત્ર નારાને લઈને પણ હિંદુઓ અને હિંદુવાદીઓને ટાર્ગેટ કરતા રહ્યા, તેમણે પણ હવે રામ નામ લેવું પડી રહ્યું છે.
Jai Shri Ram 🔥 🔥 🔥 pic.twitter.com/GK4tOSSdLA
— Arfa Khanum Sherwani (@khanumarfa) June 4, 2024
સંભવ શર્માએ કટાક્ષ કરીને લખ્યું કે, હવે ‘જય શ્રીરામ’ એક વૉર ક્રાય રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે ડાબેરી-ઈસ્લામીઓ કાયમ આ નારાને લઈને હિંદુઓને ટાર્ગેટ કરવા માટે તેને ‘વૉર ક્રાય’ ગણાવતા રહ્યા છે.
Wow even Jai Shri Ram is no longer a war cry https://t.co/20i6Ov3Hd2
— Shambhav Sharma (@shambhav15) June 4, 2024
અન્ય એક યુઝરે લખ્યું કે, આ બહાને પણ ભગવાનનું નામ તો મોઢામાંથી નીકળ્યું.
इसी बहाने प्रभु का नाम मुँह से तो निकला….जय हो मोदी🚩 https://t.co/nlGsd6D3XP
— Moana (@ladynationalist) June 4, 2024
ઘણાએ કટાક્ષ પણ કર્યો કે તેઓ ભગવાનનું નામ લઈને ‘શિર્ક’ (ઇસ્લામમાં પાપ સમકક્ષ) કરી રહ્યાં છે, જેના માટે ફતવો પણ બહાર પડી શકે છે.
Josh mein Hosh mat kho do
— Neeraj Singh Dogra 🇮🇳 (@nsb1080) June 4, 2024
Jai Shri Ram bol ke Shirk na karo madam
Kahin fatwa na nikal jaye
બીજા પણ ઘણા લોકોએ વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી.
Finally, you said “Jai Shree Ram” kya baat hai Arfa sudhaar aa raha hai tum mein bhi 🚩
— Muskaan Verma (@curiouss_life) June 5, 2024
એક વ્યક્તિએ લખ્યું કે, મોદી હવે આવા લોકોને પણ ‘જય શ્રીરામ’ બોલાવી રહ્યા છે.
Jo aise logo se Jai Shri Ram bulwa de wo modi ji.😎🗿
— Aparichit (@anonymous7470) June 5, 2024