બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર એક યા બીજા કારણોસર હમેશા ચર્ચામાં રહે છે. ગયા વર્ષે, અભિનેતાની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારબાદ તેની દક્ષિણની ફિલ્મ ‘કાર્તિકેય 2’ એ પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. તે જ સમયે, આજે અભિનેતા દિલ્હીમાં આયોજિત ગ્લોબલ કાશ્મીરી પંડિત કોન્કલેવ કાર્યક્રમનો ભાગ બન્યા અને અહીં તેમણે કાશ્મીરી લોકોની મદદ માટે હાથ લંબાવ્યો હતો.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની રિલીઝના એક વર્ષ દરમિયાન બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે ગ્લોબલ કાશ્મીરી પંડિત કોન્કલેવ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કાશ્મીરીઓને તેમના તરફથી 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાં ઘણો સુધારો થયો છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર બોલતા, ગ્લોબલ કાશ્મીરી પંડિત કોન્ક્લેવ કાર્યક્રમમાં અનુપમ ખેરે કહ્યું, “કાશ્મીર ફાઇલ્સ કાશ્મીરી પંડિતોની સમસ્યાઓને દર્શાવે છે. અમે ઘણું કમાઈ લીધું છે. અમે વિદેશી સંસ્થાઓને દાન આપીએ છીએ જે પહેલાથી સમૃદ્ધ છે. હવે પ્રિયજનોને દાન આપવું જરૂરી છે. હું 5 લાખ રૂપિયા આપવાનું વચન આપું છું.”
‘The Kashmir Files’ showed problems of Kashmiri pandits. We’ve earned a lot. We give charity to foreign orgs that are already rich. Now it’s important to give charity to our own people. I pledge Rs 5 lakhs for them: Anupam Kher at ‘Global Kashmiri Pandit Conclave’ event in Delhi pic.twitter.com/dI6vAy5dao
— ANI (@ANI) February 25, 2023
કાશ્મીરી પંડિતો માટે હમેશા આગળ આવ્યા છે ખેર
નોંધનીય છે કે વર્ષ 2022માં રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઇલ્સે સમગ્ર ભારતથી લઈને વિદેશમાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ દરમિયાન અનુપમ ખેર પણ ફિલ્મના પ્રમોશનમાં અને કાશ્મીરી પંડિતોને મળીને તેમના દુઃખને વહેંચવામાં પાછળ નહોતા રહ્યા.
ફિલ્મની રિલીઝ દરમિયાન તેઓ ઘણી વખત કાશ્મીરી પંડિતોને મળતા, તેમને સપોર્ટ કરતા, સાંભળતા જોવા મળ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર કાશ્મીરી પંડિતોની વેદનાને ઘણી રીતે કહેવા અને સમજાવવાના પ્રયાસો પણ કર્યા હતા.
આ સિવાય જ્યારે નાદવ લેપિડ જેવા લોકો કાશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવતા જોવા મળ્યા ત્યારે પણ અનુપમ ખેરે તેમની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “લોકોને સત્ય જેવું છે તેવું જોવાની અને બતાવવાની આદત નથી. તેઓ તેમની મનપસંદ સુગંધ, તેમના મનપસંદ સ્વાદ, તેમના મનપસંદ રંગ કોટેડ, તેના પર શણગારેલા જોવાની આદત પામે છે. તેઓ કાશ્મીરનું સત્ય પચાવી શકતા નથી. તેઓ ઇચ્છે છે કે તેને કેટલાક રંગીન અને ખુશ ચશ્મા દ્વારા જોવા અને બતાવવામાં આવે. છેલ્લા 25-30 વર્ષથી તેઓ આ જ કરી રહ્યા છે. આજે જ્યારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ સત્યને જેવું છે તેવું રજૂ કર્યું છે, ત્યારે તેઓ પીડા અનુભવે છે.”