Monday, December 23, 2024
More
    હોમપેજક્રાઈમનન બનવાની ટ્રેનિંગ લઈ રહેલી કિશોરીએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ હોસ્ટેલમાં આપ્યો બાળકને...

    નન બનવાની ટ્રેનિંગ લઈ રહેલી કિશોરીએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ હોસ્ટેલમાં આપ્યો બાળકને જન્મ, બારીમાંથી ફેંકીને લીધો જીવ: પોલીસે ટ્રેની પાદરીની કરી ધરપકડ

    આંધ્ર પ્રદેશના નંદિયાલ જિલ્લાની રહેવાસી અને નન બનવાની તાલીમ લઈ રહેલી આ કિશોરી સેન્ટ જોસેફ કોન્વેન્ટમાં બીજા વર્ષની ઇન્ટરમીડિયેટની વિદ્યાર્થિની છે. રવિવારે તેણે હોસ્ટેલમાં બાળકને જન્મ આપ્યો અને તરત જ તેને બારીની બહાર ફેંકી દીધુ હતું.

    - Advertisement -

    આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) એલુરુ સેન્ટ જોસેફ કોન્વેન્ટ હોસ્ટેલમાં (St. Joseph’s Convent Hostel) નન (Nun) બનવાની ટ્રેનિંગ લઈ રહેલી કિશોરીએ (Minor Girl) બાળકને (Child) જન્મ આપી તેની હત્યા (Murder) કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કિશોરીએ બાળકને જન્મ આપ્યા બાદ તરત જ બારીમાંથી ફેંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ હોસ્ટેલનું સંચાલન ડાયોસિઝ ઓફ એલુરુ દ્વારા કરવામાં આવે છે અને આ ઘટનાએ ચર્ચ-સંચાલિત સંસ્થાઓની દેખરેખ અને જવાબદારીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ કેસમાં એક ટ્રેની પાદરીની અટકાયત કરવામાં આવી છે, જેના કથિત રીતે તાલીમાર્થી નન સાથે શારીરિક સંબંધ હતા.

    અહેવાલો અનુસાર, આંધ્ર પ્રદેશના નંદિયાલ જિલ્લાની રહેવાસી અને નન બનવાની તાલીમ લઈ રહેલી આ કિશોરી સેન્ટ જોસેફ કોન્વેન્ટમાં બીજા વર્ષની ઇન્ટરમીડિયેટની વિદ્યાર્થિની છે. રવિવારે (8 ડિસેમ્બર 2024) તેણે હોસ્ટેલમાં બાળકને જન્મ આપ્યો અને તરત જ તેને બારીની બહાર ફેંકી દીધુ હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ અને મહિલા-બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 2-ટાઉન સર્કલ ઇન્સ્પેક્ટર રામનાની આગેવાની હેઠળની પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી.

    આ મામલે DSP શ્રવણ કુમારે જણાવ્યું હતું કે, કિશોરીની તબિયત લથડતાં તેને સરવજના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મૃત બાળકના મૃતદેહને પણ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય શંકાસ્પદ તરીકે એક તાલીમાર્થી ખ્રિસ્તી પાદરીને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે.

    - Advertisement -

    પ્રારંભિક તપાસમાં કિશોરી અને પાદરી વચ્ચે સંબંધ હોવાનું બહાર આવ્યું છે. છાત્રાલયની અન્ય વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્રની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે મહિલા અને બાળ કલ્યાણ વિભાગે પણ પોતાનો રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આ કેસ માત્ર વહીવટી બેદરકારીને જ ઉજાગર કરતો નથી, પરંતુ મહિલાઓની સલામતી અને સંસ્થાકીય જવાબદારી અંગે પણ ચિંતાનો વિષય છે.

    આ ઘટનાથી કોન્વેન્ટ હોસ્ટેલની કામગીરી અને પ્રશાસનની બેદરકારીનો પર્દાફાશ થયો છે. એવું માનવામાં આવે છે કે, કિશોરીની ગર્ભાવસ્થા હોવા છતાં, તેના સહપાઠીઓ અને છાત્રાલયના અધિકારીઓએ ન તો તેની તબિયતની સ્થિતિને ગંભીરતાથી લીધી હતી કે ન તો અધિકારીઓને જાણ કરી હતી.

    સેન્ટ જોસેફ્સ કોન્વેન્ટ એલુરુના ડાયોસિઝમાં(એલુરુના બિશપના નિયંત્રણ હેઠળ) આવે છે અને તેનો હેતુ શિક્ષણ અને મઝહબી તાલીમ આપવા માટે છે. આ સંસ્થાનો હેતુ નૈતિક અને ધાર્મિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે, પરંતુ આ ઘટનાએ વહીવટી નિષ્ફળતા અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં