મંગળવારે (5 નવેમ્બર) આણંદના વાસદમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના (Bullet Train Project) ભાગરૂપે મહી નદી પર પુલ બનાવતી વખતે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં ત્રણ શ્રમિકોનાં મોત થયાં હતાં. આ મામલે NHSRCL (નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે.
અમુક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાંધકામ દરમિયાન પુલનો ભાગ ધરાશાયી થયો હતો, જે મામલે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
We are deeply saddened by the incident at the Mahi river site in Anand District on 5th Nov 2024. Contrary to the on going reports, no bridge collapsed at the construction site; it were the concrete blocks fell during well-sinking work after support strands snapped off, ……(1/2)
— NHSRCL (@nhsrcl) November 6, 2024
NHSRCL દ્વારા X પર જાણકારી આપતાં કહેવામાં આવ્યું કે, “અમુક મીડિયા રિપોર્ટ્સથી વિપરીત હકીકત એ છે કે બાંધકામના સ્થળે કોઈ બ્રિજ તૂટ્યો નથી. સપોર્ટ સ્ટ્રેંડ્સ તૂટી જવાના કારણે કોંક્રિટ બ્લૉક પડી જવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી, જેના કારણે ત્રણ શ્રમિકોના જીવ ગયા અને એકને ઈજા પહોંચી.”
આગળ જણાવવામાં આવ્યું કે, અમે તેમના પરિવારોને સાંત્વના પાઠવી છીએ અને દરેક મૃતકના પરિજનોને ₹20 લાખનું વળતર ચૂકવવામાં આવશે. ઘટનાનું કારણ જાણવા માટે અમે તપાસ કરી રહ્યા છીએ અને સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના 5 નવેમ્બરની સાંજે બની હતી, જેમાં કોંક્રિટ બ્લૉક તૂટી પડતાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાંથી પછી ત્રણના મૃતદેહો મળી આવ્યા અને બાકીના 1ને ઈજા પહોંચી હતી, જેની હાલ સારવાર ચાલી રહી છે.
ઘટના બાદ તુરંત ફાયર વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિભાગ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે મોડી રાત્રિ સુધી ચાલ્યું હતું.
ઘટના બાદ અમુક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુલનો ભાગ ધરાશાયી થયો છે, પરંતુ હકીકત પછીથી જાણવા મળી હતી.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ તેજ ગતિમાં ચાલી રહ્યું છે. જેમાં વાપીથી સુરત સુધીના અંતરમાં તમામ નદીઓ પરના બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલ સમગ્ર રૂટ પર કામ ચાલી રહ્યું છે અને હજારો શ્રમિકો, ઇજનેરો કામ કરી રહ્યા છે. પ્રોજેક્ટ સંપૂર્ણ પૂરો થવામાં હજુ થોડાં વર્ષો લાગી શકે છે.