અમેરિકાએ ભારતથી ચોરી કરાયેલી 307 પ્રાચીન વસ્તુઓ પરત કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. 5 વર્ષની તપાસ પછી, યુએસએ ભારતને 307 પ્રાચીન વસ્તુઓ પરત કરી છે જે ચોરી અથવા દેશની બહાર દાણચોરી કરવામાં આવી હતી. આ વસ્તુઓની કિંમત લગભગ 4 મિલિયન યુએસ ડોલર છે. આમાંની મોટાભાગની વસ્તુઓ કુખ્યાત ઉદ્યોગપતિ સુભાષ કપૂર પાસેથી મળી આવી હતી.
અહેવાલો મુજબ મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગે સોમવારે ભારતને લગભગ $4 મિલિયનની કિંમતની 307 પ્રાચીન વસ્તુઓ પરત કરવાની જાહેરાત કરી હતી. બ્રેગે જણાવ્યું હતું કે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ દ્વારા સુભાષ કપૂર વિરુદ્ધ પાડવામાં આવેલા દરોડામાં આમાંથી 235 વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી, અને હવે અમેરિકાએ ભારતથી ચોરી કરાયેલી 307 પ્રાચીન વસ્તુઓ પરત કરી છે. સુભાષ કપૂર “અફઘાનિસ્તાન, કંબોડિયા, ભારત, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડ અને અન્ય દેશોમાંથી માલની દાણચોરી કરાવડાવે છે.”
Today D.A. Bragg announced the return of 307 antiquities to India collectively worth nearly $4 million. This repatriation was made possible by the outstanding work from our investigators and collaboration from @HSINewYork: https://t.co/PJcYa4J2o3
— Alvin Bragg (@ManhattanDA) October 17, 2022
અન્ય એક અહેવાલ મુજબ મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં એક સમારોહ દરમિયાન પ્રાચીન વસ્તુઓ ભારતને સોંપવામાં આવી હતી. ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ‘ઇન્વેસ્ટિગેશન એક્ટિંગ ડેપ્યુટી સ્પેશિયલ એજન્ટ-ઇન-ચાર્જ’ ક્રિસ્ટોફર લાઉએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
“Today we are proud to join our partners from the @ManhattanDA to return an incredible 307 stolen works of art and antiquities to their rightful home in India,” said HSI New York Acting Special Agent in Charge Michael Alfonso (1/3) https://t.co/WrteCGmbGV pic.twitter.com/42vh52hvMo
— HSI New York (@HSINewYork) October 17, 2022
આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે “”આ પ્રાચીન વસ્તુઓને દાણચોરોની ટોળકી દ્વારા ઘણી જગ્યાએથી ચોરી કરવામાં આવી હતી,” બ્રેગે જણાવ્યું હતું. આ ગેંગના લીડરોએ વસ્તુઓના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ માટે કોઈ આદર દર્શાવ્યો ન હતો. અમેરિકા આમાંની અનેક વસ્તુઓ ભારતને પરત કરવા બદલ ગર્વ અનુભવે છે,”
આ પહેલા અમેરિકાએ વડાપ્રધાન મોદીને 157 પ્રાચીન વસ્તુઓ પરત કરી હતી
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2021માં વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન પણ અમેરીકાએ 157 પ્રાચીન વસ્તુઓ પરત કરી હતી, જેમાં 10 મી સદીના સેંડસ્ટોનથી બનેલી રેવંતની અઢી મીટર લાંબી કોતરણીવાળી મૂર્તિથી લઈને 12 મી સદીના કાંસ્ય નટરાજની 8.5 સેમી ઊંચી નતરાજની ઉત્કૃષ્ટ મૂર્તિઑના સેટનો પણ સમાવેશ હતો. આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓ 11 મી સદીથી 14 મી સદીની હતી. આ સિવાય ઇ. સ. પૂર્વ 2000 વર્ષ જૂની તાંબાની બનેલી વસ્તુઓ અને બીજી સદીની ટેરાકોટા નિર્મિત ફૂલદાની પણ સમાવેશ થાય છે. તેમાં લગભગ 71 કલાકૃતિઓ સાંસ્કૃતિક હતી, જ્યારે બાકીની અડધી કલકૃતિઓમાં હિંદુ ધર્મના 60 શિલ્પો, 16 બૌદ્ધ ધર્મ અને 9 જૈન ધર્મના શિલ્પો હતા.