મંગળવારે, કથિત ‘ફેક્ટ-ચેકિંગ’ વેબસાઇટ Alt ન્યૂઝે સોશિયલ મીડિયા પર પોતાને ક્લીન ચિટ આપતું નિવેદન આપ્યું હતું અને પેમેન્ટ ગેટવે વેબસાઇટ Razorpay પર દોષ ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.
Alt News, તેના નિવેદનમાં કહ્યું, રેઝરપેએ મનસ્વી રીતે કામ કર્યું અને પોલીસ સત્તાવાળાઓ તરફથી વિનંતી પ્રાપ્ત થવા પર તેમના ‘દાન પ્લેટફોર્મ’ને ડિસેબલ કરી દીધું હતું. Alt Newsએ દાવો કર્યો હતો કે Razorpay એ તેમને જાણ કરી હતી કે Razorpay દ્વારા તેઓને થોડી સ્પષ્ટતા મળ્યા પછી તેમનું એકાઉન્ટ ફરીથી સક્રિય કરવામાં આવ્યું હતું પરંતુ તેઓએ સ્પષ્ટતા શું હતી તે સ્પષ્ટ કર્યું નથી.
Our statement on Razorpay: pic.twitter.com/8tO4xusQS8
— Alt News (@AltNews) July 5, 2022
Alt News એ પછી દાવો કરીને પોતાને ક્લીનચીટ આપી હતી કે જો Razorpay ને Alt News સેવાની શરતોનું ઉલ્લંઘન કરતું જણાયું હોત, તો તેઓએ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કર્યું ન હોત. આથી રેઝરપેએ તેમના એકાઉન્ટને ફરીથી સક્રિય કરવું એ તેમના પ્લેટફોર્મના કોઈપણ નિયમનું ઉલ્લંઘન ન હોવાનો પુરાવો છે.
Alt News એ પછી ‘પુનરોચ્ચાર’ કર્યો કે તેઓ માત્ર ભારતીય બેંકો દ્વારા જ ભંડોળ પ્રાપ્ત કરી શકે છે અને Razorpay ના બેકએન્ડ પર વિદેશી ક્રેડિટ કાર્ડ્સ ક્યારેય સ્વીકાર્ય નહોતા, આમ તેમણે સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે તેમને કોઈ વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું નથી. Alt News એ પણ સ્પષ્ટપણે એવો દાવો કર્યો હતો કે તેમને વિદેશી ભંડોળ મેળવવા અંગેના અહેવાલો ખોટા છે.
ત્યાર બાદ, પેમેન્ટ ગેટવે વેબસાઇટ Razorpay ને બલીનો બકરો બનાવતા, Alt News એ દાવો કરીને તેની સામે દુસ્પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો કે Razorpayએ તેમનો ડેટા પોલીસને આપ્યો છે. અને આ તેઓને જાણ કર્યા વિના અથવા Alt Newsના ભાગ પર કોઈપણ ઉલ્લંઘનની ‘પૂર્વ તપાસ’ વિના કરવામાં આવ્યું હતું. Alt News પછી દાવો કરે છે કે અત્યારે તે Razorpay સાથે દાન મેળવવા માટે પ્લેટફોર્મ તરીકે ચાલુ રાખે છે પરંતુ તે દરમિયાન વૈકલ્પિક સ્ત્રોતની પણ શોધ કરશે.
Alt Newsના આ નિવેદને ‘ગોપનીયતા’ના કથિત પહેરેદારોને ઉશ્કેરયા હતા, જેઓ નારાજ હતા કે Razorpay જેવા ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મે ‘જાણ કર્યા વિના’ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે ડેટા શેર કર્યો હતો. પરંતુ ખરેખર તો Razorpay ના નિયમો અને શરતો મુજબ વસ્તુઓ સ્પષ્ટ કરવા માટે, તે સરકાર અને નિયમનકારી એજન્સીઓ સાથે વપરાશકર્તા ડેટા શેર કરી શકે છે જેઓ તપાસ, રક્ષણાત્મક અને સાયબર સુરક્ષા પ્રવૃત્તિઓ માટે કાયદેસર રીતે અધિકૃત છે.
યુઝર ડેટા શેર કરવા માટેના તેમના નિયમો અને શરતનું સંપૂર્ણ ટેક્સ્ટ નીચે મુજબ છે: “Razorpay વપરાશકર્તા દ્વારા જનરેટ કરવામાં આવેલ કોઈપણ સામગ્રી (ત્યારબાદ વ્યાખ્યાયિત) અથવા સરકારી અને નિયમનકારી એજન્સીઓ સાથે શેર કરી શકે છે જેઓ તપાસ, રક્ષણાત્મક અને સાયબર સુરક્ષા પ્રવૃત્તિઓ માટે કાયદેસર રીતે અધિકૃત છે. આવી માહિતી ઓળખની ચકાસણીના હેતુઓ માટે અથવા સાયબર સુરક્ષા ઘટનાઓને લગતી નિવારણ, શોધ, તપાસ, કાર્યવાહી અને હાલના કોઈપણ કાયદા હેઠળના ગુનાઓની સજા માટે ટ્રાન્સફર કરી શકાય છે.”
આથી, જો પોલીસ અથવા અન્ય તપાસ એજન્સી Alt Newsનો ડેટા મેળવવા માટે Razorpay સુધી પહોંચી, તો કંપની ડેટા શેર કરી શકે છે. પ્લેટફોર્મ પર નોંધણી કરાવતા પહેલા Alt News એ જે નિયમો અને શરતો માટે સંમત થયા હતા તેમાંથી આ એક છે. નિષ્ણાતો કહે છે કે કાયદાનું અજ્ઞાન તેમને તોડવાનું બહાનું નથી. Alt News દ્વારા કહેવાયું તેનાથી વિપરીત, Razorpay કાયદાનો અમલ કરતી એજન્સીઓ દ્વારા માંગવામાં આવે તો તેમણે ડેટા પૂરો પાડતા પહેલા Alt Newsને જાણ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલ નથી. વધુમાં, કાયદાનું પાલન કરતી કોર્પોરેટ તરીકે, Razorpay આરોપીને તપાસ પહેલા માહિતી આપીને તેને તપાસથી બચાવસે નહીં.
હવે, અહિયાં થોડા એવા મુદ્દા છે જેનાથી આ આખો વિષય શંકાસ્પદ બને છે.
Alt Newsને Razorpay દ્વારા વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું હોય અથવા ન પણ મળ્યું હોય. પરંતુ, Razorpay એ એકમાત્ર પ્લેટફોર્મ નથી જેનો ‘ફેક્ટ-ચેકર્સ’ પૈસા એકત્રિત કરવા માટે ઉપયોગ કરે છે.
ફેબ્રુઆરી 2020 માં, CAA વિરોધી દેખાવો દરમિયાન, જે હિંસક બની ગયા હતા, દિલ્હીના હિંદુ વિરોધી રમખાણોના માત્ર 10 દિવસ પહેલા, ‘પત્રકાર’ સાગરિકા ઘોસે જાહેરાત કરી હતી કે તેણે ‘ઇન્સ્ટામોજો’ પ્લેટફોર્મ દ્વારા Alt ન્યૂઝને કેવી રીતે ચૂકવણી કરી હતી. ઇન્સ્ટામોજો VISA, G-Pay, UPI, RuPay અને અન્ય જેવા વિવિધ ગેટવે દ્વારા ચુકવણી સ્વીકારે છે.
આથી, જ્યારે Alt News Razorpay પર તમામ દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં સુધી તપાસ અધિકારીઓ આ મામલે તપાસ ન કરે ત્યાં સુધી Alt Newsને વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું નથી એવો કોઈ પુરાવો નથી. વધુમાં, જો Alt Newsને આમાંથી કોઈપણ દાન પ્લેટફોર્મ દ્વારા વિદેશી ભંડોળ પ્રાપ્ત ન થયું હોય, તો પણ તેઓ SWIFT મારફતે સીધા તેમના બેંક ખાતામાં વિદેશી ભંડોળ મેળવી શક્યા હોય શકે છે. નાણાકીય બાબતોની ઝીણવટભરી તપાસ આ બાબતમાં ચાવીરૂપ બની શકે છે.
Alt News દ્વારા RazorPay વિરુદ્ધ ગોપનીયતાની ચિંતાના બહાને નિવેદન કર્યા બાદ, પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મે પણ એક નિવેદન બહાર પાડ્યું હતું કે કાયદાની જોગવાઈઓ મુજબ CrPC (ક્રિમિનલ પ્રોસિજર કોડ) ની કલમ 91 હેઠળ, Razorpay ને કાયદા દ્વારા નિયમોનું પાલન કરવાનું ફરજિયાત હતું. CrPCની કલમ 91 હેઠળ, કોઈપણ કોર્ટ કે ઈન્ચાર્જ પોલીસ અધિકારીની તપાસ માટે ડેટા માંગી શકે છે.
Our statement regarding Alt News pic.twitter.com/ckzL0PfGry
— Razorpay (@Razorpay) July 5, 2022
વધુમાં, પેમેન્ટ ગેટવે વેબસાઇટ Razorpay પ્રવક્તાએ મનીકંટ્રોલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કંપનીએ Alt News સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. “અમે કંપની (AltNews) નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને તેથી 4 જુલાઈના રોજ ટૂંકા ગાળા માટે ડેટા શેર કરતા પહેલા અથવા એકાઉન્ટને નિષ્ક્રિય કરતા પહેલા તેમને જાણ કરી શક્યા ન હતા,” પ્રવક્તાએ મનીકંટ્રોલને જણાવ્યું હતું.
Alt News પર આરોપ છે કે તેણે FCRAનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાન, સીરિયા વગેરે પાસેથી ભંડોળ મેળવ્યું
‘ફેક્ટ-ચેકિંગ’ પ્લેટફોર્મ Alt ન્યૂઝ પર, તેની હોલ્ડિંગ કંપની પ્રવદા મીડિયા ફાઉન્ડેશન દ્વારા, FCRA (ફોરેન કરન્સી રેગ્યુલેશન એક્ટ) નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવાનો આરોપ છે. અન્ય દેશો ઉપરાંત તેમને પાકિસ્તાન અને સીરિયા જેવા દેશોમાંથી પણ ફંડ મળ્યું હતું. પ્રતિક સિંહા અને તેની માતા નિર્જરી સિંહા સાથે મોહમ્મદ ઝુબેર કંપનીનો ડિરેક્ટર છે.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં 27 જૂને ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પછી, વધુ કલમો ઉમેરવામાં આવી હતી કારણ કે તપાસમાં વધુ વિસંગતતાઓ બહાર આવી હતી. એ નોંધવું જરૂરી છે કે માત્ર FCRA લાઇસન્સ ધરાવતી સંસ્થાઓ જ વિદેશી યોગદાન સ્વીકારી શકે છે. AltNewsના સ્થાપક પ્રતિક સિંહાના જણાવ્યા અનુસાર, કથિત ફેક્ટ-ચેકિંગ કરતી કંપની પાસે FCRA લાઇસન્સ નથી.