Saturday, October 19, 2024
More
    હોમપેજક્રાઈમ'નરમ વલણ રાખી આવા ગુનાઓને પ્રોત્સાહન ન આપી શકાય': હિંદુ મંદિરમાં તોડફોડ...

    ‘નરમ વલણ રાખી આવા ગુનાઓને પ્રોત્સાહન ન આપી શકાય’: હિંદુ મંદિરમાં તોડફોડ બાદ પૂજારીની હત્યાના પ્રયાસના આરોપી શાહરુખની જામીન અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

    જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવે સુનાવણી દરમિયાન કહ્યું કે, મૂર્તિઓને નષ્ટ કરવામાં શાહરુખની સક્રિય ભાગીદારીના પુરાવા ઉપલબ્ધ છે. ઉપરાંત કોર્ટે ભાર આપતા કહ્યું છે કે, નરમ વલણ અપનાવીને આવા ગુનાઓને સમાજમાં પ્રોત્સાહિત ન કરી શકાય.

    - Advertisement -

    અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) તાજેતરમાં જ હિંદુ મંદિરમાં તોડફોડ (Hindu Temple Vandalized) કરીને પૂજારીની હત્યાનો પ્રયાસ કરનાર શાહરુખ (Shahrukh) નામના એક શખ્સની જામીન અરજી (Bail Petition) ફગાવી દીધી છે. હાઈકોર્ટે તેને જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. શાહરુખ પર આરોપ છે કે, પવિત્ર શ્રાવણ માસમાં તેણે શિવ મંદિરમાં તોડફોડ કરી હતી અને ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ ઉપરાંત આરોપ છે કે, ભાગવા જતાં સમયે તેણે પૂજારીની હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતાં કહ્યું છે કે, નરમ વલણ રાખીને સમાજમાં આવા ગુનાઓને પ્રોત્સાહન આપી શકાય નહીં.

    જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવે સુનાવણી દરમિયાન કહ્યું કે, મૂર્તિઓને નષ્ટ કરવામાં શાહરુખની સક્રિય ભાગીદારીના પુરાવા ઉપલબ્ધ છે. ઉપરાંત કોર્ટે ભાર આપતા કહ્યું છે કે, નરમ વલણ અપનાવીને આવા ગુનાઓને સમાજમાં પ્રોત્સાહિત ન કરી શકાય. આ સાથે જ હાઈકોર્ટે અરજીમાં કોઈ યોગ્યતા ન જણાતા આરોપી શાહરુખની જામીન અરજી ફગાવી દીધી હતી.

    હાઈકોર્ટે કહ્યું હતું કે, “પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ અને તેમના પરિવારની મૂર્તિઓને નષ્ટ કરવાનો હેતુ સાંપ્રદાયિક સદભાવ બગાડવાનો હતો. લોકો અને સમાજ વચ્ચે નફરતને પ્રોત્સાહન આપતા આવા ગુનાઓને સખત રીતે રોકવામાં આવવા જોઈએ. સમુદાય અને લોકોની ભાવનાઓના વ્યાપક નુકસાનની કિંમત પર નરમ વલણ રાખીને આવા ગુનાઓને સમાજમાં પ્રોત્સાહન આપવાની મંજૂરી ન આપી શકાય.”

    - Advertisement -

    હિંદુ મંદિરમાં તોડફોડ કરી હત્યાના પ્રયાસનો આરોપ

    આરોપી શાહરુખ પર એવા લોકોના ગ્રુપનો ભાગ હોવાનો આરોપ છે, જે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના પરિવારની મૂર્તિઓને નષ્ટ કરવામાં સામેલ હતા. તેના પર ભારતીય ન્યાય સંહિતા- 2023 (BNS-2023)ની કલમ 298 (ધર્મનું અપમાન કરવાના ઈરાદે પૂજાસ્થળને નુકસાન પહોંચાડવું અથવા અપવિત્ર કરવું), 299 (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદે દુર્ભાવનાપૂર્ણ કાર્ય કરવું), 302 (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા શબ્દો ઉચ્ચારવા), 109 (ગેરકાયદેસર સભા) અને 61 (ગુનાહિત ષડ્યંત્ર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    પોતાની જામીન અરજીમાં શાહરુખે કહ્યું હતું કે, તે આ વર્ષના જુલાઈ મહિનાથી જેલમાં બંધ છે. તેના વકીલે એવો દાવો પણ કર્યો કે, આરોપી નિર્દોષ છે અને તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. એવી દલીલ કરવામાં આવી હતી કે, શાહરુખનું નામ પહેલાં FIRમાં નોંધવામાં આવ્યું નહોતું અને તેની વિરુદ્ધના કોઈ ઠોસ પુરાવા પણ મોજૂદ નથી. આરોપીના ભાઈ સાજિદે વધુમાં દલિત કરી હતી કે, CCTV ફૂટેજ ઘટના સમયે શાહરુખની ગેરહાજરી સાબિત કરી શકે છે.

    બીજી તરફ ફરિયાદી પક્ષે ગુનાની ગંભીરતાને ઉજાગર કરીને જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને તે વાત પર ભાર મૂક્યો હતો કે, પવિત્ર તહેવાર દરમિયાન ધાર્મિક મૂર્તિઓનું અપમાન કરવાથી સાંપ્રદાયિક તણાવ વધી શકે તેવી સંભાવના છે. ફરિયાદી પક્ષે વધુમાં કહ્યું હતું કે, આ કેસમાં પ્રત્યક્ષદર્શીઓની જુબાની પણ છે, જે શાહરુખને ગુના સાથે જોડે છે. આ ઉપરાંત શાહરુખ પર મંદિરના પૂજારીની હત્યાના પ્રયાસનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

    બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટને જામીન અરજીમાં કોઈ યોગ્યતા મળી ન હતી. કોર્ટે જામીન અરજી ફગાવતા પહેલાં કહ્યું કે, “રેકોર્ડની તપાસ કરતાં જાણવા મળે છે કે, પ્રથમ દ્રષ્ટિએ અરજદાર ભગવાન શિવના પરિવારની મૂર્તિઓને નષ્ટ કરવામાં સામેલ હતો અને તેણે રામ કિશન (મંદિરના પૂજારી)ને છરા દ્વારા મારવાના પ્રયાસ કર્યા હતા. પોલીસને ઝાડીઓમાંથી કથિત છરો પણ મળી આવ્યો છે.” આ સાથે કોર્ટે આરોપી અરજદારની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં