Thursday, September 19, 2024
More
    હોમપેજદેશમુસ્લિમ સૂફી ઓલિયાઓ આવ્યા સરકારના સમર્થનમાં, ઓલ ઇન્ડિયા સૂફી સજ્જદા-નશીં કાઉન્સિલે વક્ફ...

    મુસ્લિમ સૂફી ઓલિયાઓ આવ્યા સરકારના સમર્થનમાં, ઓલ ઇન્ડિયા સૂફી સજ્જદા-નશીં કાઉન્સિલે વક્ફ સુધારા બિલને આપ્યું સમર્થન: વિરોધ કરતા કટ્ટરપંથીઓને કરી ટકોર

    AISSCના અધ્યક્ષ સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ અપીલ કરી છે કે, મુસ્લિમ વક્ફ સાથે જોડાયેલા આવા મુદ્દાઓ પર કોઈપણ રાજકીય પક્ષ કે વ્યક્તિએ રાજકારણ ન કરવું જોઈએ. તેમણે વિરોધ કરી રહેલા મુસ્લિમોને પણ ટકોર કરી છે કે, તેઓ આ અંગેની ચર્ચાઓમાં ભાગ લે અને ભારત સરકારને સહકાર આપે.

    - Advertisement -

    તાજેતરમાં દેશભરમાં વક્ફ બોર્ડની ભારે ચર્ચા થઈ રહી છે, તેના હેતુઓ, તેનો ભૂતકાળ અને હિંદુઓના પચાવી પાડેલા આખેઆખા ગામો વિશે પણ મીડિયામાં અહેવાલો વહેતા થયા છે. વક્ફ બોર્ડ ચર્ચામાં આવવાનું સૌથી મોટું કારણ છે, એવા અહેવાલો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વક્ફ બોર્ડ કાયદામાં (Waqf Board Act) સંશોધન કરવા જઈ રહી છે. એક તરફ ભારતનો એક મોટો સમુદાય આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક રૂઢિવાદી મુસ્લિમો તેનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, દેશના પ્રમુખ સૂફી ઓલિયાઓના સંગઠને સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. ‘ઓલ ઇન્ડિયા સૂફી સજ્જદા-નશીં કાઉન્સિલે’ (AISSC) વક્ફ સુધારા બિલને સમર્થન આપી દીધું છે.

    મંગળવારે (6 ઑગસ્ટ) રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતી વખતે AISSCના (All India Sufi Sajjadanshin Council) અધ્યક્ષ સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમનું સૂફી સંગઠન વક્ફ કાયદામાં સંશોધન કરવા માટે ઘણીવાર સરકારને ભલામણ કરી ચૂક્યા છે. નસરુદ્દીન ચિશ્તીએ વધુમાં કહ્યું કે, “અમને મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, ભારત સરકાર વક્ફ કાયદામાં સુધારા કરવા જઈ રહી છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે, અમે તેનું સમર્થન કરીએ છીએ. તેનાથી દરગાહોની સ્થિતિને પરિભાષિત કરવામાં આવશે અને પૂરતું સંરક્ષણ પણ મળી રહેશે.

    આ સાથે જ તેમણે અપીલ કરી છે કે, મુસ્લિમ વક્ફ સાથે જોડાયેલા આવા મુદ્દાઓ પર કોઈપણ રાજકીય પક્ષ કે વ્યક્તિએ રાજકારણ ન કરવું જોઈએ. તેમણે વિરોધ કરી રહેલા મુસ્લિમોને પણ ટકોર કરી છે કે, તેઓ આ અંગેની ચર્ચાઓમાં ભાગ લે અને ભારત સરકારને સહકાર આપે. તેમણે સંશોધનના કારણ દર્શાવતા કહ્યું હતું કે, વક્ફ બોર્ડમાં પારદર્શિતા હોવી જોઈએ. કારણ કે, ઘણા રાજ્યોમાં વક્ફ બોર્ડના ભ્રષ્ટાચારો પણ ઉજાગર થયા છે.

    - Advertisement -

    ‘સંશોધનથી વક્ફ બોર્ડમાંથી ભ્રષ્ટાચાર થશે દૂર’- AISSC અધ્યક્ષ

    નસરુદ્દીન ચિશ્તીએ (Naseruddin Chishty) વધુમાં જણાવતા કહ્યું કે, “સરકાર વક્ફ સંશોધન લાવી રહી છે, આ નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. અમે આ સંદર્ભે NSA અજીત ડોભાલ સાથે પણ મુલાકત કરી હતી. આ કાયદો લઘુમતીઓ અને મુસ્લિમોના પક્ષમાં જ આવી રહ્યો છે. લોકોને ગુમરાહ ન કરવા જોઈએ.” આ સાથે તેમણે એવી આશા પણ વ્યક્ત કરી છે કે, સંશોધન બાદ વક્ફ બોર્ડમાંથી ભ્રષ્ટાચાર પણ ખતમ થઈ જશે અને તમામ લઘુમતીઓના હિતોની રક્ષા થશે. AISSCના અધ્યક્ષ નસરુદ્દીન ચિશ્તીએ આ પહેલાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સાથે મુલાકાત કરીને પણ આ અંગે વાતચીત કરી હતી.

    નોંધનીય છે કે, રવિવારે (4 ઑગસ્ટ) સવારે એક સમાચાર સામે આવ્યા હતા અને તેનાથી અવારનવાર ચર્ચા અને વિવાદોમાં રહેતું વક્ફ બોર્ડ ફરીથી ચર્ચામાં આવ્યું હતું. સમાચાર એવા હતા કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ બોર્ડની અનિયંત્રિત સત્તા પર લગામ લગાવવા માટે વક્ફ એક્ટ, 1995માં સંશોધન કરી રહી છે અને આ માટે આગામી અઠવાડિયે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. મીડિયા અહેવાલોનું માનીએ તો મોદી સરકારની કેબિનેટે કાયદામાં કુલ 40 સંશોધનોને મંજૂરી આપી છે, જેના કારણે બોર્ડની સત્તા પર ગાળિયો કસાશે. કેન્દ્ર સરકાર તરફથી હજુ અધિકારિક જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે, અથવા બને કે સીધું બિલ જ રજૂ કરવામાં આવે. પરંતુ દેશમાં વક્ફ બોર્ડ, તેને લગતા કાયદા અને વિવાદો વિશે ચર્ચા ફરી એક વખત શરૂ થઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં