કોંગ્રેસ નેતા અલકા લાંબાએ ફેક આંકડાઓ ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવું તે વિપક્ષ માટે કોઈ મોટી કે નવી વાત નથી, વિપક્ષના કે અન્ય રાજકીય પક્ષના મોટા ગજાના રાજકારણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં એટલા અંધ બની જાય છે કે દેશના સર્વોચ્ચ પદ માનું એક એવા વડાપ્રધાન પદનું પણ સન્માન જાળવી શકતા નથી. ત્યારે કોંગ્રેસ નેતા અલકા લાંબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરતું ટ્વીટ કર્યું છે.
અલકા લાંબાએ દેશના ખુબજ સન્માનિત પદની ગરીમાને ઠેસ પહોંચાડવા માટે શરમની તમામ સીમાઓ ઓળંગી દીધી હતી.કોંગ્રેસ નેતા અલકા લંબાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે “નાલાયકને કેટલી વાર કહ્યું હતું કે ‘જુમલેબાઝી’ છોડ, થોડી મહેનત કરીલે, પણ આ કોઈનું સંભાળે તો ને, નપાસ તો થવાનોજ હતો”
नालायक को कितनी बार कहा था – जुमले-बाजी छोड़ थोड़ी मेहनत कर ले – पर यह किसी एक सुने तब ना – फेल तो होना ही था. pic.twitter.com/qbGLiDD6nF
— Alka Lamba (@LambaAlka) July 12, 2022
પોતાના ટ્વીટમાં લાંબાએ એક બનાવટી રીપોર્ટ કાર્ડ શેર કર્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ અને ફોટા સહીત ગ્લોબલ રેન્કિંગની માર્કશીટ બનાવી છે, જેમાં વડાપ્રધાન મોદીને ‘નાપાસ’ દેખાડવાની કોશિશ અલકા લાંબા દ્વારા કરવામાં આવી છે. સાથેજ રીમાર્કમાં એમ પણ લખવામાં આવ્યું છે કે ‘નરેન્દ્ર મોદી ખુબજ અધિકૃત વ્યક્તિ છે, તેમને સંવિધાનનું સન્માન કરવું જોઈએ. અને તેના મૂલ્યોનું પાલન કરવું જોઈએ.’
ભૂતકાળમાં પણ વડાપ્રધાન મોદીના અપમાનના અનેક દાખલા
આ પહેલી વાર નથી જેમાં વિપક્ષના કોઈ મોટા નેતા દ્વારા વડાપ્રધાન પદની ગરીમાને ઠેસ પહોંચાડવામાં આવી હોય, આ પહેલા ભૂતકાળમાં પણ અનેક લોકોએ વડાપ્રધાન પદ અને નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું છે, જેની સૂચી તો ઘણી લાંબી છે પણ કેટલાક અપમાનજનક નિવેદનો મે અહી ટાંકી રહ્યા છીએ.
મણિશંકર ઐયર દ્વારા વડાપ્રધાનનું અપમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અપમાન કરવાની સૂચિમાં સૌથી પહેલું નામ કોંગ્રેસના કદાવર નેતા મણિશંકર ઐયરનું લઇ શકાય, કારણકે તેમણે એક-બે વાર નહિ પણ અનેક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો છે, વર્ષ 2017 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. મણિશંકર ઐયરે કહ્યું હતું, ”મને લાગે છે કે આ માણસ બહુ નીચ પ્રકારનો છે. તેનામાં કોઈ સભ્યતા નથી. આ પહેલા જયારે નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે સામે આવ્યું હતું ત્યારે પણ ઐયરે કહ્યું હતું કે તેઓ મોદીને સદનની બહાર ચાની લારી ખોલાવી આપશે.
રણદીપ સૂરજેવાલા દ્વારા વડાપ્રધાનનું અપમાન
રણદીપ સૂરજેવાલાએ 17 સપ્ટેમ્બર 2020 ના રોજ પીએમ મોદીની સરખામણી બંદર સાથે કરી હતી. સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ‘અબકી બાર-બંદર કે હાથમે ઉસ્તરા સરકાર’.
किसान की आय दुगनी होने बारे – पता नही
— Randeep Singh Surjewala (@rssurjewala) September 17, 2020
किसान की आय कब तक दुगनी होगी – पता नही
कोरोना से कृषक आय पर क्या असर – पता नही
कितने प्रवासी मज़दूर मरे – पता नही
ये हैं मोदी सरकार के संसद में जबाब।
इसीलिए तो-
देश कैसे चलाते हैं- इन्हें पता नही.
अबकी बार- बंदर के हाथ में उस्तरा सरकार pic.twitter.com/kMgcQn6J1b
સૂરજેવાલાએ કહ્યું કે ખેડૂતની આવક બમણી થવા અંગે-ખબર નથી, ખેડૂતની આવક ક્યારે બમણી થશે- ખબર નથી. કોરોનાથી ખેડૂતની આવક પર શું અસર-ખબર નથી, કેટલા પ્રવાસી મજૂરો માર્યા ગયા-ખબર નથી. આ છે મોદી સરકારના સંસદમાં જવાબ. આથી તો દેશ કેવી રીતે ચાલે છે-તેમને ખબર નથી. ‘અબકી બાર-બંદર કે હાથમે ઉસ્તરા સરકાર’
બિહારના મંત્રી અબ્દુલ જલીલી મસ્તાન દ્વારા વડાપ્રધાનનું અપમાન
બિહારના મંત્રી અબ્દુલ જલીલી મસ્તાને એક જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પર જોડા ચલાવ્યા હતા. મંત્રી મસ્તાને વડાપ્રધાન મોદીને આ જાહેરસભામાં ડકેત જેવા અપશબ્દો પણ કહ્યા હતા.
આ ઘટનાનો વિવાદાસ્પદ વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થયો હતો. 22 ફેબ્રુઆરી 2017 ના રોજ બિહારના પુર્ણિયા જિલ્લામાં મંત્રી અબ્દુલ જલીલ કોંગ્રેસ દ્વારા આયોજિત જનવેદના સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે વડાપ્રધાન મોદીનું અપમાન કર્યું હતું.
માત્ર આટલુજ નહિ, આ ઉપરાંત પણ અનેક કોંગ્રેસના સિનિયર નેતાઓ બેફામ વાણી વિલાસ કરીને વડાપ્રધાન મોદીનું અને તેમના પદનું અપમાન અનેક વખત કરી ચુક્યા છે. અને કદાચ આમ કરીને તેઓ ચર્ચામાં રહેવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાંનો કીમિયો અપનાવતા હોય તેવું નજરે પડી રહ્યું છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદથી માંડીને તેઓ વડાપ્રધાન બન્યા ત્યાં સુધી તેમને કોંગ્રેસના નેતાઓએ અનેક ઉપનામો આપીને કે પછી અપમાનજનક શબ્દો વાપરીને અવારનવાર અપમાન કરતા આવ્યા છે.