ઉત્તર ગુજરાતમાં આવેલા વાવ પંથકની એક પરિણીતાને થરાદ તાલુકાના હાથાવાડા ગામના મુસ્લિમ યુવકે મારૂતિ ઈકો ગાડીમાં ભગાડી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બંનેને મહેસાણાના ઉનાવા ગામેથી પોલીસે પકડી વાવ પોલીસ મથકે લાવી વાવ થરાદના હાથાવાડા ગામના અલીમહમદ પઠાણે બળાત્કાર આચર્યો હોવાની ફરિયાદ ગુનો દાખલ કર્યો હતો.
મળતા અહેવાલો અનુસાર વાવ થરાદના હાથાવાડા ગામના અલીમહમદ પઠાણે બળાત્કાર આચર્યો તે ઘટનામાં વિગતે માહિતી તેવી છે કે આરોપી મારૂતિ ઈકો ગાડીમાં પેસેન્જર ભરી થરાદથી વાવના ફેરા મારતો હતો. આ દરમિયાન એક દિવસ પીડિતા તેની ગાડીમાં પેસેન્જર તરીકે બેઠી હતી. ત્યારબાદ તે બંને સંપર્કમાં આવ્યાં હતાં. સંપર્કમાં આવતા તે અવારનવાર તેની સાથે વાત કરતો રહેતો હતો. તેવામાં તે પરિણીતાના સાસરે પણ આવતો-જતો થયો હતો.
તેવામાં ગત તારીખ 27 ફેબ્રુઆરીના રોજ આરોપી અલીમહમદ પઠાણ મહિલાને ફોસલાવીને અને લગ્નની લાલચ આપીને તેની જ ઈકો ગાડીમાં ભગાડી ગયો હતો. જેથી પરિણીતાના સાસરિયાઓએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શોધખોળ કરતા પરિણીતા અને યુવક મહેસાણા જિલ્લાના ઉનાવા ગામેથી ઝડપાઈ ગયા હતા. પરણીતાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ તેને અલગ-અલગ શહેરોમાં ફેરવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને આરોપી ઇમામશા પઠાણ વિરુદ્ધ વાવ પોલીસે અપહરણ સહિત દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા ડીસાના શોએબે હિંદુ સગીરાને ભગાડી લઇ જઈને બળાત્કાર ગુજાર્યો હતો
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં જેહાદ કે તે પ્રકારનો આ પ્રથમ ગુનો નથી. આ પહેલા બનાસકાંઠાના ડીસામાં લવજેહાદ અને ધર્માંતરણ અને બળાત્કારનો મામલો સામે આવ્યો હતો, તેમાં આરોપી મુસ્લિમ યુવકે ઓળખ છુપાવીને હિંદુ સગરાને ફસાવી લગ્નના ઇરાદે ભગાડી લઇ ગયો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. હિંદુ સગીરા રસોઈ ગ્રુપમાં કામ કરતી હતી. જ્યાં તેનો પરિચય બનાસકાંઠાના અમીરગઢના એક ગામનો શોએબ સિંધી સાથે થયો હતો. જે બાદ શોએબે તેને લગ્નની લાલચ આપી મોબાઈલ લઇ આપ્યો હતો અને ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતા પણ શીખવી દીધું હતું.
જે બાદ 10 સપ્ટેમ્બરના રોજ શોએબ સગીરાને લગ્નના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. જે બાબતી જાણ સગીરાના પરિજનોને થતાં તેમણે સ્થાનિક ધારાસભ્ય શશીકાંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો, જેમણે જિલ્લા પોલીસ વડા અને ડીસા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ એક્શનમાં આવી હતી અને બંનેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં બંનેને પકડી લીધાં હતાં. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ જણાવ્યું હતું કે, આરોપીએ તેનું અપહરણ કરી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ પોલીસે સગીરાને પરિજનોને સોંપી આરોપી સામે આઇપીસી કલમ 363, 366, 376 (2) અને પોક્સોની કલમ (4) અને (6) હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરી લીધી હતી.