Tuesday, September 17, 2024
More
    હોમપેજક્રાઈમઅલ કાયદા ટેરર મોડ્યુલ મામલે ઘટસ્ફોટ: આતંકીઓએ બિહારથી ખરીદ્યાં હતાં હથિયારો, મુકાદમ...

    અલ કાયદા ટેરર મોડ્યુલ મામલે ઘટસ્ફોટ: આતંકીઓએ બિહારથી ખરીદ્યાં હતાં હથિયારો, મુકાદમ ઇશ્તિયાક હતો POKના આતંકવાદીના સંપર્કમાં

    ઝડપાયેલા 6 આતંકવાદીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીથી પકડાયા હતા. પોલીસને તેમની પાસેથી ભારે માત્રામાં હથીયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. દરમિયાન પૂછપરછમાં સામે આવ્યું હતું કે ટેરર મોડ્યુલ ચલાવવાના માસ્ટરમાઈન્ડ ડોક્ટર ઈશ્તિયાક અહમદે આ હથીયાર બિહારથી ખરીદ્યા હતા.

    - Advertisement -

    થોડા સમય પહેલાં દિલ્હી પોલીસે એક ખાસ ઓપરેશન પાર પાડીને અલ-કાયદા પ્રેરિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરીને 6 ઇસમોની ધરપકડ કરી હતી. ત્યારે હવે પોલીસ તપાસમાં નવા ઘટસ્ફોટ થયા છે. આ આતંકવાદી ટોળકીનું બિહાર કનેક્શન પણ સામે આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે, આ આતંકવાદીઓએ બિહારના લખીસરાયથી હથીયાર ખરીદ્યા હતા. આ હથીયાર રેડ દરમિયાન મળી આવ્યા હતા. જેમાં એક કાર્બાઈનનો પણ સમાવેશ થાય છે .

    પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસે તાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં દરોડા પાડીને અલ-કાયદા પ્રેરિત એક ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરીને 6 ઇસમોની ધરપકડ કરી લીધી હતી. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ઇન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી કુલ 17 ઠેકાણે દરોડા પાડીને ટેરર મોડ્યુલ સાથે સંકળાયેલા 6ની ધરપકડ કરી હતી. આ 6 આતંકવાદીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીથી ઝડપાયા હતા. પોલીસને તેમની પાસેથી ભારે માત્રામાં હથીયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. દરમિયાન પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ટેરર મોડ્યુલ ચલાવવાના માસ્ટરમાઈન્ડ ડોક્ટર ઈશ્તિયાક અહમદે આ હથીયાર બિહારથી ખરીદ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, દરોડા દરમિયાન મળી આવેલી કાર્બાઈન મશીન-ગન પણ ઈશ્તિયાક અહમદ પાસેથી જ પહોંચી હતી અને તેને 40 હજારમાં ખરીદવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર, ભીવાડીમાં જ્યાંથી આ આતંકવાદીઓ હથીયાર સાથે ઝડપાયા, તે સ્થળ સ્થાનિક ચૈપાન પોલીસ સ્ટેશનથી માત્ર 700 મીટર દૂર છે. આ તમામ અહીં બે મહિનાથી રૂમ ભાડે રાખીને રહી રહ્યા હતા. પોલીસને આ રૂમમાંથી હથિયારો તેમજ આતંકવાદી વિચારધારાવાળા સાહિત્યો પણ મળી આવ્યા હતા.

    - Advertisement -

    આખા મોડ્યુલનો મુકાદમ રાંચીનો ડોક્ટર ઈશ્તિયાક અહમદ

    ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ઇન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી કુલ 17 ઠેકાણે દરોડા પાડીને ટેરર મોડ્યુલ સાથે સંકળાયેલા 6ની ધરપકડ કરી હતી અને બાકીના 8 લોકોની અટકાયત કરી લીધી હતી. આ આખા મોડ્યુલનો મુકાદમ રાંચીનો એક ડૉક્ટર હોવાનું સામે આવ્યું છે, જેની ઓળખ ઈશ્તિયાક અહમદ તરીકે થઈ હતી.

    ગત 23 ઑગસ્ટના રોજ રાંચીના બરિયાતુ જોડા તળાવ પાસે આવેલા એક અપાર્ટમેન્ટમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ઝારખંડ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ બાદ અહીં રહેતા ડોક્ટર ઈશ્તિયાક અહમદની ધરપકડ કરી લેવામાં આવી હતી. તે મૂળ જમશેદપુરનો રહેવાસી છે અને છેલ્લાં 6 વર્ષોથી રાંચીના મેડિકલ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે કામ કરતો હતો. હજારીબાગ જિલ્લામાં તેનું ખાનગી ક્લિનિક પણ આવેલું છે. તેણે રાંચીના RIMSમાંથી MBBSનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, તે દેશમાં મોટી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાની ફિરાકમાં હતો અને તે માટે માણસો તૈયાર કરી રહ્યો હતો.

    ઈશ્તિયાક અહમદ ફરાર આતંકવાદી અબુ સુફિયાનના સંપર્કમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અબુ સુફિયાને POK જઈને આતંકવાદી કેમ્પમાં ટ્રેનિંગ મેળવેલી છે અને તેણે જ ઈશ્તિયાક અહમદની મુલાકાત અબ્દુલ રહમાન કાટકી સાથે કરાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઈશ્તિયાક તેના જ ઈશારે સ્થાનિક યુવકોને આતંકવાદી સંગઠન સાથે જોડવાનું કામ કરતો હતો. અબુ સુફિયાન હજુ સુધી ફરાર છે અને સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી છે, જ્યારે આતંકવાદી કાટકીને પહેલાં જ દિલ્હી સ્પેશ્યલ સેલ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં