સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) સાંસદ અખિલેશ યાદવે (Akhilesh Yadav) મઝહબી સ્થળોના સર્વેને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, ઉપરાંત તેમની પાર્ટીના નેતા તથા ધારાસભ્ય સુરેશ યાદવે (Suresh Yadav) આપેલા નિવેદનનું પણ સમર્થન કર્યું હતું. નોંધનીય છે કે, સુરેશ યાદવે ભાજપને (BJP) ‘હિંદુ આતંકવાદી સંગઠન’ (Hindu Terrorist Organization) ગણાવ્યું હતું. આ મામલે અખિલેશ યાદવે કહ્યું કે, આ લોકો આ બધું ખોદતા-ખોદતા એક વખતે એમની સરકારને પણ ખોદી કાઢશે. આ મામલે ભાજપના નેતાઓએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ઇટાવા ખાતે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું હતું કે, “આ લોકો આવી જ રીતે બધું શોધતા રહેશે. ખોદતા-ખોદતા એક વાર એમની સરકારને પણ ખોદી નાખશે. આ લોકો લોકશાહીમાં નહીં પણ સરમુખત્યારશાહીમાં માને છે.” આ જ દરમિયાન તેમણે સુરેશ યાદવે આપેલ નિવેદનનું પણ સમર્થન કર્યું હતું.
"यह लोग ऐसे ही ढूंढते रहेंगे, खोदते खोदते एक दिन अपनी सरकार को भी खोद देंगे। यह लोग लोकतंत्र में नहीं एक तंत्र में भरोसा करते हैं।"
— Samajwadi Party (@samajwadiparty) December 23, 2024
– माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी, इटावा pic.twitter.com/aMD7lx3Y2k
નોંધનીય છે કે, સુરેશ યાદવે એવું નિવેદન આપ્યું હતું કે, “આ ભાજપ સરકાર નથી, પરંતુ હિંદુ આતંકવાદી સંગઠન છે, જે દેશને બરબાદ કરવા માંગે છે. સમાજવાદી પાર્ટી તેને ક્યારેય સહન કરશે નહીં.” આ નિવેદનનું સમર્થન કરતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, “જેઓ નફરત ફેલાવે છે, નકલી એન્કાઉન્ટર કરે છે અને કાયદા મુજબ કામ કરતા નથી… તેમના માટે અન્ય કોઈ શબ્દ છે જે વાપરી શકાય?”
भाजपा सरकार को हिंदू आतंकवादी संगठन बताने वाले बाराबंकी के समाजवादी पार्टी के विधायक सुरेश यादव उर्फ धर्मराज यादव का विवादित वीडियो वायरल होने के बाद राजनैतिक माहौल गर्म वायरल वीडियो शनिवार बाराबंकी के गन्ना संस्थान परिसर का बताया जा रहा pic.twitter.com/pWM9AmGvTT
— Satish kumar Kashyap (@SatishK02054269) December 22, 2024
શહેઝાદ પૂનાવાલાએ કર્યો વિરોધ
નોંધનીય છે કે, સુરેશ યાદવ ઉર્ફે ધર્મરાજ યાદવનું ભાજપ વિરોધી નિવેદન આવ્યા બાદ ઘણો વિવાદ સર્જાયો હતો. ભાજપના નેતાઓએ પણ આ નિવેદનનો વિરોધ કર્યો હતો. આ મામલે ભાજપ નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, “તેઓ જનતાના એ વિવેક પર સવાલો ઉઠાવી રહ્યા છે, જેના કારણે ભાજપને ત્રીજી વખત જીત મળી છે.”
તેમણે કહ્યું હતું કે, “INDI ગઠબંધનમાં હિંદુવિરોધી માનસિકતા ભરેલી છે. તેઓ ઉપદ્ર્વીઓની સાથે ઉભા હોય છે, મુસ્લિમ આતંકવાદીઓને મુક્ત કરવાનું સમર્થન કરે છે, હિંદુઓને આતંકવાદી ગણાવતા ભાજપને આતંકવાદી સંગઠન કહે છે. તેમણે માફી માંગવી જોઈએ.”
શિવસેનાએ પણ કરી સુરેશ યાદવની નિંદા
આ ઉપરાંત શિવસેનાના એકનાથ શિંદે જૂથના નેતા સંજય નિરુપમે પણ સુરેશ યાદવની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ એક ખૂબ જ વાંધાજનક નિવેદન છે. સમાજવાદી પાર્ટીના લોકો મૂળભૂત રીતે નમાજવાદી છે. આપણે તેમની પાસેથી આનાથી વધુની અપેક્ષા રાખી શકે નહીં.. ભારતીય જનતા પાર્ટી આ દેશની એક મજબૂત અને દ્રઢ પાર્ટી છે, જે લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા સતત ત્રણ ચૂંટણી જીતીને સત્તામાં આવી છે.”