વર્ષ 2024 હવે પૂર્ણતાના આરે છે, થોડા જ કલાકોમાં 2025 શરૂ થઈ જશે. આખી દુનિયાના ખ્રિસ્તી (Christian) સહિતના સમુદાયો નવા વર્ષને (New Year) આવકારવા તલપાપડ છે. તેવામાં દેશના મુસ્લિમો માટે નિરાશાજનક ખબર છે. વાત એમ છે કે જે મુસ્લિમો નવા વર્ષની ઉજવણી કરવા ઈચ્છે છે, તેમને લઈને ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના (AIMJ) રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શાહબુદ્દીન રઝવી બરેલવીએ (Maulana Mufti Shahabuddin Razvi Barelvi) એક ફતવો (fatwa) જાહેર કર્યો છે. મૌલાનાએ ફતવો જાહેર કરીને ન્યૂ-યર ઉજવણી હરામ ગણાવી છે. તેમણે કહ્યું છે કે મુસ્લિમોએ આ પ્રકારની ગતિવિધિઓથી બચવું જોઈએ.
#NewYear2025 | मुसलमानों के लिए नया साल मनाना हराम और गुनाह है, मौलाना मुफ्ती शहाबुद्दीन रज़वी बरेलवी ने जारी किया फतवा… #NewYearsEve #Party pic.twitter.com/5QOlB3eeFe
— Zee Business (@ZeeBusiness) December 30, 2024
મુસ્લિમો માટે ફતવો જાહેર કરીને ન્યૂ-યર ઉજવણી હરામ ગણાવતા મૌલાનાએ કહ્યું છે કે, “આ ‘ગૈર-ઇસ્લામિક’ તહેવાર છે.” મૌલાના રઝવીએ ફતવામાં કહ્યું છે કે, “નાચવું-ગાવું ઇસ્લામમાં સંપૂર્ણપણે હરામ છે, માટે નવા વર્ષની ઉજવણી પણ હરામ છે.” મૌલાના શાહબુદ્દીને તેમ પણ કહ્યું કે, “શરિયા મુજબ આ એક અપરાધિક કૃત્ય છે અને મુસ્લિમ યુવાનો અને યુવતીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ.”
તે ખ્રિસ્તીઓનો તહેવાર, મુસ્લિમો માટે નાજાયજ
ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શાહબુદ્દીન રઝવી બરેલવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ખ્રિસ્તીઓનો તહેવાર છે અને મુસ્લિમો માટે તે ‘નાજાયજ’ છે. આ ફતવામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવું વર્ષ જાન્યુઆરીમાં શરૂ થાય છે, જે અંગ્રેજી નવા વર્ષની શરૂઆત છે. તેમના કહેવા અનુસાર આ નવા વર્ષનો પહેલો દિવસ ખ્રિસ્તીઓનો ધાર્મિક દિવસ છે અને તેની ઉજવણી ખ્રિસ્તીઓની ધાર્મિક ઉજવણી છે. આથી મુસ્લિમોનો તેમાં ભાગ લેવો પણ નાજાયજ/ગેરવ્યાજબી છે. તેમણે શરિયાના હવાલે કહ્યું કે, “ઇસ્લામ આવા કાર્યક્રમોમાં જવાની કડકાઈથી મનાઈ ફરમાવે છે.”
મૌલાનાનું કહેવું છે કે નવા વર્ષને લઈને આયોજાતા કાર્યક્રમોમાં લોકો નાચે છે, ગાય છે, ફટાકડા ફોડે છે, દારુ પીવે છે, જુગાર રમે છે, તાળીઓ અને સીટીઓ વગાડે છે. આવા કાર્યક્રમોમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ભાગ લે છે જે તદ્દન ગેરવ્યાજબી છે, કારણકે આ તમામ ગતિવિધિઓ ઇસ્લામ અને શરિયામાં નાજાયજ છે. આ કારણે જ મુસ્લિમોએ આવા કાર્યક્રમોથી દૂર રહેવું જોઈએ. મૌલાનાએ ફતવો જાહેર કરીને તમામ મુસ્લિમો માટે આવી ‘ગૈર-શરિયત’ ગતિવિધિઓમાં શામેલ થવા પ્રતિબંધ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે જો કોઈ તેનું ઉલ્લંઘન કરશે, તો તે ઇસ્લામનો ગુનેગાર હશે.