Tuesday, April 22, 2025
More
    હોમપેજગુજરાતવક્ફ અધિનિયમના વિરોધના નામે રખિયાલમાં મસ્જિદ સામે મુસ્લિમ ટોળાએ રસ્તો રોકી પઢી...

    વક્ફ અધિનિયમના વિરોધના નામે રખિયાલમાં મસ્જિદ સામે મુસ્લિમ ટોળાએ રસ્તો રોકી પઢી નમાજ: ફેલાવ્યું ‘મસ્જિદ લઈ લેશે’નું જૂઠ્ઠાણું, અમદાવાદ પોલીસે કરી લીધા ડિટેઇન

    અટકાયક વખતનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસ્લિમ વ્યક્તિ ફરી વાર એક જૂઠ ફેલાવીને મુસ્લિમોને ઉશ્કેરતો દેખાય છે. તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને ટાંકીને કહે છે કે આ લોકો તેમની મસ્જિદો અને કબ્રસ્તાનો લઈ લેશે.

    - Advertisement -

    મોદી સરકારે આખરે પોતાનો વર્ષો જૂનો વાયદો પૂરો કરતા દેશભરમાં વક્ફ બિલ પાસ કરાવીને અધિનિયમ (Waqf Act Oppose) લાગુ કરી દીધો છે. કટ્ટરવાદી મુસ્લિમો ઉપરાંત મોટાભાગના વિપક્ષી દળો આ સત્ય હજુ પચાવી નથી શક્યા. તેવામાં અમદાવાદના રખિયાલમાં (Rakhial Ahmedabad) વક્ફ અધિનિયમનો વિરોધ કરવા મુસ્લિમ ટોળું (Muslim Mob) રોડ પર ઉતર્યું હતું, પરંતુ અમદાવાદ પોલીસની સતર્કતાથી તેઓ વાતાવરણ બગાડે એ પહેલા જ તેમણે ડિટેઇન કરી લેવાયા હતા.

    સાગર પટોળીયાએ X પર પોસ્ટ કરેલા વિડીયો અનુસાર અમદાવાદના રખિયાલની કલંદરી મસ્જિદ પાસે મુસ્લિમોએ રસ્તો રોકીને ગેરવ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે મુસ્લિમ ટોળાએ પહેલા એક આખો મુખ્ય રોડ બંધ કરી દીધો હતો અને રોડ પર જે નમાજ પઢવા માંડ્યા (Namaz on Road) હતા.

    આ ભીડ અહીંયા વક્ફ અધિનિયમનો વિરોધ કરવા ભેગી થઈ હતી અને જુમ્માની નમાજ બાદ વિરોધ પ્રદર્શન કરવાનું તેમનું પ્લાનિંગ હતું. પરંતુ અમદાવાદ પોલીસે સમયસર સ્થિતિ માપી લેતા શરૂઆતમાં સૌની અટકાયત કરી લીધી હતી જેથી સ્થિતિ વણસી નહીં.

    - Advertisement -

    મોદી મસ્જિદો લઈ લેશ- ફરી એકનું એક જૂઠ

    અટકાયક વખતનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસ્લિમ વ્યક્તિ ફરી વાર એક જૂઠ ફેલાવીને મુસ્લિમોને ઉશ્કેરતો દેખાય છે. તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને ટાંકીને કહે છે કે આ લોકો તેમની મસ્જિદો અને કબ્રસ્તાનો લઈ લેશે.

    વિડીયોમાં તે બોલતો સંભળાય છે, “આ મોદી અને અમિત શાહ કોણ છે? તેમના બાપનો દેશ છે? કોઈના બાપની જાગીર નથી આ.”

    હાલ અમદાવાદ પોલીસે તોફાનીઓની અટકાયત કરી લઈને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં