Saturday, October 12, 2024
More
    હોમપેજક્રાઈમઅમદાવાદ: દાણીલીમડામાં સાથે જતાં હિંદુ યુવક-મુસ્લિમ યુવતી પર મઝહબી કટ્ટરપંથીઓનો હુમલો, માર...

    અમદાવાદ: દાણીલીમડામાં સાથે જતાં હિંદુ યુવક-મુસ્લિમ યુવતી પર મઝહબી કટ્ટરપંથીઓનો હુમલો, માર મારી યુવતીનો બુરખો ખેંચતો વિડીયો વાયરલ

    સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ટોળાથી બચવા મુસ્લિમ યુવતી બુરખાથી પોતાનો ચહેરો ઢાંકવા પ્રયત્ન કરી રહી છે.

    - Advertisement -

    અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મુસ્લિમ યુવતી સાથે જઈ રહેલા એક હિંદુ યુવક પર કટ્ટરપંથી મુસ્લિમ ટોળાના હુમલાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો દાણીલીમડા વિસ્તારની ચિરાગ હાઇસ્કુલ પાસેનો છે. વિડીયોમાં મુસ્લિમોનું એક ટોળું એક મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક સાથે મારપીટ કરતું જોવા મળી રહ્યું છે.

    સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ટોળાથી બચવા મુસ્લિમ યુવતી બુરખાથી પોતાનો ચહેરો ઢાંકવા પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન એક વ્યક્તિ આ યુવતીનો બુરખો ખેંચીને તેને થપ્પડ મારે છે. આ દ્રશ્યો વખતે લોકો કહી રહ્યા છે કે, “વિડીયો બનાવ, ફોટો લે આનો, આના બાપને મોકલ, શરમ નથી આવતી. બનાવો વિડીયો બનાવો આનો.”

    ત્યારબાદ વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે મુસ્લિમ યુવતી સાથે જવા બદલ હિંદુ યુવકને માર મારવામાં આવી રહ્યો છે. લોકો કહી રહ્યા છે, “વિડીયો બનાવ એનો, એની હિંમત કેવી રીતે થઇ મુસ્લિમ છોકરી સાથે ફરવાની.” આ સાથે વિડીયોમાં જોઈ શકાય છે કે ખૂબ જ અભદ્ર ગાળો આપવામાં આવી રહી છે. આ દરમિયાન એક વ્યક્તિ યુવકને તમાચો પણ મારે છે.”

    - Advertisement -

    વડોદરામાં પણ હિંદુ યુવકો સાથે ફરતી યુવતીઓને ટાર્ગેટ કરવાનું ષડ્યંત્ર ઝડપાયું

    ઉલ્લેખનીય છે કે થોડા જ કલાકો પહેલાં વડોદરા પોલીસે શહેરમાંથી મુસ્લિમ યુવકોનું એક એવું નેટવર્ક શોધી કાઢ્યું છે જેઓ શહેરમાં ક્યાંય પણ કોઈ મુસ્લિમ યુવતી હિંદુ યુવક સાથે જોવા મળે તો તેમની પાસે પહોંચી જઈને દાદાગીરી કરતા હતા અને વિડીયો બનાવી લઈને તેમના પરિવારને બ્લેકમેલ કરતા હતા. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમની ઓળખ મુસ્તકિન, નજુમિયાં અને સાહિલ શેખ તરીકે થઇ છે.

    વાસ્તવમાં બે મહિના પહેલાં વડોદરાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં શહેરના અકોટા બ્રિજ પાસે એક આઈસ્ક્રીમ પાર્લર પર બેઠેલાં હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી બેઠાં હતાં ત્યારે ત્યાં અમુક યુવાનોએ પહોંચી જઈને હોબાળો મચાવ્યો હતો અને યુવકનો કોલર પકડી લઈને તેની સાથે માથાકૂટ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો, જે વાયરલ થઇ ગયો હતો.

    તાજેતરમાં વડોદરા પોલીસના ધ્યાને આ વિડીયો આવ્યો હતો. પોલીસે પોતાના નેટવર્કની મદદથી તપાસ કરતાં આની પાછળ એક આખું નેટવર્ક હોવાનું સામે આવ્યું હતું. વાસ્તવમાં આ મુસ્લિમ યુવાનો એક વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા અને જેમાં તેઓ મુસ્લિમ યુવતીઓ પર નજર રાખતા અને જો એમ જાણવા મળે કે ક્યાંક કોઈ મુસ્લિમ યુવતી કોઈ હિંદુ યુવક સાથે સંપર્કમાં છે તો ત્યાં પહોંચી જતા અને વિડીયો ઉતારીને તેમને બ્લેકમેલ કરતા હતા તેમજ તેમના પરિવારો સુધી પણ પહોંચી જતા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં