Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતહિંદુ યુવકો સાથે ફરતી મુસ્લિમ યુવતીઓને ટાર્ગેટ કરવા બનાવાયું હતું વોટ્સએપ ગ્રુપ,...

    હિંદુ યુવકો સાથે ફરતી મુસ્લિમ યુવતીઓને ટાર્ગેટ કરવા બનાવાયું હતું વોટ્સએપ ગ્રુપ, આખા શહેરમાં ફેલાયેલું હતું નેટવર્ક: વડોદરા પોલીસે મુસ્તકિન-સાહિલ સહિત ત્રણને દબોચ્યા

    બે મહિના પહેલાં વડોદરાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં શહેરના અકોટા બ્રિજ પાસે એક આઈસ્ક્રીમ પાર્લર પર બેઠેલાં હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી બેઠાં હતાં ત્યારે ત્યાં અમુક યુવાનોએ પહોંચી જઈને હોબાળો મચાવ્યો હતો, જેની તપાસ બાદ સમગ્ર નેટવર્ક ખુલ્યું.

    - Advertisement -

    વડોદરા પોલીસે શહેરમાંથી મુસ્લિમ યુવકોનું એક એવું નેટવર્ક શોધી કાઢ્યું છે જેઓ શહેરમાં ક્યાંય પણ કોઈ મુસ્લિમ યુવતી હિંદુ યુવક સાથે જોવા મળે તો તેમની પાસે પહોંચી જઈને દાદાગીરી કરતા હતા અને વિડીયો બનાવી લઈને તેમના પરિવારને બ્લેકમેલ કરતા હતા. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમની ઓળખ મુસ્તકિન, નજુમિયાં અને સાહિલ શેખ તરીકે થઇ છે. 

    વાસ્તવમાં બે મહિના પહેલાં વડોદરાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં શહેરના અકોટા બ્રિજ પાસે એક આઈસ્ક્રીમ પાર્લર પર બેઠેલાં હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી બેઠાં હતાં ત્યારે ત્યાં અમુક યુવાનોએ પહોંચી જઈને હોબાળો મચાવ્યો હતો અને યુવકનો કોલર પકડી લઈને તેની સાથે માથાકૂટ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો, જે વાયરલ થઇ ગયો હતો. 

    તાજેતરમાં વડોદરા પોલીસના ધ્યાને આ વિડીયો આવ્યો હતો. પોલીસે પોતાના નેટવર્કની મદદથી તપાસ કરતાં આની પાછળ એક આખું નેટવર્ક હોવાનું સામે આવ્યું હતું. વાસ્તવમાં આ મુસ્લિમ યુવાનો એક વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા અને જેમાં તેઓ મુસ્લિમ યુવતીઓ પર નજર રાખતા અને જો એમ જાણવા મળે કે ક્યાંક કોઈ મુસ્લિમ યુવતી કોઈ હિંદુ યુવક સાથે સંપર્કમાં છે તો ત્યાં પહોંચી જતા અને વિડીયો ઉતારીને તેમને બ્લેકમેલ કરતા હતા તેમજ તેમના પરિવારો સુધી પણ પહોંચી જતા હતા. 

    - Advertisement -

    આ વિશે વધુ માહિતી આપતાં DCP અભય સોનીએ મીડિયાને જણાવ્યું હતું કે, તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે કોઈ કોમી બનાવ ન બને તે માટે સોશિયલ મીડિયા પર વૉચ રાખી રહ્યા હતા. દરમ્યાન ટ્વિટર પર વાયરલ થયેલો એક વિડીયો જોવા મળ્યો, જેમાં બે અલગ ધર્મનાં મહિલા-પુરૂષ ફરતાં હતાં, તેમને અમુક લોકોએ ઘેરી લઈને ગેરવર્તન કર્યું હતું. વિડીયોની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યાં છે, જે એવા લોકોને ટાર્ગેટ કરતા હોય છે જેમાં મહિલા એક ધર્મની હોય અને પુરૂષ બીજા ધર્મનો હોય. તેમનું નેટવર્ક આખા વડોદરા શહેરમાં ફેલાયેલું છે અને ઘણા યુવાનો જોડાયા હતા. 

    તેમના જણાવ્યા અનુસાર આ યુવાનો સતત વૉચ રાખતા રહેતા હતા અને જો કોઈ મુસ્લિમ યુવતી હિંદુ યુવક સાથે જોવા મળે કે તરત ત્યાં પહોંચી જતા અને હોબાળો કરતા. તેમની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે એક ગ્રુપ ત્રણથી ચાર મહિના સક્રિય રાખતા અને ત્યારબાદ તે ડિલીટ કરીને નવું બનાવી દેતા. પોલીસને આવું એક ‘આર્મી ઑફ મહેંદી’ નામનું ગ્રુપ મળી આવ્યું હતું, જેના ત્રણ એડમિનોની ધરપકડ કરવામાં આવી છે. જેમની ઓળખ મુસ્તકિન ઈમ્તિયાઝ શેખ, બુરાનવાલા નજુમિયાં સૈયદ અને સાહિલ શાહબુદ્દીન શેખ તરીકે થઇ છે. 

    પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રણેય સામે IPCની કલમ 153A, 201 અને 505 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમના ફોન કબ્જે કરવામાં આવ્યા છે FSLમાં મોકલવામાં આવશે અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે મામલેની તપાસ કરવામાં આવશે.

    પોલીસે જણાવ્યું હતું કે, તેમને એવી માહિતી પણ મળી છે કે આ આરોપીઓ શહેરમાં મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓને પણ અંજામ આપવાનાં કાવતરાં ઘડી રહ્યાં હતાં. જેથી કોમી શાંતિ જળવાય રહે તે માટે પોલીસ ગંભીરતાથી આ મામલે તપાસ અને કાર્યવાહી કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં