Monday, February 17, 2025
More
    હોમપેજક્રાઈમવહેલી સવારે 125 કિલો ગૌમાંસ લઈને જઈ રહ્યો હતો નઝમલ મહોમ્મદ યુસુફ...

    વહેલી સવારે 125 કિલો ગૌમાંસ લઈને જઈ રહ્યો હતો નઝમલ મહોમ્મદ યુસુફ કુરેશી, શાહપુર પોલીસે વોચ ગોઠવીને પકડ્યો: સેમ્પલ FSLમાં અપાયાં, કાર્યવાહી શરૂ

    બાતમી મળતાની સાથે જ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભાટિયાએ સ્ટાફ સાથે મળીને ટીમ તૈયાર કરી હતી. ત્યાર બાદ વહેલી સવારે લગભગ સાત વાગ્યાના આરસમાં જ તેઓ યુસુફ કુરેશીની રાહમાં વોચ રાખવા ગોઠવાઈ ગયા હતા. જે મુજબ બાતમી મળી તે મુજબ જ આરોપી ત્યાંથી પસાર થયો અને પોલીસે તેને આંતરી લીધો હતો.

    - Advertisement -

    ગુજરાતમાં ગૌમાંસ પકડાવવાના કિસ્સા દિવસે-દિવસે વધી રહ્યા છે. તેવામાં અમદાવાદની શાહપુર પોલીસે નઝમલ મહોમ્મદ યુસુફ કુરેશીને 125 કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપી નઝમલ ગૌમાંસ (Beef) લઈને પસાર થવાનો છે. બાતમી મળતા જ શાહપુર પોલીસે વોચ ગોઠવી દીધી હતી. જેવો તે આવ્યો, કે પોલીસે તેને ઉઠાવી લીધો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર બાતમી મળતાની સાથે જ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભાટિયાએ સ્ટાફ સાથે મળીને ટીમ તૈયાર કરી હતી. ત્યાર બાદ વહેલી સવારે લગભગ સાત વાગ્યાના આરસમાં જ તેઓ યુસુફ કુરેશીની રાહમાં વોચ રાખવા ગોઠવાઈ ગયા હતા. જે મુજબ બાતમી મળી તે મુજબ જ આરોપી ત્યાંથી પસાર થયો અને પોલીસે તેને આંતરી લીધો હતો.

    આ મામલે વધુ વિગતો લેવા ઑપઇન્ડિયાએ શાહપુર પોઈસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ પાર્થેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે માહિતી આપતા ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “આરોપી યુસુફ પર ઘણા લાંબા સમયથી અમને શંકા હતી. તેવામાં સવારે પોણા સાતની આસપાસ અમારા કોન્સ્ટેબલને બાતમી મળી હતી જે તે ટોરેન્ટ પાવર નજીકથી પસાર થવાનો છે. અમારા સ્ટેશનમાંથી એક ટીમ તૈયાર થઈ અને વહેલી સવારે જ તેની વોચમાં ગોઠવાઈ ગઈ.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “જેવો તે ગૌમાંસ સાથે પસાર થયો કે અમારી ટીમે તેને આંતરીને તપાસ કરતા તેની પાસેથી 125 કિલો માંસ મળી આવ્યું હતું. બાતમી સાચી અને પાકી નીકળી હતી.” PI વાઘેલાના જણાવ્યા અનુસાર હાલ આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ઝડપાયેલું માંસ FSLમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું છે. સાથે જ તેની પાસેથી અંદાજે 68 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં