Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપેસેન્જર પાસેથી બળજબરીથી રિક્ષા ભાડું વસૂલ્યું, પૈસા ઝૂંટવીને મારામારી કરી: વિડીયો વાયરલ...

    પેસેન્જર પાસેથી બળજબરીથી રિક્ષા ભાડું વસૂલ્યું, પૈસા ઝૂંટવીને મારામારી કરી: વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદના રિક્ષાચાલક અકબર ખલીફાની અટકાયત, લાયસન્સ રદ કરાશે

    વિડીયોમાં દેખાય છે કે, કાલુપુર રેલવે સ્ટેશનથી પેસેન્જર લઈને નીકળેલો રિક્ષા ડ્રાઈવર તેને રસ્તામાં ઉતારી બળજબરીપૂર્વક પૈસા પડાવે છે. એટલું જ નહીં, પેસેન્જરના હાથમાંથી પૈસા ઝૂંટવીને તેને માર મારે છે.

    - Advertisement -

    અમદાવાદ શહેરમાં ભાડા માટે પેસેન્જર સાથે માથાકૂટ કરતા રિક્ષાચાલકો અવારનવાર જોવા મળે છે. પરંતુ, તાજેતરમાં એક રિક્ષાચાલકે હદ પાર કરી નાખી હતી અને પેસેન્જર સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો. મુસાફરને માર મારીને બળજબરીપૂર્વક પૈસા કઢાવનારા એ અમદાવાદના રિક્ષાચાલકની અટકાયત કરવામાં આવી છે. શહેરની ટ્રાફિક પોલીસે ડ્રાઈવરની રિક્ષા ડિટેઈન કરીને ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરી છે. ડ્રાઈવરની ઓળખ અકબર મુમતાઝ હુસૈન ખલીફા તરીકે થઈ છે.

    સોશિયલ મીડિયામાં વિડીયો થયો હતો વાયરલ

    વાસ્તવમાં અમદાવાદના રિક્ષચાલકનીઅટકાયત પાછળ એક વાયરલ વિડીયોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગઈકાલે બુધવારે (1 જૂન, 2023) સોશિયલ મીડિયા પર એક વિડીયો શૅર કરવામાં આવ્યો હતો જેમાં રિક્ષાચાલકની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી હતી.

    વિડીયોમાં દેખાય છે કે, કાલુપુર રેલવે સ્ટેશનથી પેસેન્જર લઈને નીકળેલો રિક્ષા ડ્રાઈવર તેને રસ્તામાં ઉતારી બળજબરીપૂર્વક પૈસા પડાવે છે. એટલું જ નહીં, પેસેન્જરના હાથમાંથી પૈસા ઝૂંટવીને તેને માર મારે છે. આ વાયરલ વિડીયો પોલીસના હાથે લાગ્યા બાદ ડ્રાઈવર તેમજ રિક્ષાની ડીસીપી ટ્રાફિક પૂર્વ સ્કવોડના માણસો દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ડ્રાઈવર મોહનલાલની ચાલી રાજપુર ગોમતીપુરનો હોવાનું માલૂમ પડ્યું હતું.

    રિક્ષાચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી

    - Advertisement -

    પોલીસ રિક્ષાચાલકના ઘરે પહોંચી હતી જ્યાં અકબર મુમતાઝ હુસૈન મળી આવ્યો હતો. ત્યારબાદ રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી તેમજ તેનું ડ્રાઈવિંગ લાયસન્સ અને પરમિટ રદ કરવા માટે આર.ટી.ઓ. અધિકારીને રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આરોપી વિરુદ્ધ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે અટકાયતના પગલાં પણ લેવામાં આવ્યા છે. બીજી તરફ વિડીયોમાં દેખાતા પેસેન્જરની પણ પોલીસ તપાસ કરી રહી છે.

    અન્ય એક કિસ્સામાં હર્ષ સંઘવીએ કરી હતી ટ્વીટ

    ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલમાં પણ રીક્ષાચાલકની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો હતો જેની નોંધ ખુદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી. અમદાવાદના રીક્ષાચાલકે એક ટુરિસ્ટ પાસેથી સાડા પાંચ કિમીની મુસાફરીનું રૂ. 647 ભાડું વસૂલ્યું હતું અને ધમકી પણ આપી હતી. જે બાદ ટુરિસ્ટે પોતાનો કડવો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ટ્વીટના રિપ્લાયમાં હર્ષ સંઘવીએ માફી માગતા તપાસની ખાતરી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં