Friday, March 7, 2025
More
    હોમપેજગુજરાતવાહન બાબતે થયો હતો ઝઘડો, પણ રમજાનમાં મુસ્લિમો પર પથ્થરમારો થતો હોવાના...

    વાહન બાબતે થયો હતો ઝઘડો, પણ રમજાનમાં મુસ્લિમો પર પથ્થરમારો થતો હોવાના દાવા સાથે ફેરવ્યા વિડીયો: અમદાવાદના મહેંદી સૈયદની ધરપકડ કરતી પોલીસ

    અમુક વિડીયોમાં એક શખ્સે મુસ્લિમોને હેરાન કરવામાં આવી રહી હોવાના દાવા કર્યા હતા. અમદાવાદ પોલીસે પછીથી તપાસ કરતાં આ ઇસમની ઓળખ મહેંદી સૈયદ તરીકે થઈ હતી. વધુમાં જાણવા મળ્યું કે તેણે સોશિયલ મીડિયા પર વિડીયો ફરતા કરીને જે દાવા કર્યા છે તેવું વાસ્તવમાં કશું જ બન્યું ન હતું.

    - Advertisement -

    અમદાવાદ પોલીસે શુક્રવારે (7 માર્ચ) કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ એક મુસ્લિમ યુવકની ધરપકડ કરી છે. વટવા વિસ્તારમાં રહેતા આ મહેંદી સૈયદ નામના ઇસમે સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ કર્યા હતા અને મીડિયામાં બાઈટ આપી હતી, જેમાં દાવો એવો કર્યો હતો કે રમજાનમાં મુસ્લિમોને રંજાડવામાં આવી રહ્યા છે, હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમજ પથ્થરમારો પણ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પોલીસે તપાસ કરતાં આવું કશું જ નીકળ્યું ન હતું. 

    વાસ્તવમાં બન્યું હતું એવું કે ગત 4 માર્ચના રોજ ઇન્સ્ટાગ્રામ અને X જેવાં સોશિયલ મીડિયા માધ્યમો પર અમુક વિડીયો વાયરલ થવાના શરૂ થયા હતા. જેમાં ઉપર કહ્યા મુજબના દાવાઓ થયા હતા. 

    ઇન્સ્ટાગ્રામ ઉપર એક ‘જર્નાલિસ્ટ ઓજેફ’ નામના એક હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વટવા પોલીસ મથકની બહાર એક ટોળું એકઠું થયેલું જોવા મળે છે. તેમાંથી વચ્ચે ઊભેલો એક યુવક બોલતો જોવા મળે છે કે, “હવે રમજાનનો મહિનો શરૂ થઈ ગયો છે. અહીં દરગાહમાં મુસ્લિમો આવીને નમાજ પઢી રહ્યા છે. ત્યારે અહીં અમુક એવા લોકો છે જેઓ લોકોને મારી રહ્યા છે, તેમની પર હુમલા કરી રહ્યા છે, જેથી મુસ્લિમો કશુંક કરે. તેઓ અહીંથી નીકળતાં બાળકોને મારી રહ્યા છે. કશુંક થયું તો તેનું જવાબદાર કોણ. અહીં પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. પીસીઆર આવી રહી છે, પોલીસ સ્ટેશનમાં બધા છે, પણ કોઈ અવાજ ઉઠાવી રહ્યું નથી.”

    - Advertisement -

    ત્યારબાદ આ જ ઇસમે અમુક મીડિયા પોર્ટલો સાથે પણ વાત કરી હતી. જેમાં તે કહેતો સંભળાય છે કે, “વટવામાં અમુક લોકો માહોલ ખરાબ કરી રહ્યા છે. લોકો નમાજ પઢીને નીકળી રહ્યા છે તેમની ઉપર પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે. તેમને છરીની ધાર પર કંઈ-કંઈ બોલાવવામાં આવી રહ્યું છે.”

    તે પોલીસ પર પણ આરોપ લગાવીને કહે છે કે, “અહીં અમે આવીને ફરિયાદ લખાવી, પરંતુ કોઈનું નામ ન લખાયું. અજાણ્યા ઈસમો તરીકે નામ લેવામાં આવ્યાં.” તેણે એવો પણ દાવો કર્યો કે હિંદુઓ જેઓ ટોપી પહેરીને નમાજ પઢવા જઈ રહ્યા છે તેમને પથ્થર મારીને ટાર્ગેટ કરી રહ્યા છે. તે એમ પણ કહે છે કે દર રમજાનમાં આવું બને છે અને પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. તેના આ વિડીયોને પછીથી અમુક મુસ્લિમ અકાઉન્ટ્સ દ્વારા ફરતો કરવામાં આવ્યો હતો. 

    અમદાવાદ પોલીસે પછીથી તપાસ કરતાં આ ઇસમની ઓળખ મહેંદી સૈયદ તરીકે થઈ હતી. વધુમાં જાણવા મળ્યું કે તેણે સોશિયલ મીડિયા પર વિડીયો ફરતા કરીને જે દાવા કર્યા છે તેવું વાસ્તવમાં કશું જ બન્યું ન હતું. હકીકતે અમુક લોકો વચ્ચે ગાડી બાબતે અંદરોઅંદર ઝઘડો થયો હતો, જેને અમુક મુસ્લિમ યુવકોએ સાંપ્રદાયિક રંગ આપી દીધો હતો. 

    અમદાવાદ પોલીસના અધિકારીએ પણ જણાવ્યું કે, અમારી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સ્થળ પર આવું કશું જ બન્યું નથી. બનાવ માત્ર એક સામાન્ય ઝઘડાનો હતો, જેને કોમી રંગ આપી દેવામાં આવ્યો. પછીથી મહેંદી હસન નામના વ્યક્તિ વિરુદ્ધ કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. 

    અમદાવાદ પોલીસે હાલ આ યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને પ્રસિદ્ધિ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને મૂકવાની આદત છે અને કામ-ધંધો કશું કરતો નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં