અમદાવાદની GLS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એચ.એ. કોમર્સ કોલેજમાં જય શ્રીરામના નારાને લઈને વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજમાં લેક્ચર બાદ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. એ માટે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે માફીપત્ર લખાવ્યો હતો. ABVPને આની જાણ થતા તેઓએ પ્રિન્સિપાલની ઓફિસની બહાર હનુમાન ચાલીસ કરતાં પ્રિન્સિપાલે પણ જાય શ્રીરામના નારા લગાવ્યા.
અમદાવાદની કોલેજના ક્લાસમાં ‘જય શ્રીરામ’ના નારા : એચ.એ. કોલેજના પ્રિન્સિપાલે સ્ટુડન્ટ્સ પાસે માફીપત્ર લખાવ્યો, ABVP વીફરી તો પ્રિન્સિપાલે પણ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા#Gujarat | #Ahmedabad | #HACollage | #ABVP | #Principal https://t.co/XPvqwEDs3a
— Divya Bhaskar (@Divya_Bhaskar) December 3, 2022
અહેવાલો અનુસાર એચ.એ. કોમર્સ કોલેજમાં 2 દિવસ અગાઉ બીકોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂરો થયા બાદ જય શ્રીરામના લગાવી રહ્યા હતા. આ નારા લગાવતાં એક પ્રોફેસર ક્લાસમાં આવ્યા હતા. 5 વિદ્યાર્થીને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા. એચ.એ. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે આ મામલે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે “તમે ન્યુસન્સ ફેલાવી રહ્યા છો, તમે માફીપત્ર આપો, નહીં તો રસ્ટિકેટ કરવામાં આવશે.” જેથી 5 વિદ્યાર્થીએ પોતાનાં નામ-સરનામાં સાથે પ્રિન્સિપાલના નામે માફીપત્ર લખ્યો હતો.
એચ.એ. કોલેજના વિદ્યાર્થી શિવમ બંસલે જણાવ્યું હતું કે અમે લેક્ચર પહેલાં જય શ્રીરામના નારા લગાવ્યા હતા, તો અમને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા. બીજા વિદ્યાર્થીઓ ડરી ગયા એટલે એ સમયે અમે માફીપત્ર આપી દીધો હતો. અમે નારા લગાવીને ખોટું કામ નથી કર્યું.
ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલનો વિરોધ કર્યો
આ સમગ્ર મામલે ABVPએ કોલેજમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ભગવાનના નામ બોલવા માટે માફી પત્ર લખવતા ABVPએ માફી પત્ર લખાવનાર પ્રિન્સિપાલ સંજય વકીલની કેબિન બહાર બેસીને હનુમાન ચાલીસા કરી હતી. ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલનો વિરોધ પણ કર્યો હતો.
જોકે બાદમાં પ્રિન્સિપાલ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ABVPના કાર્યકરો સાથે પોતે હાથ ઊંચો કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ABVPના GLS યુનિવર્સિટીના ઉપપ્રમુખ ચાહત ઠાકોરે જણાવ્યું હતું કે, ભગવાનનું નામ લેવામાં પ્રિન્સિપાલ માફી પત્ર લખાવે તે ના ચલાવી લેવાય. પ્રિન્સિપાલનો અમે ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી છે.