Wednesday, June 26, 2024
More
    હોમપેજક્રાઈમપોટલામાં બાંધેલા પાકિસ્તાની હથિયાર, ISISનો ઝંડો: અમદાવાદમાંથી ઝડપાયેલા આતંકવાદીઓના ટાર્ગેટ પર હતા...

    પોટલામાં બાંધેલા પાકિસ્તાની હથિયાર, ISISનો ઝંડો: અમદાવાદમાંથી ઝડપાયેલા આતંકવાદીઓના ટાર્ગેટ પર હતા RSS/BJPના નેતાઓ; ATSએ કર્યા ચોંકાવનારા ખુલાસા

    GP વિકાસ સહાયના જણાવ્યા અનુસાર ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયને 18 મે, 2024ના રોજ બાતમી મળી હતી કે, શ્રીલંકાના રહેવાસી મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન નામના વ્યક્તિ અમદાવાદમાં ઘૂસવાના છે. તેમને મળેલી માહિતી અનુસાર આ તમામ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ' (IS)ના સક્રિય સભ્યો છે અને તેઓ ISની કટ્ટર વિચારધારા ધરાવે છે."

    - Advertisement -

    અમદાવાદ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપી પાડ્યા છે. ત્યારે હવે ATS દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ATS દ્વારા આતંકવાદીઓની ધરપકડ બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં DGP વિકાસ સહાય દ્વારા આખા ઓપરેશનને કેવી રીતે પાર પાડવામાં આવ્યું તેની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ તેમણે આતંકવાદીઓની મનશા અને તેમના હેન્ડલર દ્વારા અમદાવાદમાં સંતાડી રાખવામાં આવેલા હથીયાર તેમજ કોને ટાર્ગેટ કરવાના હતા તે વિશે પણ માહિતી આપી હતી.

    ATSના DySP હર્ષ ઉપાધ્યાયને મળ્યા હતા ઈનપૂટ

    DGP વિકાસ સહાયના જણાવ્યા અનુસાર ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયને 18 મે, 2024ના રોજ બાતમી મળી હતી કે, શ્રીલંકાના રહેવાસી મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન નામના વ્યક્તિ અમદાવાદમાં ઘૂસવાના છે. તેમને મળેલી માહિતી અનુસાર આ તમામ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’ (IS)ના સક્રિય સભ્યો છે અને તેઓ ISની કટ્ટર વિચારધારા ધરાવે છે. તેઓ ‘ઇસ્લામિક સ્ટેટ’ના નેજા હેઠળ ભારતમાં કોઈ સ્થળે ભયંકર આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું છે અને આતંકવાદી કૃત્યને અંજામ આપવા તેઓ 18 કે 19 મેના અમદાવાદમાં આવશે.

    DGP વિકાસ સહાયના જણાવ્યા અનુસાર તેમની પાસે ચોક્કસ કોઈ માહિતી નહોતી કે આતંકવાદીઓ ક્યા રસ્તે અમદાવાદમાં ઘૂસવાના છે. આથી અલગ અલગ ટીમો દ્વારા રેલ માર્ગ, હવાઈ માર્ગ અને સંભવિત તમામ રૂટ પર બાઝ નજર રાખીને બેઠા હતા. દરમિયાન ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લાઈટ્સ અને ટ્રેન બુંકિંગ મેનિફેસ્ટો અંગેની માહિત મેળવી તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ચારે શ્રીલંકન નાગરિકોની ટિકિટ એક જ PNR પર બુક કરવામાં આવી છે અને તેઓ કોલંબોથી અમદાવાદ વાયા ચેન્નાઈની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી છે. તેઓના બોર્ડિંગનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    વિકાસ સહાય કહ્યું કે, “ચારેય આતંકવાદીઓ 19 મે 2024ના રોજ સવારે કોલંબોથી ચેન્નાઈ એરપોર્ટ આવ્યા અને ચેન્નાઈ એરપોર્ટથી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E848માં અમદાવાદ એરપોર્ટ આવવાના હતા. તારીખ 19 મે 2024ના રોજ 8:10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. બોર્ડિંગ અંગે વેરિફિકેશન થતાં જ ગુજરાત ATSના SP કે. સિદ્ધાર્થ, કે.કે પટેલ, DySP હર્ષ ઉપાધ્યાય અને એસ.એલ. ચૌધરીના નેતૃત્વ હેઠળની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી ચારેયની અટકાયત કર્યા બાદ પૂછપરછ કરવા ગુજરાત ATS ખાતે લઈ આવવામાં આવ્યા હતા.”

    પાકિસ્તાની હેન્ડલર આપતો હતો નિર્દેશ

    સહાયે જણાવ્યું કે, “ચારેય આતંકવાદીઓ હિંદી કે અન્ય કોઈ ભાષા બરોબર જાણતા ન હોવાથી તમિલ ભાષાના જાણકાર મારફતે તેમની પૂછપરછ કરતાં તેમણે પોતાની ઓળખ આપી હતી. આ તમામ લોકો ફેબ્રુઆરી 2024માં મૂળ શ્રીલંકાનો અને હાલ પાકિસ્તાનમાં રહેલતો અબુના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં રહેતા. તેઓ સંપૂર્ણ પણે ISISની વિચારધારાથી જોડાયેલા હતા. અબુએ ચારેયને ભારતમાં આતંકવાદી કૃત્ય કરવા નિર્દેશ આપ્યા હતા. આ સમગ્ર કામગીરી કરવા માટે અબુએ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા આપવામાં અવાય હતા.”

    તેમની પાસેથી મળી આવેલા ફોનની તપાસમાંથી તેમાંથી મળેલા ફોટા અને માહિતીથી તે સ્પષ્ટ છે કે તમામ ISIS સાથે સંકળાયેલા છે. મોબાઈલની બારીકીથી તપાસ કરતા તેની ગેલેરીમાં અમુક ફોટા અને લોકેશન મળી આવ્યા હતા. તપાસ કરતા આ લોકેશન અમદાવાદ પાસેના નાના ચિલોડા ખાતેનું હતું. તપાસ કરતા સામે આવ્યું હતું કે તેમના પાકિસ્તાની હેન્ડલર દ્વારા આ આતંકવાદીઓ માટે હથિયાર રાખીને મૂકી રાખ્યા હતા. તે હથિયાર એક પોટલામાં કેવી રીતે બાંધીને મુકવામાં આવ્યા છે તે તમામ ફોટા પાડીને આમને મોકલવામાં આવ્યા હતા.

    નાના ચિલોડા ખાતે સંતાડ્યા હતા હથીયાર

    આ માહિતીના આધારે ATS નાના ચિલોડા પહોંચ્યું હતું, ત્યાં જઈ તપાસ કરતા મોબાઈલમાં મળેલા ફોટા મુજબનું પોટલું મળી આવ્યું હતું. એ પોટલામાં તપાસ કરતા તેમાંથી ત્રણ પિસ્ટલ મળી આવી હતી. આ પિસ્ટલ્સના બટ પર સ્ટાર બનેલા હતા, જે સામાન્ય રીતે પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવતા હથીયાર પર આ પ્રકારના નિશાન બનેલા હોય છે. તેના સીરીયલ નંબર ભૂંસી નાંખવામાં આવ્યા છે. ત્રણેય પિસ્ટલ લોડેડ હતી, જેમાં 2માં 7 અને એકમાં 6 એમ કૂલ 20 રાઉન્ડ ભરેલા છે. આ ઉપરાંત તેની ઉપર FATA લખેલું જોવા મળ્યું છે. FATA એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયા, જે પણ પાકિસ્તાનમાં આવેલું છે. આ દરેક કાર્ટીજ પર લખેલું છે, જેનાથી સાબિત થાય છે કે આ તમામ હથીયાર પાકિસ્તાની છે. આ સાથે જ ISISનો ઝંડો પણ મળી આવ્યો હતો. તેના વિષે પૂછતાં આતંકવાદીઓએ જણાવ્યું હતું કે તેમને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જયારે પણ તેઓ આતંકવાદી ઘટનાને અંજામ આપે ત્યારે આ ઝંડો ત્યાં ફરકાવી દેવાનો હતો.

    આત્મઘાતી સુસાઇડ બોમ્બર બનવા તૈયાર, BJP/RSS સહિતના નેતાઓ ટાર્ગેટ પર

    ATSના જણાવ્યા અનુસાર પાકિસ્તાની હેન્ડલર અબુના માર્ગદર્શન હેઠળ આ ચારેય આતંકવાદીઓ ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા. આટલું જ નહીં, તેઓ સુસાઇડ બોમ્બર તરીકે જેહાદની કરવાની તૈયારી દર્શાવી હતી. આટલું જ નહીં, તેઓ અબુ બકર બગદાદીના ચિંધ્યા રસ્તે ચાલવાનું અને મુસ્લિમો પર અત્યાચાર કરનાર લોકો RSS અને ભાજપના નેતાઓને ટાર્ગેટ કરવાના ફિરાકમાં હતા. સાથે જ તેઓ ઈસાઈ અને યહૂદીઓને પણ નિશાને લેવાના હતા.

    હાલ ગુજરાત ATS દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’ (IS) સાથે સંકળાયેલા ચારેય શ્રીલંકન આતંકવાદીઓ સામે UAPA તેમજ 1967ની કલમ 18 તથા 38, ઉપરાંત આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A)(F) તેમજ IPCની કલમ 120(B), 121(A) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવામાં ચિલોડા ખાતે પાકિસ્તાની હથીયાર ક્યાંથી આવ્યા તેમજ થાનીક સહયોગ કોણે આપ્યો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં