આજે (5 ઓક્ટોબર 2022) દશેરા છે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનું દહન કરવું છે. તે પહેલા મીડિયાના સ્વયંભૂ દશાનન રવીશ કુમારની યુટ્યુબ ચેનલની (દુકાનની) સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ રવીશ કુમારની યુટ્યુબ ચેનલની (Ravish Kumar Youtube channel).
રવીશ કુમારે તેની યુટ્યુબ ચેનલ (Ravish Kumar Official) પર લગભગ 8 મિનિટનો એક વીડિયો અપલોડ કર્યો છે અને જણાવ્યું છે કે આ તેની પોતાની ચેનલ છે અને તેણે આ પગલું કેમ ભરવું પડ્યું. એવું પણ કહેવામાં આવ્યું છે કે તેણે આ વર્ષે જૂનમાં જ આ ચેનલ બનાવી હતી, પરંતુ NDTV પ્રાઇમ ટાઈમની વ્યસ્તતાને કારણે સમય નહતો મળતો. આ કારણે તેઓ વધુ કંઈ કરી શક્યા નહીં. પરંતુ હવે રવીશને એવું લાગે છે કે તેમને સક્રિય થવું જોઈએ. તેમણે હવે YouTube ચેનલ પર સતત અને ઝડપી ગતિએ સામગ્રી મૂકવાનું વચન આપ્યું છે. આ સાથે સંકેતોમાં કહેવામાં આવ્યું છે કે આ જ ‘નવો રસ્તો’ છે.
આ વિડીયોની ખાસ વાત એ છે કે આમાં રવીશ કુમારે પોતાને એટલી બધી વાર ‘અસલી’ ગણાવ્યા છે, જેટલી વાસ્તવિક રાવણે પોતાના આખા જીવનકાળમાં પોતાને વિદ્વાન અને પરાક્રમી જાહેર નહી કરી હોય. ચેનલના ડીસ્ક્રિપશનમાં પણ લખવામાં આવ્યું છે કે, “આ પત્રકાર રવીશ કુમારની સત્તાવાર યુટ્યુબ ચેનલ છે. આ સિવાય બીજી કોઈ ચેનલ નથી. રવીશ સોશિયલ મીડિયાના જૂના નાગરિક અને બ્લોગર્સ પણ છે.”
રવીશ કુમારે ફેસબુક પોસ્ટ દ્વારા પણ આ વિશે જણાવ્યું છે. તેમણે લખ્યું છે કે, “ઘણું મોડું થઈ ગયું. આ કામ પહેલાથી જ થઈ જવું જોઈતું હતું… હવે જ્યારે યુટ્યુબની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હું પોડકાસ્ટ અથવા વિડિયો, કોઈપણ સ્વરૂપમાં નિયમિતપણે તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ.”
બાય ધ વે, રવીશ કુમારના ભવિષ્યમાં યુટ્યુબર બનવાની અટકળો પહેલાથી જ ચાલી રહી હતી. કારણ કે તેઓ મીડિયામાં એ જ રસ્તે ચાલ્યા છે, જેનું નિર્માણ ભારતીય મીડિયાના દૈત્યેન્દ્રોએ કર્યું હતું. પરંતુ યુટ્યુબ ચેનલની સત્તાવાર જાહેરાત બાદ હવે સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે મીડિયાની લંકા (NDTV) અને રવિશ કુમાર વચ્ચેના સંબંધો તૂટવાના આરે છે. જો કે ગયા ઓગસ્ટમાં ખુદ રવીશ કુમારે આવી અટકળોને નકારી કાઢી હતી. તેમણે લખ્યું હતું કે, “માનનીય લોકો, મારું રાજીનામું માત્ર એક અફવા છે, જેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મને ઇન્ટરવ્યુ આપવા માટે સંમત થયા છે અને અક્ષય કુમાર બોમ્બાયા કેરીઓ સાથે ગેટ પર મારી રાહ જોઈ રહ્યા છે. તમારો, રવીશ કુમાર. વિશ્વની પ્રથમ અને સૌથી મોંઘી ઝીરો ટીઆરપી એન્કર.”
વાસ્તવિકતા ગમે તે હોય, તે ભવિષ્યમાં સામે આવી જ જશે, જેવી રીતે ‘રવીશ કી રિપોર્ટ’ના એન્કરનો ચહેરો પ્રાઇમ ટાઈમ આવતા સુધીમાં પ્રેક્ષકોની સામે આવી ગયો હતો. પરંતુ, મોદી અને હિન્દુઓને નફરત કરનારા લિબરલો અને ડાબેરીઓને અભિનંદન આપવાની આ તક છે. છેવટે, 2024 પહેલા તેઓને તેમના મનમનોરંજન માટે એક નવી “પીપુડી” મળી ગઈ છે.