જામનગરમાં એક હિંદુ મહિલાએ એક મુસ્લિમ યુવક વિરુદ્ધ પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે. અકરમ સલીમ ખીરા નામનો આ ઇસમ પોતે આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું પણ જણાવતો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા અનુસાર તે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સલીમના સંપર્કમાં આવી હતી. તે આમ આદમી પાર્ટીમાં સક્રિય હતો અને પ્રચારમાં પણ જતો હતો. મહિલા અનુસાર, સલીમ મહિલાઓને પ્રચાર સભાઓમાં લઈ જતો હતો. પીડિતાને તેણે કહ્યું હતું કે તે તેને પાર્ટીમાં આગળ વધારશે અને નાણાકીય સ્થિતિ પણ ઠીક કરશે. આરોપ છે કે તેણે મહિલાને છૂટાછેડા લઈ લેવા માટે દબાણ કર્યું હતું અને પોતે તેની સાથે લગ્ન કરશે તેવો પણ વાયદો કર્યો હતો.
Mohammad Akram, an AAP worker, lured a Hindu woman, forced her divorce, raped her repeatedly, and blackmailed her with explicit videos in Jamnagar, Gujarat.
— Treeni (@TheTreeni) May 23, 2025
He even targeted her 7-year-old daughter, burning her with cigarettes. Akram’s mother and wife pressured religious… pic.twitter.com/LSfvTCBlp9
ત્યારબાદ મહિલાએ પહેલાં લગ્નથી છૂટાછેડા લઈ લીધા અને અકરમ સાથે એક ભાડાના ઘરમાં રહેવા માંડી હતી. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે, અકરમ તેને કહેતો હતો કે તે પોતાના પરિવાર સાથે વાત કરીને મહિલા સાથે લગ્ન કરશે. આ દરમિયાન તેણે લગભગ ત્રણ વર્ષ સુધી લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા અને તેના કારણે મહિલાએ ચારેક વખત ગર્ભપાત કરાવવો પડ્યો હતો.
એટલું જ નહીં, મહિલાનું કહેવું છે કે અકરમે તેની 7 વર્ષીય પુત્રીનું પણ શોષણ કર્યું હતું અને કોઈને જણાવવા પર મારવાની ધમકી આપીને સિગારેટના ડામ આપ્યા હતા.
મહિલાની ફરિયાદ અનુસાર, 1 વર્ષ બાદ એક દિવસ અકરમની પત્નીનો તેને કૉલ આવ્યો હતો, ત્યારે તેને ખબર પડી કે અકરમ પરણિત છે. પીડિતાનો આરોપ છે કે અકરમે પોતે અપરણિત હોવાનું કહીને તેને જાળમાં ફસાવી હતી.
અકરમની પત્ની-માતાએ ઇસ્લામ અંગીકાર કરવા માટે કહ્યું
અકરમની પત્નીએ પણ પીડિત હિંદુ મહિલાને અપનાવી લેવાની વાત કહી હતી, પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે તેણે ઇસ્લામ અંગીકાર કરવો પડશે. એટલું જ નહીં, અકરમની માતાએ પણ તેને કલમા પઢવા માટે અને દરગાહ અને અન્ય ઇસ્લામિક સ્થળોએ જવા માટે કહ્યું હતું.
આ મામલે પછીથી મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અકરમ ખીરા વિરુદ્ધ BNS અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ તેને એક દિવસ માટેના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલભેગો કરી દેવામાં આવ્યો છે.