આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ચોથા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. તેવામાં હવે રાજકારણ કઈક અલગ જ રંગ લઇ રહ્યું છે. તાજેતરમાં જ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ જામીન લઈને જેલની બહાર આવ્યા છે, તેવામાં સોમવારે સવારે 10 વાગે CM આવાસ પરથી AAPના જ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પોલીસને ફોન કરીને ફરિયાદ કરી છે કે કેજરીવાલના કહેવા પર તેમના PA તેમના સાથે મારપીટ કરી રહ્યા છે.
અહેવાલોની માનીએ તો પોલીસના ઉચ્ચ સોર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્વાતિ માલીવાલે 2 PCR કોલ કર્યા હતા. પહેલામાં તેઓએ કહ્યું હતું કે કેજરીવાલના PA તેમની સાથે મારપીટ કરી રહ્યા છે. બાદમાં થોડી જ વારમાં તેઓએ ફરીથી કોલ કર્યો અને કહ્યું કે કેજરીવાલના PA કેજરીવાલના કહેવા પર તેમની સાથે મારપીટ કરી રહ્યા છે.
#Breaking
— TIMES NOW (@TimesNow) May 13, 2024
'Swati Maliwal calls cops from CM's house regarding CM assaulting her': Delhi Police Sources.
As per the sources, there were 2 PCR calls which were made from the Delhi CM's residence by Swati Maliwal. The first call was regarding her being assaulted by the CM and his… pic.twitter.com/q95OxayLWr
તાજી જાણકારી મુજબ જ્યારે પોલીસ CM આવાસ પર પહોંચી ત્યારે સ્વાતિ માલીવાલ ત્યાં હાજર નહોતા, ત્યાંથી નીકળી ચૂક્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે હાલ તેઓ માનસિક આઘાતમાં છે અને બાદમાં પોલીસ સ્ટેશન પર આવીને પોતાની ફરિયાદ નોંધાવશે.
હાલ ઑપઇન્ડિયા પણ પોતાના સોર્સ દ્વારા આ બાબતે વધુ જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જે જાણકારી સામે આવશે એ મુજબ આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.