થોડા સમયથી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વિડીયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીના સંગમ વિહારના (Delhi Sangam Vihar) AAP ધારાસભ્ય દિનેશ મોહનીયાની (AAP MLA Dinesh Mohaniya) જનતાએ જૂતા-ચપ્પલથી પીટાઈ કરી દીધી. આ એજ મોહનીયા છે, જેઓ એક વૃદ્ધને થપ્પડ મારવાના કેસમાં જેલવાસ ભોગવી આવ્યા છે. ત્યારે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે.
દિલ્હી ભાજપે પોતાના સોશિયલ મીડિયા પેજ પર આ વિડીયો મુક્યો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે મહિલાઓ સહિત કેટલાક લોકોનું ટોળું એક વ્યક્તિને ઘેરીને તેનો વિરોધ કરી રહ્યું છે. વિડીયોમાં વિરોધ કરી રહેલા પુરુષના મોઢે ‘ગાળો કેમ બોલે છે? ગાળ ના બોલ, ગાળ કેમ આપી’ જેવા શબ્દો સાંભળી શકાય છે. તેની સામેની તરફ એક સફેદ કપડામાં રહેલો એક વ્યક્તિ પોતાનો બચાવ અને પ્રતિકાર કરતો નજરે પડી રહ્યો છે. આ વ્યક્તિને લઈને જ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિનેશ મોહનીયા છે.
જાણીતા X હેન્ડલ મી. સિન્હાના X હેન્ડલ પરથી પણ આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. તેમણે પણ દાવો કર્યો છે કે દિલ્હી સંગમ વિહારના ધારાસભ્ય દિનેશ મોહનીયાને જનતાએ જૂતા-ચપ્પલથી કુટી નાખ્યા. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ જનતા આક્રોશિત થઈ રહી છે.
Shocking: Aam Aadmi Party MLA Dinesh Mohaniya was beaten with slippers by locals in Delhi.
— Mr Sinha (@MrSinha_) October 24, 2024
Yesterday, Kejriwal was also forced to flee by locals.
It seems that anti-AAP sentiments in Delhi are very strong at this time.
pic.twitter.com/sQP9k8JkX0
અન્ય એક જનતા જર્નલ નામના હેન્ડલ પરથી પણ આ જ વિડીયો મુકવામાં આવ્યો છે. સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે બોરના પાણીને લઈને ખોટી ઉઘરાણી કરવા બદલ દિલ્હીના સંગમ વિહારના AAP ધારાસભ્ય દિનેશ મોહનીયાની જનતાએ જૂતા-ચપ્પલથી પીટાઈ કરી છે.
Delhi: संगम विहार से AAP विधायक दिनेश मोहनिया की जूते-चप्पलों से पिटाई का वीडियो आया सामने।
— Janta Journal (@JantaJournal) October 24, 2024
पानी के बोर पर अवैध वसूली करने का आरोप। pic.twitter.com/GVEMnqA96E
2016માં પાણીની સમસ્યા લઈને ફરિયાદ કરવા ગયેલા વૃદ્ધને મારી હતી થપ્પડ
નોંધવું જોઈએ કે આ એક દિનેશ મોહનીયા છે કે જેમણે એક વૃદ્ધ અને એક મહિલા સાથે દુર્વ્યવહાર કરવા બદલ જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. ઘટના 2016ના જુન મહિનાની છે. તે સમયે પણ વૃદ્ધ વ્યક્તિ અને મહિલા પાણીની ફરિયાદ લઈને તેમના કાર્યાલય પર ફરિયાદ કરવા માટે ગયા હતા. વૃદ્ધ વ્યક્તિએ કરેલા સવાલોથી અકળાઈને મોહનીયાએ તેમને થપ્પડ ચોડી દીધા હતા.
આ ઘટના બાદ મોહનીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને જેલભેગા પણ કરવામાં આવ્યા હતા. નોંધવું જોઈએ કે સંગમ વિહાર વિસ્તારમાં પાણીની સમસ્યા ખૂબ જ જૂનો પ્રશ્ન છે. વર્ષ 2013થી આમ આદમી પાર્ટીના દિનેશ મોહનીયા અહીં વિધાનસભા ચૂંટણી જીતતા આવ્યા છે. આજે આટલા વર્ષો બાદ પણ સ્થાનિકોની પાણીની સમસ્યા યથાવત છે. તેવામાં તેમને જૂતા-ચપ્પલથી માર મારવામાં આવ્યો હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે.