Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણભાજપ કાર્યાલય તરફ કૂચ કરવા નીકળેલા AAP નેતાઓને પોલીસે અડધેથી જ રવાના...

    ભાજપ કાર્યાલય તરફ કૂચ કરવા નીકળેલા AAP નેતાઓને પોલીસે અડધેથી જ રવાના કર્યા, ‘પ્રદર્શન’ પૂર્ણ: સ્વાતિ માલીવાલ કેસની તપાસ માટે કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી પોલીસ 

    DCP દિલ્હી સેન્ટ્રલ હર્ષવર્ધન મંડાવાએ જણાવ્યું કે, “તેઓ ઑફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે અમને તેમને રોકી લીધા હતા, કારણ કે કલમ 144 લાગુ છે. અમે તેમને છૂટા પડી જવા માટે જણાવ્યું છે. વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત છે.” 

    - Advertisement -

    સ્વાતિ માલીવાલ સાથે મારપીટના આરોપમાં PA બિભવ કુમારની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ભાજપ કાર્યાલયે કૂચ કરવાની વાત કહી હતી, પરંતુ પરવાનગી લેવામાં ન આવી હોવાના કારણે દિલ્હી પોલીસે પહોંચવા દીધા ન હતા અને અડધેથી જ કાર્યકર્તાઓને અટકાવી દેવાયા હતા. ત્યારબાદ પ્રદર્શન પૂર્ણ કરીને AAP કાર્યકર્તાઓ અને નેતાઓ પણ ઘરભેગા થઈ ગયા હતા. 

    અરવિંદ કેજરીવાલની ઘોષણા મુજબ રવિવાર સવારથી (19 મે) આમ આદમી પાર્ટીના કાર્યાલયે કાર્યકર્તાઓ ભેગા થવા માંડ્યા હતા. જ્યાં કેજરીવાલ પણ પછીથી પહોંચ્યા. અહીં તેમણે સંબોધન કર્યું અને એવી જ વાતો કહી, જે તેઓ કરતા આવ્યા છે. તેમણે ભાજપ પર આમ આદમી પાર્ટીને ખતમ કરવાના પ્રયાસ કરવાના આરોપ લગાવ્યા અને કહ્યું કે તેઓ ‘ઑપરેશન ઝાડુ’ ચલાવી રહ્યા છે અને તેમના નેતાઓને જેલમાં નાખી રહ્યા છે. સાથે દાવા કરતાં કહ્યું કે આવનાર દિવસોમાં પાર્ટીના અન્ય નેતાઓની પણ ધરપકડ થશે અને તેમની પાર્ટીનાં ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવશે. 

    ભાષણ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ માર્ચ માટે નીકળ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે તેમને અડધેથી જ અટકાવી દીધા. પોલીસે તેમને જણાવ્યું કે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર કલમ 144 લાગુ છે અને અહીં કોઇ પણ પ્રકારના પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી નથી. દરમ્યાન, અમુક AAP કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પ્રદર્શનને જોતાં દિલ્હી પોલીસે ભાજપ કાર્યાલય જ્યાં સ્થિત છે તે વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી હતી. 

    - Advertisement -

    DCP દિલ્હી સેન્ટ્રલ હર્ષવર્ધન મંડાવાએ જણાવ્યું કે, “તેઓ ઑફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે અમને તેમને રોકી લીધા હતા, કારણ કે કલમ 144 લાગુ છે. અમે તેમને છૂટા પડી જવા માટે જણાવ્યું છે. વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત છે.” 

    જોકે, આ દરમિયાન પોલીસ સાથે AAP કાર્યકર્તાઓનું વધુ ઘર્ષણ ન થયું અને 30 મિનીટમાં જ તેઓ છૂટા પડી ગયા હતા. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ કૂચ કરશે અને જ્યાં પોલીસ રોકશે ત્યાં બેસી જશે. અડધો કલાક બેસશે અને જો ધરપકડ નહીં કરવામાં આવે તો તે સરકારની હાર હશે. અડધા કલાકના પ્રદર્શન બાદ કાર્યકર્તાઓ છૂટા પડી ગયા હતા અને કેજરીવાલ પણ ઘરે પહોંચ્યા હતા. તાજા અહેવાલો અનુસાર, હવે વિસ્તાર ખાલી છે અને પોલીસ પણ બેરિકેડિંગ હટાવવા માંડી છે. 

    બીજી તરફ, સ્વાતિ માલીવાલ કેસની તપાસ કરતી દિલ્હી પોલીસની ટીમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી છે. આ સમગ્ર ઘટનાક્રમ કેજરીવાલના ઘરે જ બન્યો હતો, જેથી પોલીસ અહીં તપાસ કરી રહી છે. નોંધવું જોઈએ કે થોડા કલાક પહેલાં જ આ કેસમાં અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી, જેની ઉપર સ્વાતિ માલીવાલ સાથે નિર્દયતાથી મારપીટ કરવાનો આરોપ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં