Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAPના કોર્પોરેટર રૂતા ખેનીએ ખોલી પોતાની જ પાર્ટીના કોર્પોરેટર્સની કાળી કરતૂત: આરોપ...

    AAPના કોર્પોરેટર રૂતા ખેનીએ ખોલી પોતાની જ પાર્ટીના કોર્પોરેટર્સની કાળી કરતૂત: આરોપ લગાવ્યો કે સુરતમાં કેજરીવાલના કોર્પોરેટર્સ કરે છે તોડ-પાણી અને ઉઘરાણી

    'આપના કોર્પોરેટર મહેશ અણઘણ, કનું ગેડિયા અને સોનલ સુહાગિયાના પતિ સંજય સુહાગિયા તોડ કરે છે' તેવા આરોપ મહાનગરપાલિકાના બજેટ સભામાં લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આ આરોપોને ખોટા ગણાવી રહ્યા છે.

    - Advertisement -

    હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટ સ્તર ચાલી રહ્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ચિન્હ પર કોર્પોરેટર બનેલા અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા રૂતા ખેનીએ અન્ય AAP કોર્પોરેટર્સ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો આરોપ છે કે સુરતના AAP કોર્પોરેટર્સ તોડ-પાણી અને ઉઘરાણા કરે છે.

    અહેવાલો મુજબ આપમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટરે AAP કોર્પોરેટર્સ પર ગંભીર આરોપ મુક્યો છે. ‘આપના કોર્પોરેટર મહેશ અણઘણ, કનું ગેડિયા અને સોનલ સુહાગિયાના પતિ સંજય સુહાગિયા તોડ કરે છે’ તેવા આરોપ મહાનગરપાલિકાના બજેટ સભામાં લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આ આરોપોને ખોટા ગણાવી રહ્યા છે.

    સુરત મહાનગરપાલિકાનો બજેટનો કાલે બીજો દિવસ હતો. જ્યારે બજેટમાં આપમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટર રૂતા ખેનીએ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરો પર ભ્રષ્ટાચારનો મૂક્યો છે. તેમણે આરોપ મુક્ત કહ્યું હતું કે, “આપના કોર્પોરેટર મહેશ અણઘણ, કનું ગેડિયા અને સોનલ સુહાગિયાના પતિ સંજય સુહાગિયા તોડ કરે છે. સુડા અને SMCના કામોમાં પહોંચી જઇ કોન્ટ્રાક્ટરનું નાક દબાવી તોડ પાડે છે.”

    - Advertisement -

    AAP કોર્પોરેટર્સે આરોપો નકાર્યા

    રૂતા ખેનીએ આરોપો લગાવ્યા બાદ આ AAP કોર્પોરેટર્સ સામે આવ્યા હતા અને તેઓએ આ આરોપો નકારી કાઢ્યા હતા. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મહેશ અણઘણે ઉલટાના રૂતા ખેની પર જ પ્રશ્ન ઉભા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “3 દિવસ પહેલા આ જ બહેન ભાજપ પર આરોપ લગાવી રહ્યા હતા કે ભાજપે તેમને 3 કરોડ રૂપિયાની ઓફર આપી છે. અને હવે તેઓ ભાજપમાં જઈને અમારા પર આરોપ લગાવી રહ્યા છે.”

    આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પણ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટર રૂતા ખેનીના આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ આમ આદમી પાર્ટીના નામે તોડ કરતું હોય આમ આદમી પાર્ટી ખૂલેથી કહીએ છીએ કે અમે અહીં બેઠા છીએ.

    નોંધનીય છે સુરત મહાનગરપાલિકાની (SMC)ની ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર્સ ચૂંટાયા હતા. હમણાં સુધી તેમાંથી 3 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાઈ ચુક્યા છે.

    હંમેશાથી વિવાદમાં રહે છે આપના કોર્પોરેટર

    એ પણ નોંધનીય છે કે સુરતમાં જેટલા પણ AAP કોર્પોરેટર્સ છે તેઓ અવારનવાર વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોય છે. ગે ઓક્ટોબર માસમાં SMCની સામાન્ય સભામાં શૂન્યકાળ દરમિયાન બોલવાની તક ન આપવાનો આરોપ લગાવીને વિપક્ષના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ધમાલ મચાવી હતી અને ડાયસ સુધી ધસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ સુરક્ષાકર્મીઓ અને માર્શલોએ તેમને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન, ‘આપ’ના એક મહિલા કોર્પોરેટરે સુરક્ષાકર્મીને બચકું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. 

    એટલું જ નહીં અરવિંદ કેજરીવાલની જેમ જ તેમના સુરતના AAP કોર્પોરેટર પણ બીજાના કામનો યશ ખાંટવામાં પાછા નથી પડતા. ઑપઇન્ડિયાના એક ફેક્ટ-ચેકમાં સાબિત થયું હતું કે સુરતના AAP કોર્પોરેટર એક સામાન્ય નાગરિકની ફરિયાદ બાદ થઇ રહેલા કામનો યશ ખાંટી રહ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં