Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'આપ'ની શ્વાન પ્રવૃત્તિ: સુરતમાં આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટરે સુરક્ષાકર્મીને બચકું ભર્યું;...

    ‘આપ’ની શ્વાન પ્રવૃત્તિ: સુરતમાં આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટરે સુરક્ષાકર્મીને બચકું ભર્યું; અગાઉ પણ બની ચૂક્યો છે આવો કિસ્સો

    મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો, સુરક્ષાકર્મીઓએ બહાર કરતાં મહિલા કોર્પોરેટરે બચકું ભર્યું હતું.

    - Advertisement -

    સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શૂન્યકાળ દરમિયાન બોલવાની તક ન આપવાનો આરોપ લગાવીને વિપક્ષના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ધમાલ મચાવી હતી અને ડાયસ સુધી ધસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ સુરક્ષાકર્મીઓ અને માર્શલોએ તેમને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન, ‘આપ’નાં એક મહિલા કોર્પોરેટરે સુરક્ષાકર્મીને બચકું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. 

    રિપોર્ટ અનુસાર, આ મહિલા કોર્પોરેટર સેજલ માલવિયા છે. સામાન્ય સભામાંથી સુરક્ષાકર્મીઓ તેમને બહાર કાઢી રહ્યા હતા ત્યારે તેમણે એક મહિલા પોલીસકર્મીને હાથમાં બચકું ભરી લીધું હતું. એક તસ્વીર પણ વાયરલ થઇ છે, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ ‘આપ’ કોર્પોરેટરને હાથ પકડીને બહાર લઇ જતાં અને સેજલ માલવિયા તેમના હાથમાં બચકું ભરતાં જોવા મળે છે. 

    સંદેશના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ‘આપ’નાં મહિલા કોર્પોરેટરે સુરક્ષા કર્મચારીઓને અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા. હાલ આ મામલાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ રહી છે. 

    - Advertisement -

    બીજી તરફ, આ મામલે ભારતીય જનતા પાર્ટીએ આ કૃત્યને વખોડી કાઢ્યું છે. ભાજપનાં મહિલા કોર્પોરેટર ઉર્વશીબેને ‘આપ’ કોર્પોરેટરની હરકત પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, વિરોધ પક્ષમાં સંસ્કાર નથી. રાજા જેવો હોય તેવી તેની પ્રજા હોય. ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને લઈને તેમણે કહ્યું કે, તેઓ પીએમના માતા વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરે છે. જો તેમનામાં સંસ્કાર ન હોય તો તેમના નેતાઓમાં ક્યાંથી આવે? 

    સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે (21 ઓક્ટોબર 2022) મળી હતી. ચર્ચા દરમિયાન કોર્પોરેટર ગેમર દેસાઈએ કહ્યું હતું કે, સરસ્વતી માતા કમળ પર બિરાજમાન છે અને આગામી કાળી ચૌદશે જેવી રીતે કકળાટ કાઢવા માટે ચાર રસ્તા પર ‘ઝાડુ’ નાંખવામાં આવે છે તે રીતે આખા રાજ્યમાંથી કકળાટ કાઢવાનો છે. ઉપરાંત, શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઈશ્વર માનવાના શપથ લઈને દિલ્હીના પૂર્વ મંત્રી પર પ્રહાર કર્યા હતા. 

    ત્યારબાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બોલવાની તક ન મળતી હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો અને નીચે બેસીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જે બાદ માર્શલ્સ અને સિક્યુરિટી ગાર્ડની મદદથી તેમને બહાર કરવામાં આવ્યા હતા. ત્યારે જ ‘આપ’નાં મહિલા કોર્પોરેટરે બચકું ભરી લીધું હતું.

    અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને બચકાં ભરવાને જૂનો સબંધ છે. આ પહેલાં પણ અમરેલીના બગસરા પાસે એક ગામમાં પંચાયતનું કામ કરાવતા ઉપસરપંચને ગામના જ આમ આદમી પાર્ટીના નેતાએ ગાળો આપી, માર મારી હાથમાં બચકાં ભરી લીધાં હતાં અને ભાજપનું કામ ન કરવા માટે કહ્યું હતું. (જે ઘટના ઉપરનો ઑપઇન્ડિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ અહીંથી વાંચી શકાશે.)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં