Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણદિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કેજરીવાલ અને AAP આરોપી બન્યાં, EDએ દાખલ કરી...

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કેજરીવાલ અને AAP આરોપી બન્યાં, EDએ દાખલ કરી ચાર્જશીટ: દિલ્હી સીએમ અને હવાલા ઑપરેટર વચ્ચેની ચેટ પણ એજન્સીને મળી

    આ કેસમાં ચાર્જશીટમાં કેજરીવાલના નામનો ઉલ્લેખ પહેલી વખત કરવામાં આવ્યો છે. તેમની ગત 21 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર કરવા માટે 1 જૂન, 2024 સુધી વચગાળાના જામીન આપ્યા છે. કોઇ રાજકીય પાર્ટીને EDએ આરોપી બનાવી હોય તેવી પણ આ પ્રથમ ઘટના છે. 

    - Advertisement -

    જે આમ આદમી પાર્ટીનો ઉદય ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના વાયદાઓ સાથે થયો તે આખરે ભારતના ઇતિહાસમાં ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બનનારી પ્રથમ પાર્ટી બની. દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડની તપાસ કરતી એજન્સી EDએ કોર્ટમાં શુક્રવારે (17 મે) વધુ એક ચાર્જશીટ રજૂ કરી અને તેમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવ્યાં છે. 

    આ કેસમાં ચાર્જશીટમાં કેજરીવાલના નામનો ઉલ્લેખ પહેલી વખત કરવામાં આવ્યો છે. તેમની ગત 21 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર કરવા માટે 1 જૂન, 2024 સુધી વચગાળાના જામીન આપ્યા છે. કોઇ રાજકીય પાર્ટીને EDએ આરોપી બનાવી હોય તેવી પણ આ પ્રથમ ઘટના છે. 

    નોંધવું જોઈએ કે અગાઉ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલ આ સમગ્ર કૌભાંડના કિંગપિન હતા અને તેમની દેખરેખ હેઠળ જ બધું થયું હતું. ધરપકડ સમયે કેજરીવાલ પર પોલિસી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવવાનાથી માંડીને દક્ષિણના ‘સાઉથ ગ્રુપ’ પાસેથી કરોડો રૂપિયા લાંચ તરીકે મેળવવાના આરોપ લાગ્યા હતા. જેના આધારે જ કોર્ટે પછીથી તેમના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

    - Advertisement -

    બીજી તરફ, EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેમને અરવિંદ કેજરીવાલ અને હવાલા ઑપરેટરો વચ્ચે થયેલી ચેટના પુરાવા મળ્યા છે. કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી દરમિયાન SGએ કોર્ટને કહ્યું કે, અમે એક હવાલા ઑપરેટરની ધરપકડ કરી છે. કેજરીવાલે ઘણા પુરાવા નષ્ટ કરી દીધા હતા, પણ હવાલા ઑપરેટર પાસેથી રિકવરી થઈ છે. 

    વાસ્તવમાં કોર્ટે EDને નિર્દેશ આપ્યા હતા કે મનીષ સિસોદિયાના કેસ પર તેમના ચુકાદા બાદથી અત્યાર સુધી જે-જે સામગ્રી પર એજન્સીએ આધાર રાખ્યો તેને રેકોર્ડ પર મૂકવામાં આવે. ત્યારબાદ EDએ આ જણાવ્યું હતું. આ પરથી લાગી રહ્યું છે કે હવે એજન્સી આ ચેટ પણ કોર્ટ સમક્ષ મૂકશે. જો તેમ થાય તો કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. 

    ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે આ ચર્ચા થઈ હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે. હવે આ મામલે અંતિમ નિર્ણય સંભળાવવામાં આવશે. નોંધવું જોઈએ કે દિલ્હી હાઈકોર્ટ પહેલાં જ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવી ચૂકી છે અને જણાવી ચૂકી છે કે તેમની ધરપકડ વ્યાજબી જ હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં