કેરળમાં લેટિન કેથોલિક ચર્ચની આગેવાની હેઠળ ખ્રિસ્તીઓના ટોળાએ રવિવારે મોડી રાત્રે (27 ઓક્ટોબર 2022) વિઝિંજમ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ ઘટનામાં ઓછામાં ઓછા 36 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અદાણી જૂથ દ્વારા કરવામાં આવી રહેલા પોર્ટના વિરોધમાં વિસ્તારમાં હિંસક દેખાવો ચાલી રહ્યા હતા. ત્યારબાદ કેટલાક લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહી બાદ કેરળમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં લાકડીઓ અને પથ્થરો સાથે ટોળું ત્રાટક્યું હતું.
જે વીડિયો સામે આવ્યા છે તેમાં જોવા મળે છે કે કેવી રીતે ખ્રિસ્તીઓનું બેકાબૂ ટોળું સ્ટેશનની સામે દરેક જગ્યાએ લાકડીઓ વડે માર મારી રહ્યું છે અને પથ્થરો ફેંકી રહ્યું છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ આ ટોળાએ પોલીસકર્મીઓને ઇજા પહોંચાડી હતી. આ સાથે 4 પોલીસ જીપ, 2 વાન અને 20 મોટરસાઈકલને પણ નુકસાન થયું હતું. ટોળા દ્વારા કેટલાક ફર્નિચર અને દસ્તાવેજોનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
See organised xtian groups vandelising police station in Kerala. Police remaining mute spectator to all this. And we believe this police going to save us when we become minority in Kerala.
— Pratheesh Viswanath (@pratheesh_Hind) November 27, 2022
This protest is funded by foreighn agencies to sabotage Vizhinjam port. Its Koodamkulam2.0. pic.twitter.com/wOzMbDMGQX
આ દરમિયાન હિંસક દેખાવકારોએ પોલીસની જીપને તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. તેમાંથી એકને વિઝિંજમ હોસ્પિટલમાં જ્યારે બીજાને તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આજે તિરુવનંતપુરમમાં સર્વપક્ષીય બેઠક યોજાવાની છે.
પાદરીઓ સામે ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી અનુસાર, કેરળ હાઈકોર્ટના આદેશ છતાં વિઝિંજમમાં ચાલી રહેલા અદાણી જૂથના પ્રોજેક્ટને રોકવા માટે વિરોધીઓએ પોર્ટ નિર્માણ સામગ્રી લઈ જતા વાહનોનો માર્ગ બંધ કરી દીધો હતો. આ અંગે રવિવારે ઓછામાં ઓછા 15 પાદરીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આર્કબિશપ થોમસ જે. નેટ્ટો, ફાધર ક્રિસ્ટુદાસ, ફાધર યુજેન પરેરા સહિત ઘણા લોકો શામેલ હતા. પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે 200 થી વધુ વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે.
અદાણી ગ્રુપ દ્વારા પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે અદાણી જૂથ દ્વારા પોર્ટનું બાંધકામ કોર્ટના નિર્ણય બાદ શરું કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ પણ લગભગ છેલ્લા 120 દિવસના વિરોધને કારણે અહીં કામ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તેઓએ હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો જ્યાં નિર્ણય તેમની તરફેણમાં આવ્યો છે.
કોર્ટે કંપનીને કામ શરૂ કરવા જણાવ્યું હતું. પરંતુ પાદરીઓના નેતૃત્વમાં ઘણા ખ્રિસ્તીઓ તેમનો રસ્તો રોકતા રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ બંદરના નિર્માણથી તેમના રોજગાર પર અસર પડશે, જ્યારે કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ નિર્ણય આપ્યો છે કે પ્રોજેક્ટનું કામ કોઈપણ સંજોગોમાં સ્થગિત કરી શકાય નહીં.