Saturday, June 22, 2024
More
    હોમપેજદેશછત્તીસગઢમાં સુરક્ષાદળોએ 8 નક્સલીઓને ઠાર માર્યા, એક જવાન વીરગત: નારાયણપુરમાં ચાલી રહી...

    છત્તીસગઢમાં સુરક્ષાદળોએ 8 નક્સલીઓને ઠાર માર્યા, એક જવાન વીરગત: નારાયણપુરમાં ચાલી રહી છે અથડામણ, 161 દિવસમાં 140 નક્સલીઓનાં મોત

    નારાયણપુર જિલ્લાના અબૂઝમાડ વિસ્તારમાં 12 જૂનથી નક્સલ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. પોલીસને સૂચના મળી હતી કે કુતુલ, ફરસબેડા, કોડતામેટા વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓ હાજર છે. ત્યારબાદ 1400 જવાનોની સંયુક્ત ટીમને ઓપરેશન માટે રવાના કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી જવાનો નક્સલવાદીઓને શોધી-શોધીને મારી રહ્યા છે.

    - Advertisement -

    છત્તીસગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષાદળોનું નક્સલ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. ખાસ કરીને નારાયણપુર જિલ્લામાં ઘણા નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ત્યારે હમણાં પણ છત્તીસગઢ-મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર નારાયણપુરના અબૂઝમાડના કુતુલ વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 8 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધવાની સંભાવના પણ છે. આ અથડામણમાં એક જવાન પણ વીરગતિ પામ્યા છે, જ્યારે 2 જવાનો ઘાયલ થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી હમણાં સુધીના 161 દિવસોમાં 140 માઓવાદીઓ ઠાર મરાયા છે.

    ADG (નક્સલ વિરોધી અભિયાન) વિવેકાનંદ સિન્હાએ આ ઘટના વિશેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, “શનિવારે (15 જૂન) સવારે અબૂઝમાડના જંગલોમાં નારાયણપુર, કાંકેર, દંતેવાડા અને કોંડાગાંવના સુરક્ષાકર્મીઓની એક સંયુકત ટીમ નક્સલ વિરોધી અભિયાન માટે નીકળી હતી. તે સમયે અચાનક જ ગોળીબાર શરૂ થઈ ગયો હતો.” તેમણે વધુમાં કહ્યું કે, “છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 8 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. એક જવાન વીરગતિ પામ્યા છે અને બે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને રાયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.”

    નારાયણપુર જિલ્લાના અબૂઝમાડ વિસ્તારમાં 12 જૂનથી નક્સલ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. પોલીસને જાણકારી મળી હતી કે કુતુલ, ફરસબેડા, કોડતામેટા વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓ હાજર છે. ત્યારબાદ 1400 જવાનોની સંયુક્ત ટીમને ઓપરેશન માટે રવાના કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી જવાનો નક્સલવાદીઓને શોધી-શોધીને મારી રહ્યા છે. જવાનોએ નક્સલીઓના ઠેકાણાંને ચારે તરફથી ઘેરી લીધા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, જવાનોના અભિયાન પરથી પરત ફર્યા બાદ વિશેષ માહિતી મળી શકે છે. હાલ પણ અથડામણ ચાલી રહી છે.

    - Advertisement -

    નોંધવા જેવુ છે કે, આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા નક્સલી વિરોધી અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જેના કારણે જાન્યુઆરીથી હમણાં સુધીના 161 દિવસોમાં 140 માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ દરમિયાન જ માઓવાદીઓએ 22 નાગરિકો અને 10 સુરક્ષાકર્મીઓની પણ હત્યા કરી છે. 2023માં માર્યા ગયેલા 24 માઓવાદીઓની તુલનામાં 2024માં પાંચ ગણી વૃદ્ધિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર હજુ પણ આ અભિયાન ચાલુ રાખવા માંગે છે. સુરક્ષાદળો પણ નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત સતત માઓવાદીઓને ઠાર મારી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં