Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમબહરાઈચ હિંસાના મુખ્ય આરોપી સહિત 6ની ધરપકડ: પહેલાંથી જ હિંસા અને હત્યાના...

    બહરાઈચ હિંસાના મુખ્ય આરોપી સહિત 6ની ધરપકડ: પહેલાંથી જ હિંસા અને હત્યાના ફિરાકમાં હતો માસ્ટરમાઈન્ડ શકીલ અહેમદ

    હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓના નામ સૈફ અલી, જાવેદ અને શોએબ છે. આ લોકો પર પોલીસે 10-10 હજાર રૂપિયાનું રોકડ ઈનામ પણ ઘોષિત કર્યું છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ જિલ્લાના મહારાજગંજ ખાતે થયેલી હિંદુવિરોધી હિંસા (Bahraich Violence) અને રામગોપાલ મિશ્રા નામના હિંદુ યુવકની હત્યા મામલે (Ram Gopal Mishra Murder Case) પોલીસે મુખ્ય આરોપી શકીલ અહેમદ સહિત 6ની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે પોતે જ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં કુલ 121 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    અહેવાલોમાં પોલીસને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓના નામ સૈફ અલી, જાવેદ અને શોએબ છે. આ લોકો પર પોલીસે 10-10 હજાર રૂપિયાનું રોકડ ઈનામ પણ ઘોષિત કર્યું છે. તાજેતરની ધરપકડને લઈને બહરાઈચના એસપી વૃંદા શુક્લાએ પત્રકારોને સંબોધતા માહિતી આપી હતી કે, કેસમાં તપાસ માટે એક ખાસ ટીમનું ગઠન કર્યું હતું. આ ટીમે વિસ્તારની તમામ દુકાનો અને મકાનોમાં લાગેલા CCTVના આધારે તપાસ ચલાવી હતી. ત્યાંથી મળેલા વિડીયો અને પુરાવાઓના આધારે ચલાવવામાં આવીલી તપાસના અંતે ઘટનામાં મુખ્ય આરોપી શકીલ અહેમદ હોવાનું સામે આવ્યું હતું.

    પહેલાંથી જ હિંસા અને હત્યાની ફિરાકમાં હતો શકીલ

    એસપીએ જણાવ્યું કે, શકીલ અહેમદની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. શુક્લાના જણાવ્યા અનુસાર, પોલીસે શકીલ ઉપરાંત મોહમ્મદ ઈરફાન, ફરહાન રજા, હબીબ, તૌસીફ અને નુરાની નામના અન્ય 5 એમ મળીને કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ધારા-ધોરણો અનુસાર કાર્યવાહી કરીને તમામને જેલભેગા કરી દીધા છે. વૃંદા શુક્લાના જણાવ્યા અનુસાર, પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે પણ કામ કરી રહી છે. આ માટે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    કહેવામાં અવી રહ્યું છે કે, મુખ્ય આરોપી શકીલે 13 તારીખ પહેલાં જ હિંસા માટે વિચાર કરી રાખ્યો હતો. તેણે નક્કી કરી રાખ્યું હતું કે, જો આના માટે કોઈનો જીવ લેવો પડશે, તો પણ તે પાછો નહીં પડે. અહીં નોંધવું જોઈએ કે શકીલ પહેલાંથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે જણાવ્યા અનુસાર, શકીલ અહેમદ પર પહેલાં પણ 2 કેસ નોંધાયેલા છે.

    શું હતી આખી ઘટના

    નોંધનીય છે કે, 13 ઑક્ટોબરે બહરાઈચના મહારાજગંજમાં દુર્ગા વિસર્જન શોભાયાત્રા દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથીઓના પથ્થરમારા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા દરમિયાન ઇસ્લામી ટોળાંએ રામગોપાલ મિશ્રાને પોતાના ઘરમાં ખેંચી લઈને તેમની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. તેમનો મૃતદેહ લેવા આવેલા લોકો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

    ઘટના બાદ તરત જ પ્રશાસને સુરક્ષાને ધ્યાને રાખીને ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. પરંતુ, ઈન્ટરનેટ સેવા ફરી શરૂ થયા બાદ તરત જ રામગોપાલની હત્યાના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા હતા. જેમાં રામગોપાલની હત્યા કરતાં લોકો પણ જોવા મળી રહ્યા હતા. બહરાઈચના સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે, મસ્જિદમાંથી એલાન થયા બાદ ઇસ્લામી ટોળાં એકઠા થઈ ગયા અને હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. વારંવાર મસ્જિદમાંથી એલાન થયા હોવાનું કહેવાય રહ્યું છે. અનેકો પ્રત્યક્ષદર્શીઓએ આ દાવાનું પુનરાવર્તન કર્યું છે, પરંતુ તેમ છતાં બહરાઈચ પોલીસ આ તમામ દાવાને ફગાવી રહી છે અને કહી રહી છે કે, મસ્જિદમાંથી કોઈ એલાન કરવામાં આવ્યું નહોતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં