Friday, September 27, 2024
More
    હોમપેજદેશત્રિપુરા થયું ‘ઉગ્રવાદ મુક્ત’: 500 ઉગ્રવાદીઓએ CM માણિક સાહા સમક્ષ કર્યું આત્મસમર્પણ;...

    ત્રિપુરા થયું ‘ઉગ્રવાદ મુક્ત’: 500 ઉગ્રવાદીઓએ CM માણિક સાહા સમક્ષ કર્યું આત્મસમર્પણ; અમિત શાહની હાજરીમાં હથિયાર મુકવા કર્યા હતા કરાર, કેન્દ્ર સરકાર આપશે ₹250 કરોડની સહાય

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં 4 સપ્ટેમ્બરે દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે ઉગ્રવાદીઓએ કરાર કર્યા હતા. આ કરાર કર્યા પછી ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

    - Advertisement -

    ગત અઠવાડિયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) નક્સલપીડિતો સાથે મુલાકાત કરી હતી. તથા તેમના સંબોધનમાં ઉગ્રવાદીઓને હથિયાર મૂકી આત્મસમર્પણ કરવા ચેતવણી પણ આપી હતી. ત્યારે 24 સપ્ટેમ્બરે ત્રિપુરા (Tipura) ખાતે પ્રતિબંધિત જૂથ ‘નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા’ (NLFT) અને ‘ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સ’ (ATTF)ના લગભગ 500 ઉગ્રવાદીઓએ (Extremists) મુખ્યમંત્રી માણિક સાહા (Manik Saha) સમક્ષ હથિયારો મુકીને આત્મસમર્પણ કર્યું હતું.

    ત્રિપુરા ખાતે સિપાહીજાલા જિલ્લાના જમ્પુઈજાલામાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી માણિક સાહા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન લગભગ 500થી વધુ ઉગ્રવાદીઓએ હથિયાર મુકતા તેમને મુખ્ય પ્રવાહમાં આવકારતા સાહાએ કહ્યું કે ઉગ્રવાદ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. તેમણે મોટી સંખ્યામાં ઉગ્રવાદીઓના આત્મસમર્પણ બાદ ઉત્તર-પૂર્વીય રાજ્ય ત્રિપુરાને ‘ઉગ્રવાદીઓથી મુક્ત’ જાહેર કર્યું હતું.

    આ અંગે મુખ્યમંત્રી સાહાએ સંબોધન કરતા કહ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય વિવિધ યોજનાઓ શરૂ કરીને સ્વદેશી લોકોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યા છે. હું તે લોકોનું સ્વાગત કરું છું જેમણે હિંસાનો માર્ગ છોડી દીધો છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.” ઉલ્લેખનીય છે કે આત્મસમર્પણ કરતી વખતે ઉગ્રવાદીઓએ તેમના તમામ શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો.

    - Advertisement -

    અમિત શાહની હાજરીમાં ઉગ્રવાદીઓએ કર્યો હતો કરાર

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં 4 સપ્ટેમ્બરે દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે ઉગ્રવાદીઓએ કરાર કર્યા હતા. આ કરાર કર્યા પછી ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યા બાદ કેન્દ્ર સરકારે તેમના પુનર્વસન માટે સહાયની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે આત્મસમર્પણ કરેલ ઉગ્રવાદીઓ માટે લગભગ ₹250 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.

    કરાર અનુસાર હથિયારો ત્યાગ્યા

    એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આજે, લગભગ 500 NLFT અને ATTF ઉગ્રવાદીઓએ અહીં આત્મસમર્પણ કર્યું છે અને બાકીના ઉગ્રવાદીઓ પણ આગામી દિવસોમાં આત્મસમર્પણ કરશે. તેમના શરણાગતિ દરમિયાન, આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારો જમા કરાવ્યા હતા.” કરાર મુજબ, NLFT અને ATTFના નેતાઓ હિંસાનો માર્ગ છોડી દેવા, તેમના તમામ શસ્ત્રો અને દારૂગોળો સમર્પણ કરવા અને તેમના સશસ્ત્ર સંગઠનોને વિસર્જન કરવા સંમત થયા છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

    સરકાર આપશે સહાય

    આત્મસમર્પણ કરાયેલા ઉગ્રવાદીઓ ત્રણ વર્ષ સુધી નિયુક્ત કેમ્પમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન તેમને વિવિધ વ્યવસાયોમાં કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. કરાર મુજબ આત્મસમર્પણ કરેલ દરેક ઉગ્રવાદીના બેંક ખાતામાં 4 લાખ રૂપિયા જમા કરવામાં આવશે, અને લાભાર્થીઓ ત્રણ વર્ષ પછી જ રકમ ઉપાડી શકશે. આ સિવાય આત્મસમર્પણ કરેલ NLFT અને ATTF કેડરને ત્રણ વર્ષ માટે દર મહિને ₹6,000 મળશે. આ લોકોને કૃષિ, બાગાયત, મત્સ્યઉદ્યોગ અને ગ્રામીણ વિકાસમાં રોજગાર નિર્માણના વિવિધ કાર્યોમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાન ખાતે છત્તીસગઢમ નક્સલીઓથી પીડિત 55 લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જ તેમણે ઉગ્રવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું, તથા એમ ન થાય તો સરકાર ઓપરેશન ચલાવશે એમ પણ કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં