Sunday, September 8, 2024
More
    હોમપેજક્રાઈમબરેલીના પ્રાચીન શિવ મંદિરમાં ઘૂસી ગયા અકરમ, શાહરૂખ, આઝમ અને અરશદ, ભગવાનની...

    બરેલીના પ્રાચીન શિવ મંદિરમાં ઘૂસી ગયા અકરમ, શાહરૂખ, આઝમ અને અરશદ, ભગવાનની મૂર્તિ કરી ખંડિત: ધરપકડ બાદ પોલીસ કાર્યવાહી શરૂ

    ચારેય જણા બરેલીના ઈજ્જત નગર ખાતે આવેલા પ્રાચીન ગોપેશ્વરનાથ મહાદેવના મંદિરમાં ઘૂસી આવ્યા હતા. ત્યાં જઈને તેમણે દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉઠાવીને તોડવાનું શરૂ કરી દીધું હતું. ઉત્પાત મચાવીને ચાર પૈકી શાહરૂખ,આઝમ અને અરશદ ભાગવામાં સફળ રહ્યા હતા અને અકરમ ભક્તોના હાથે ઝડપાઈ ગયો હતો.

    - Advertisement -

    એક તરફ ભારતના કેટલાક ભાગોમાં પવિત્ર શ્રાવણ (Shravan) મહિનાની શરૂઆત થઇ ચુકી છે, બીજી તરફ ઉત્તર પ્રદેશના બરેલીમાં (UP-Bareilly) આવેલા પ્રાચીન ગોપેશ્વરનાથ મંદિરમાં ત્રણ મુસ્લિમ યુવકોએ ભગવાનની મૂર્તિઓ તોડી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓના નામ અકરમ, આઝમ, શાહરૂખ અને અરશદ હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ સ્થાનિક હિંદુઓમાં રોષ છે, પોલીસે ત્રણેયની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે. તેમના આમ કરવાનું કારણ હજુ સામે નથી આવી શક્યું.

    પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે (21 જુલાઈ 2024) ચારેવ જણા બરેલીના ઈજ્જત નગર ખાતે આવેલા પ્રાચીન ગોપેશ્વરનાથ મહાદેવના મંદિરમાં ઘૂસી આવ્યા હતા. ત્યાં જઈને તેમણે દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉઠાવીને તોડવાનું શરૂ કરી દીધું હતું. ઉત્પાત મચાવીને ચાર પૈકી શાહરૂખ, આઝમ અને અરશદ ભાગવામાં સફળ રહ્યા હતા અને અકરમ ભક્તોના હાથે ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને બરાબરનો મેથીપાક આપીને પોલીસ હવાલે કરી દીધો. મુસ્લિમ યુવકોએ ભગવાનની મૂર્તિઓ તોડી હોવાની જાણ થતા જ સ્થાનિક હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.

    અકરમ પાસે મળી આવ્યું વિદેશી ચલણ

    મારપીટથી તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આથી પોલીસે તેને દવાખાને લઇ ગઈ હતી. બીજી તરફ પોલીસે અન્ય આરોપીઓ વિશે પૂછપરછ કરીને તેમને પણ ઝડપી લીધા હતા. ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા મંદિર અને આસપાસના વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઘટનામાં મુખ્ય આરોપી અકરમ છે અને તે ઉત્તરાખંડના ખટીમાના ઇસ્લામનગરનો (Khatima Uttrakhand) રહેવાસી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની પાસેથી વિદેશી ચલણી નાણું પણ મળી આવ્યું છે. બીજી તરફ શાહરૂખ અને અરશદ બરેલીના ઈજ્જતનગરના જ રહેવાસી છે. જયારે આઝમ બારાદરીના જગતપુરનો રહેવાસી છે. પોલીસે તમામ વિરુદ્ધ FIR નોંધી કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ મંદિરમાં ખંડિત કરાયેલી મૂર્તિઓની જગ્યાએ નવી પૂર્તિઓ સ્થાપી દેવામાં આવી છે.

    બરેલીમાં જ મહોરમના જુલૂસમાંથી થયો હતો હિંદુઓ પર હુમલો

    ઉલ્લેખનીય છે કે ઈજ્જતનગરની ઘટના એ હિંદુ વિરુદ્ધ હિંસા અને ઘૃણાની (Attack On Hindu) કોઈ પ્રથમ ઘટના નથી. થોડા દિવસ પહેલા જ બરેલીના ગૌસગંજમાં મોહરમના (Muharram) તાજીયા જુલૂસમાંથી હિંદુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. 17મી જુલાઈએ મોહરમ દરમિયાન હંગામો થયો હતો. તાજિયાના જુલૂસમાં ભાગ લેનારા કેટલાક લોકોએ મંદિરની સામે તોફાન મચાવ્યું હતુ. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી અને થોડી જ વારમાં આ દલીલો પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી.

    આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને વિસ્તારનું વાતાવરણ પણ ખરાબ થયું હતું. આ દરમિયાન ઇસ્લામવાદીઓએ હિંદુ સમુદાયના ઘરોને પણ નિશાન બનાવ્યા અને હિંદુ મહિલાઓની છેડતી કરી હતી. આ ઉપરાંત, મુસ્લિમો દ્વારા હિંદુઓને ગંભીર પરિણામો માટે તૈયાર રહેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

    ઉપદ્રવ સર્જનારા આરોપીઓ વિરુદ્ધ યોગી સરકારે બુલડોઝર કાર્યવાહી કરી છે. પ્રશાસને બુલડોઝરનો ઉપયોગ કરીને આરોપી ઇર્શાદના બે મકાનો અને ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું. હમણાં સુધી 35ની ધરપકડ કરવામાં આવી છે.

    મોહરમ દરમિયાન ઉત્પાત મચાવનારાઓ સામે યોગી સરકારનો બુલડોઝર કાર્યવાહીનો નિર્ણય મહેસૂલ વિભાગની ટીમે તપાસ કરી એ બાદ લેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, 21 અને 22 જુલાઈના રોજ, મહેસૂલ વિભાગની ટીમ તપાસ માટે ગૌસગંજ ગામમાં પહોંચી હતી, જ્યાં તેમને જાણવા મળ્યું કે મઝહબી સ્થાન સહિત 16 બાંધકામો અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યા છે, આ બધા બાંધકામો ગામની સાર્વજનિક જમીન પર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં